પહેલી કાર ખરીદવાની ખુશી શું હોય છે તે આપણે સૌ જાણીએ છીએ. નાનપણમાં આવેલી સાયકલ હોય કે યુવાનીમાં ખરીદેલી સ્કૂટી હોય કે પહેલી મારુતિ હોય, સૌ કોઈ તેને સાચવીને રાખવા માંગે છે. જો તમને 90 ના દાયકાની વાત યાદ હોય તો પપ્પાનું બજાજ સ્કૂટર પણ સપનાની સવારી જેવું લાગતું હતું.
સમય બદલાયો તેમ સ્કૂટરનું સ્થાન હવે કારોએ લીધું. કાર આપણા પરિવારનો જ એક ભાગ છે જેની કાળજી લેવી ખુબ જ જરૂરી છે. પહેલી કાર ખરીદી લીધા પછી તેને ઘરે લાવવાના આનંદની સાથે તેની સાચવવાની પણ ચિંતા એટલી જ હોય છે.
એક રીતે જોઈએ તો કાર સાથે આપણી લાગણી જોડાયેલી હોય છે અને જો તેમાં કંઈક પણ ખરાબ કે ખોટું થાય તો ચોક્કસ ખરાબ લાગે છે. કારની જાળવણી માટે ઊંચી કિંમત લાગે છે તેથી તેથી કારની હંમેશા કાળજી લેવી જોઈએ.
આપણે ઘણી વખત અજાણતામાં એવી કેટલીક ભૂલો કરીએ છીએ જેના કારણે કારને નુકસાન થાય છે. તો ચાલો આજે આ વિશે વાત કરીએ કે તમે પણ આ ભૂલો ભૂલથી પણ ના કરો નહીંતર નુકસાન વધુ આવી શકે છે.
1. ઓઇલ ચેન્જ કરવા માટે ધ્યાન ના આપવું : કારની સર્વિસ કરાવતી વખતે મોટાભાગના લોકો ઓઇલ ના બદલવાનું કહે છે જેથી તેમની સર્વિસ સસ્તી પડે. પરંતુ તમારી આ પદ્ધતિ હકીકતમાં તમારી કારનું એન્જિનનું જીવન ટૂંકું કરે છે. જો કે નવી કારમાં વારંવાર ઓઇલ બદલવાની જરૂર નથી પડતી, પરંતુ જૂના વાહનોમાં તે નિયમિતપણે ચેન્જ કરવું જરૂરી છે. જો ઓઇલ લાંબા સમય રહેશે તો એન્જિનની લ્યુબ્રિકેશન પ્રક્રિયાને અસર કરશે અને આવી સ્થિતિમાં વાહન વધુ ગરમ થઈ શકે છે.
2. કાર ફ્લુઇડસની કાળજી ન લેવી : જ્યારે પણ કારના ફ્લુઇડસની વાત આવે ત્યારે હંમેશા એન્જિન ઓઇલ પર વધારે ધ્યાન આપે છે, પરંતુ કારમાં તે એક જ ફ્લુઇડસ નથી હોતું. આ સિવાય કારમાં બ્રેક ફ્લુઈડ, ટ્રાન્સમિશન ફ્લુઈડ, એન્જિન કૂલેંટ, પાવર સ્ટીયરીંગ ફ્લુઈડ પણ હોય છે જેને પણ બદલવાની જરૂર હોય છે.
3. કારમાં હવા ચેક ના કરવી : ટાયરમાં પંચર પડ્યું નથી, તો ઓછી હવામાં પણ કાર ચલાવતા રહે છે. જોકે આ યોગ્ય નથી. વાસ્તવમાં જો ટાયરમાં હવા ઓછી હોય તો કાર ભારે લાગે છે અને તેને ખેંચવા માટે એન્જિનને વધુ તાકાતની જરૂર પડે છે. તેથી તમારા વાહનના ટાયરની હવા નિયમિત ચેક કરાવતા રહો.
4. બ્રેક્સ પર ધ્યાન ના આપવું : આવું કેટલી વાર એવું બન્યું છે કે ગાડી રોકતી વખતે વિચિત્ર અવાજ આવ્યો હોય. જો બ્રેક્સ લગાવતી વખતે મિક્સરના ગ્રાઇન્ડીંગ અવાજ આવવા લાગે છે તો સમજી જાઓ કે તમારે વાહનના બ્રેક પેડ બદલવાની જરૂર છે. જો તમે આવા સમયે ધ્યાન નહીં આપો તો બ્રેક ફ્લુઇડ લીક થઈ શકે છે અને બ્રેક બિલકુલ કામ કરવાનું બંધ કરી શકે છે.
