non stick pan cleaning tips gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે લગભગ તમામ ઘરોમાં મહિલાઓ રસોઈ માટે નોન-સ્ટીક પેનનો ઉપયોગ કરે છે. આ બાકીના પેનથી થોડી અલગ હોય છે કારણ કે આ નોન સ્ટિક પેનમાં શાક, પરાઠા વગેરે ચોંટીને બળતું નથી. જો કે લાંબા સમય સુધી તેનો ઉપયોગ થતો હોવાથી તેની કોટિંગ પણ ખરાબ થવા લાગે છે.

વારંવાર તેમાં ખોરાક રાંધવાથી તે ગંદુ અને ચીકણું બને છે. માત્ર ઉપરથી જ નહીં નીચેનો ભાગ પણ કાળો થવા લાગે છે. શું તમારા રસોડામાં રહેલી પેન પણ ગંદી થઈ રહી છે? નોન-સ્ટીક પેન કાળજી બીજા પેનની સરખામણીમાં તદ્દન અલગ રીતે કરવામાં આવે છે અને તેને પણ સોફ્ટ સ્ક્રબથી જ સાફ કરવી જોઈએ.

જો તમે પણ તમારા પેનને નુકસાન પહોંચાડયા વગર સાફ કરવા માંગતા હોય તો આ 1 ટ્રિકની મદદ લો. આ 1 ટ્રિક ટૂથપેસ્ટ છે જે તમારા પેનને સંપૂર્ણ રીતે સાફ કરશે અને તેની ચીકાશ અને કાળાશ પણ દૂર કરશે. ચાલો આ લેખમાં તમને ટૂથપેસ્ટની એક ટિપ્સ જણાવીએ.

પહેલા કરો આ કામ : સૌથી પહેલા નોન-સ્ટીક પેનમાંથી બધો ચોંટેલો ખોરાક કાઢીને ડસ્ટબીનમાં નાખો. હવે પાણીથી પહેલાં એકવાર તમારા પેનને ધોઈ લો.

ટૂથપેસ્ટથી નોન-સ્ટીક પેન સાફ કરવાની પહેલી રીત : ટૂથપેસ્ટથી લગભગ ઘણીં વસ્તુઓ સાફ કરવા માટે તેનો ઉપયોગ થાય છે. તે થોડું ઘર્ષક હોય છે તેથી તેનો ઉપયોગ ડાઘ દૂર કરવા માટે થાય છે. આ માટે તમારે, 2 ચમચી ટૂથપેસ્ટ, 1 ચમચી ડીટરજન્ટ પાવડર, હૂંફાળું પાણી અને સોફ્ટ સ્ક્રબ ની જરૂર પડશે.

શુ કરવુ, તો સૌથી પહેલા એક બાઉલમાં ટૂથપેસ્ટ અને ડિટર્જન્ટ પાવડર મિક્સ કરીને પેસ્ટ બનાવો.
હવે તેને પેનની આગળ અને પાછળ બંને બાજુ લગાવીને 5 મિનિટ સુધી રહેવા દો. થોડી વાર પછી સ્ક્રબથી ઘસો અને હૂંફાળા પાણીથી ધોઈ લો. આ રીતે પેનની ગંદકી, ચીકાશ અને કાળાશ દૂર થઇ જશે.

ટૂથપેસ્ટથી નોન-સ્ટીક પેન સાફ કરવાની બીજી રીત : ટૂથપેસ્ટમાં બેકિંગ સોડાને મિક્સ કરવાથી એક સારું ક્લિનીંગ એજન્ટ બને છે. પેનમાંથી ડાઘ દૂર કરીને તેની ચમકદાર પણ બનાવે છે.

સામગ્રી : 2 મોટી ચમચી ટૂથપેસ્ટ, 1 ચમચી લીંબુનો રસ, 2 ચમચી ખાવાનો સોડા અને ગરમ પાણી.

શુ કરવુ, તો સૌપ્રથમ એક પેનમાં 2 કપ પાણી ગરમ કરીને તેમાં 1 ચમચી ખાવાનો સોડા નાખીને મિક્સ કરો. હવે એક બાઉલમાં ટૂથપેસ્ટ, લીંબુનો રસ અને 1 ચમચી ખાવાનો સોડા મિક્સ કરીને પેસ્ટ બનાવો.

હવે આ તૈયાર કરેલી પેસ્ટને તમારા નોન-સ્ટીક પેનની આગળ અને પાછળ લગાવો અને 5-7 મિનિટ સુધી રહેવા દો. હવે તેને ખાવાના સોડાવાળા પાણીમાં સ્ક્રબ ડુબોળીને ઘસીને સાફ કરો. પેન ગમે તેટલી ગંદી હોય તો પણ તે ચપટીમાં સાફ થઈ જશે.

ટૂથપેસ્ટથી નોન-સ્ટીક પેન સાફ કરવાની ત્રીજી રીત : તમે ટૂથપેસ્ટ અને વિનેગરને મિક્સ કરીને પણ સાફ કરી શકો છો. તે એસિડિક છે અને વાસણોમાંથી કોઈપણ પ્રકારના ડાઘ, સ્ટીકરના નિશાન અને કાળાશ દૂર કરવાની અસરકારક રીત છે.

સામગ્રી : 1 ચમચી ટૂથપેસ્ટ, 2 ચમચી વિનેગર અને સ્ક્રબ. આ માટે એક બાઉલ લો અને તેમાં ટૂથપેસ્ટ અને વિનેગર ઉમેરીને પેસ્ટ બનાવો. પછી તેને ગંદા પેનને લગાવીને 2-3 મિનિટ માટે છોડી દો. આ પછી પેનને સ્ક્રબથી ઘાસો અને પછી સાદા પાણીથી ધોઈ લો.

તો હવે તમે જાણી ગયા કે માત્ર એક વસ્તુથી ઘરે નોન-સ્ટીક પેન સાફ કરવું એકદમ સરળ છે. આનાથી તમે બાકીના વાસણોને પણ આ રીતે સાફ કરી શકો છો. અમને આશા છે કે તમને આ ટિપ્સ ગમી હશે. આવી જ અવનવી કિચન ટિપ્સ જાણવા રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા