જો થઇ ગયું ને ખરાબ ? અરે શું ખરાબ થઇ ગયું ? વોશિંગ મશીન…કેવી રીતે ખરાબ થઈ ગયું? અરે! આમાં આ વસ્તુ સાફ ના કરાય. જેમના ઘરમાં વોશિંગ મશીન હોય છે, તો તમે આ શબ્દ કોઈને કોઈ સમયે સાંભળ્યો જ હશે.
કેટલીકવાર તમે વોશિંગ મશીનમાં એવી કેટલીક વસ્તુઓ ધોવા નાખો છો, જેના પછી વસ્તુ પણ ખરાબ થઈ જાય છે અને સાથે-સાથે મશીન પણ ખરાબ થઈ જાય છે.
વૉશિંગ મશીનમાં વસ્તુઓ સાફ કરવી ચોક્કસ સરળ છે પરંતુ, કેટલીકવાર વૉશિંગ મશીનનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં ન આવે તો વૉશિંગ મશીન બગડવામાં લાંબો સમય લાગતો નથી. તેથી, વોશિંગ મશીનમાં શું સાફ ન કરવું જોઈએ તેનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ.
સ્પોર્ટ્સ શૂઝ : જો તમે પણ સ્પોર્ટ્સ શૂઝ ધોવા માટે માટે વોશિંગ મશીનનો ઉપયોગ કરતા હોય તો આજ પછી વોશિંગ મશીનમાં તેને સાફ કરવાનું બંધ કરી દો, કારણ કે સ્પોર્ટ્સ શૂઝ સાફ કરવાથી શૂઝને નુકસાન તો થાય જ છે સાથે જ વોશિંગ મશીનને પણ નુકસાન થવાની શક્યતા વધી જાય છે.
સ્પોર્ટ્સ શૂઝમાં સોલ ખૂબ જ સખત હોય છે, તેથી ઘણી વખત વોશિંગ મશીનમાં ખરાબી સર્જાય છે. મોટાભાગના શૂઝમાં ગુંદરનો ઉપયોગ કરવામાં આવેલો હોય છે, જેના કારણે તેને વોશિંગ મશીનમાં ધોવાથી તે પછી બગડી જાય છે.
પ્લાસ્ટિક ડોરમેટ્સ : ઘણીવાર સ્ત્રીઓ બીજા ડોરમેટ્સની સાથે વોશિંગ મશીનમાં પ્લાસ્ટિકની ડોરમેટ નાખી દે છે. જો તમે આ ભૂલ કરો છો, તો તે ભૂલ ફરીથી ના કરો, કારણ કે પ્લાસ્ટિકની ડોરમેટ કોઈપણ સમયે તમારા વોશિંગ મશીનને નુકસાન પહોંચાડી શકે છે. કેટલીકવાર પ્લાસ્ટિકના ડોરમેટ અંદરથી તૂટી જાય છે, જેના કારણે મશીન ખરાબ થઈ જાય છે.
પર્સ અને હેન્ડબેગ : જો તમારું પર્સ અને હેન્ડબેગ બ્રાન્ડેડ કંપનીના હોય તો તેને સાફ કરવા માટે તમે ભાગ્યે જ વોશિંગ મશીનનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ ઘણી વખત લોકો આવી ભૂલ કરે છે.
જો તમે તમારા પર્સ, હેન્ડબેગ અને વોશિંગ મશીનને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા માંગતા હોવ તો તેને વોશિંગ મશીનમાં સાફ કરવાની ભૂલ ન કરો. ખાસ કરીને જો પર્સ અને હેન્ડબેગ કપડાના ના હોય તો તમે ભૂલથી પણ આવી ભૂલ ક્યારેય ના કરો.
લેધરના કપડાં : જો તમે લેધર જેકેટ અને બૂટ પહેરતા હોય તો તમે ભૂલથી પણ વોશિંગ મશીનમાં નાખશો નહીં. આનાથી તમારા જેકેટ અને બૂટને નુકસાન થશે અને વોશિંગ મશીનને પણ નુકસાન થશે. જો કે, તમે સાંભળ્યું જ હશે કે ચામડાની વસ્તુઓને હંમેશા પાણીથી દૂર રાખવી જોઈએ.
જો તમારા ઘરમાં વોશિંગ મશીન છે તો, તો તમે પણ ઉપર જણાવેલી વસ્તુઓને ધોવાનું ટાળજો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો બીજા લોકો સુધી પહોંચાડો, જેથી તે પણ આ ભૂલો ના કરે. આવી જ વધુ માહિતી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.