આપણે 2022 માંથી 2023માં આવી ગયા છીએ. નવા વર્ષની સાથે નવી આશાઓ, તકો, નવા સપનાઓ અને અપેક્ષાઓની શરૂઆત થાય છે. તમે પણ નવા વર્ષ માટે ઘણું બધું વિચારીને રાખ્યું હશે, પરંતુ શું તમે હજી સુધી તમારા બાળક માટે નવા વર્ષના લક્ષ્યો નક્કી કર્યા છે?
જો તમારો જવાબ ‘ના’ છે, તો તમે નવા વર્ષ 2023 માટે તમારા બાળકને આ લેખમાં જણાવેલ લક્ષ્યો આપી શકો છો. આ લક્ષ્ય તમારા બાળકને નવા વર્ષમાં વધુ સારું બનાવવામાં મદદ કરી શકે છે અને તેને જીવનમાં સફળ કરવામાં મદદ કરી શકે છે. તો ચાલો જાણીએ તમારા બાળકે નવા વર્ષ માટે શું સંકલ્પ લેવો જોઈએ.
ભણવામાં : આમાં તમારા બાળકને યાદ રાખવાનું છે કે તેણે નવા વર્ષમાં શીખવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે અને વધુમાં વધુ નોલેજને ગ્રહણ કરવાનું છે. તેણે પોતાની સ્કિલમાં વધારે એક્સપર્ટ બનવાનું છે. આનાથી બાળક અભ્યાસમાં તો સારું રહેશે, પરંતુ તેના જ્ઞાનનું સ્તર પણ વધશે.
સ્ક્રીન ફ્રી દિવસ : આજકાલ ફક્ત મોટી વયના લોકો જ નહિ પરંતુ બાળકો પણ ટીવી, ફોન અને ગેજેટ્સનો વધારે ઉપયોગ કરે છે. આ ચક્રમાં લોકો પરિવારને ઓછો સમય આપે છે. તમારી જાતને અને તમારા બાળકને વચન આપો કે તમે મહિનામાં એક એવો દિવસ ચોક્કસ રાખશો જ્યારે ફોન અને ગેજેટ્સનો ઉપયોગ નહીં કરો.
શારીરિક પ્રવૃત્તિ : કોરોના પછી, બાળકો લાંબા સમય સુધી ઘરમાં બંધ રહ્યા અને શારીરિક પ્રવૃત્તિના નામે કંઈ કર્યું નહીં. હવે નવા વર્ષમાં, તમારા બાળકને દરરોજ શારીરિક પ્રવૃત્તિ કરવાનો નિયમ બનાવો. તમે યોગ, દોરડા કૂદવા અથવા વૉકિંગથી શરૂઆત કરી શકો છો.
બચત કરવાની ટેવ : બાળકોને નાની ઉંમરથી જ બચત કરવાની શીખવો, તેનો તેમને આખી જિંદગી ફાયદો થાય છે.બાળકોની સામે ત્રણ જાર મૂકો – ખર્ચ કરવા, બચત કરવા અને રોકાણ કરવા માટે. બાળકને કહો કે દરેક દિવસ સરખો નથી હોતો અને જરૂરિયાતના સમયે માત્ર તેની બચત જ કામમાં આવશે. બાળકો આમાંથી પૈસાની લેણદેણ શીખે છે.
દયા નો ભાવ સમજાવો : આ દુનિયામાં દયાળુ હોવા કરતાં કોઈ મોટો ગુણ નથી. તમારા કરતા નબળા લોકોને મદદ કરવી અને તેમના પ્રત્યે દયાની ભાવના રાખવાથી તમને જીવનમાં ખૂબ આગળ લઈને જઈ શકે છે. તમારે નવા વર્ષના સંકલ્પમાં તમારા બાળકને પણ આ શીખવવાનું છે.
ઇકો-ફ્રેન્ડલી જીવનશૈલી : પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી એ બાળકો માટે નવું વર્ષનું બીજું મહત્વનું લક્ષ્ય બની શકે છે. હરિયાળીવાળું પર્યાવરણ, તમારા પરિવાર અને તમારી નાણાકીય બાબતો માટે પણ ફાયદાકારક છે. બાળકને પર્યાવરણ અને આબોહવા પરિવર્તન પરના પુસ્તકો વાંચવા અને આ વિષય પરની ફિલ્મો જોવા માટે પ્રોત્સાહિત કરો.
તો આ હતા કેટલા મહત્વના ગોલ જે બાળકને સાફ થવામાં ઘણી મદદ કરી શકે છે. જો તમને અમારી આ માહિતી પસંદ આવી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.