5. કારની સફાઈ સારી રીતે ના કરવી : જુઓ, કારને ધોવા માટે તેને ગેરેજમાં વોશિંગ માટે લઈ જવી એ અલગ વાત છે, પરંતુ જો તમે લાંબા સમય સુધી કારને સાફ નથી કરતા તો બહારની ધૂળ, ભેજ અને ગંદકીના કારણે કારનો રંગ તો બગડે જ છે પણ આ ડાઘા પડયા પછી તેને દૂર કરવા ખૂબ મુશ્કેલ કામ છે.
આ સાથે કારની મશીનરીને પણ સાફ કરવાની જરૂર હોય છે અને જો ફિલ્ટર વગેરે યોગ્ય રીતે સાફ ન કરવામાં આવે તો કારની અંદર કાર્બન ડાયોક્સાઈડ, નાઈટ્રોજન ઓક્સાઈડ જેવા પદાર્થો વધી જાય છે અને કારણે પણ શ્વાસ લેવામાં તકલીફ પડે છે.
6. વધારે ઠંડુ અથવા ખુબ જ ગરમ એન્જિનનો ઉપયોગ કરવો : વાસ્તવમાં ઠંડીની ઋતુમાં ઘણા લોકોની આદત હોય છે કે તેઓ તેમની કારને ઘણા દિવસો સુધી બંધ રાખે છે અને ચાલુ જ નથી કરતા, પછી તેને ફરીથી શરૂ કરવાનો પ્રયાસ કરે છે. એ જ રીતે ઉનાળાની ઋતુમાં રીશેષ(બ્રેક) વગર સતત કલાકો સુધી કાર ચલાવે છે, જેના કારણે એન્જિન ખૂબ ગરમ થઈ જાય છે.
તમારી આ બંને પદ્ધતિઓ કારના એન્જિન બગાડવાનું કારણ છે. આવી સ્થિતિમાં પેટ્રોલનો વધુ વપરાશ તો થાય જ છે પરંતુ આ સાથે ઓઈલ ચેન્જ પણ જરૂરી બની જાય છે. આ સિવાય જ એન્જિનની ટકાઉપણું નબળું પડી જાય છે.
7. ખાડાઓ અને સ્પીડ બ્રેકર પર કાર ચલાવવી : ઘણા લોકો ખાડાઓ અને સ્પીડ બ્રેકર વિશે ખૂબ સંવેદનશીલ હોય છે અને તેમની ડ્રાઇવિંગ સ્કિલ બતાવવા માટે ખાડાઓ અને બમ્પ હોય તો પણ સ્પીડથી કાર ચલાવે છે. આ આદત કારની અંદરના ભાગોને પણ હલાવે છે અને સસ્પેન્શન, બોડી વર્ક, ટાયર, વ્હીલ પ્લેટ્સ બધા પર તેની અસર થાય છે.
તમને ભલે લાગતું હોય કે એક નાનું બ્રેકર કારને કેવી રીતે નુકસાન પહોંચાડી શકે છે, પરંતુ તે કારની મેન્ટેનન્સ પર તેની ખૂબ મોટી અસર પડે છે. જો એક પછી એક અનેક બમ્પ કે ખાડા જોયા વગર તમે કાર ચલાવો છો તો તે વાહનની બોડી પર પણ અસર કરવાનું શરુ કરે છે.
8. હવામાનની અસરોથી વાહનનું રક્ષણ ના કરવું : કારને કવર વગર રાખવાથી અથવા કલાકો સુધી તડકામાં રાખવાથી કારના પેઇન્ટ અને કારના અંદરના ભાગો પણ ખરાબ થઇ શકે છે. ક્યારેક કારની અંદરનું તાપમાન વધી જવાથી, અંદર અનેક પ્રકારના ગેસ બની જાય છે. તે સીટ કવરથી લઈને કારના ઈન્ટિરિયર સુધીની દરેક વસ્તુ પર અસર કરી શકે છે .
તેથી હંમેશા તમારી કારનું હંમેશા સમયાંતરે ચેકઅપ કરાવો અને આ ભૂલો પર ધ્યાન આપતા રહો. જો તમને આ જાણકરી ખરેખર પસંદ આવી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને આવી જ જાણકરી વાંચવા માટે મળતી રહેશે.