Om karvana fayda
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

અહિયાં આપણે જોઈશું બ્રહ્માંડનાં સૌથી શક્તિશાળી એક શબ્દ  ૐ વિશે. ભારતની પ્રાચીન સનાતન સંસ્કૃતિનું પ્રતીક એટલે ઓમ. પ્રાચીન સમયથી અત્યાર સુધી લગભગ દરેક ધર્મમાં ઓમકારનું પોતાનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. ઓમ એક માત્ર શબ્દ નથી પણ સમગ્ર બ્રહ્માંડનો સાર છે. કહેવાય છે કે સંસારની રચના પહેલા જે કુદરતી ધ્વનિ ગુંજતો હતો તે ઓમકારનો છે અને સંસારના વિનાશ પછી પણ ઓમકારનો ઉચ્ચાર જ કાયમ ગુંજતો રહેશે.

ઓમને હિન્દુ,, બૌદ્ધ, સિખ અને જૈન ધર્મમાં પવિત્ર પ્રતીક માનવામાં આવે છે. આજે પણ રોજની ભાગદોડ ભરી જીંદગીમાં માણસ જ્યારે થાકી જાય છે અને દુઃખોથી ઘેરાઈ જાય છે તો શાંતિ માટે ધ્યાન, પ્રાણાયામ જેવા રસ્તાઓ નો આશરો લે છે. જેમાં ઓમકારના જાપ થી ખૂબ જ લાભ મેળવે છે. ઓમ ત્રણ અક્ષરોથી મળીને બને છે. અ ઉ અને મ. જેમાં અ એટલે ઉત્પન્ન થવું, ઉ એટલે ઉઠવું કે ઉડવું અને મ નો અર્થ થાય છે મૌન થવું.

એટલે કે બ્રહ્માંમાં લિંક થવું. ઓમમાં સમાવિષ્ટો અ ઉ અને મ ક્રમશઃ વર્તમાન હું તથા ભવિષ્ય, તથા બ્રહ્મા વિષ્ણુ અને મહેશ કે પછી જાગૃતિથી સ્વપ્નની સ્થિતિ અને સંપૂર્ણ ઊંઘ ની સ્થિતિ એવા અર્થો ઉપરાંત તેના અર્થ અને અજ્ઞાન ગતિશીલતા અને શુદ્ધતા કે પછી આદિ મધ્ય અને અંત પણ સમજવામાં આવે છે.

કોઈ પણ પ્રસંગ, લગ્ન, મરણ પ્રાર્થના જેવા દરેક સારા નરસા કાર્યમાં ની શરૂઆત મા બોલવામાં આવતા શ્લોકનીશરૂઆત ઓમકાર ઉચ્ચારથી કરવામાં આવે છે. ઓમકાર ઉચ્ચારણ માણસના આંતરિક, માનસિક, બૌદ્ધિક અને સર્વાંગી વિકાસમાં ખૂબ જ ઉપયોગી છે. તો ચાલો જોઇલો આપણે ઓમકારના જાપ કેવી રીતે કરવા અને તેનો ફાયદો કઈ કઈ રીતે મળી શકે છે.

સૌપ્રથમ જોઈએ ઓમકારના જાપ ક્યારે અને કેવી રીતે કરવા ૧) વહેલી સવારે પવિત્ર થઈને કે રાત્રે સુતા પહેલા કોઈપણ સમયે, કોઇપણ સ્થિતિમાં શાંત જગ્યાએ ઓમકારના જાપ કરી શકાય છે. ૨) આસન પર પૂર્વાભિમુખ બેસીને જાપ થાય તો ઉત્તમ ગણાય છે.

૩) આંખ બંધ કરી એક ઊંડો શ્વાસ લઈ તે શ્વાસ છોડતાં ઓમ બોલવાનું શરૂ કરવું. નાભી ક્ષેત્રમાં ઓમ ધ્વનિથી તથા કંપન ને અનુભવી, આ કંપન ને ઉપરની તરફ આગળ વધતાં અનુભવો. ધીમે ધીમે આ કંપન ગળા સુધી અનુભવો અને ગળામાં પહોંચતાં આ ધ્વનિને મોમાં પરિવર્તિત કરવું.

૪) આ જાપ પદ્માસન, સુખાસન, વજ્રાસન જેવા આસનમાં બેસી ને કરી શકાય છે. ૫) સમયની અનુકૂળતા પ્રમાણે ૫ ૭ ૧૧ કે ૨૧ વખત જાપ કરી શકાય૬) જાપ કરતી વખતે માળા પણ ફેરવી શકાય. ૭) ઓમકાર જાપ જોરથી કે ધીમેથી કરી શકાય.

હવે જોઈએ ઓમકાર જાપનું આધ્યાત્મિક મહત્વ અથવા તો તેનાથી કયા કયા ફાયદા થાય છે.  ૧) નિરંતર ઓમકાર જાપથી ઈશ્વરીય સાનિધ્યનો અનુભવ થાય છે. ૨) ઈશ્વર પર ભરોસો મજબૂત થાય છે અને ઈશ્વરની નિકટતા અનુભવી શકાય છે.

૩) ઓમકારને જાણ્યા બાદ વ્યક્તિ દુનિયાની બાબતોને બદલે પોતાનાં લક્ષ તરફ વધુ ધ્યાન આપે છે. ૪) આજ જાપ મનુષ્યનું મૃત્યુનો ડર દૂર કરે છે. ૫) આ જાપથી મનુષ્ય પોતાના આંતરિક અને છૂપા ડરોથી પણ મુક્ત થાય છે

૬) ધાર્મિક દ્રષ્ટિએ ઓમ માં 3 દેવ નો વાસ હોવાથી બધા જ મંત્રોની શરૂઆત ઓમકાર થી થાય છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય વગેરે.  ૭) ઓમકાર જનજીવનને તંદુરસ્ત બનાવવા નો એક ઉત્તમ માર્ગ છે.

૮) બ્લડપ્રેશર, હૃદયરોગ સંબંધિત બિમારીઓને નિયંત્રિત કરે છે. ) ચહેરા પર ચમક અને આંખોમાં તેજ આવે છે. ૧૦) પાચન તંત્રને મજબૂત બનાવે છે. ૧૧) ઓમકારના ઉચ્ચારણ થી થતા કંપન ને લીધે કરોડરજ્જુ મજબૂત બને છે.

૧૨) આ જાપ ની શક્તિ ફેફસા અને સમગ્ર શ્વસન તંત્રને મજબૂત બનાવે છે. ૧૩) શરીરમાં નવી ચેતના અને ઊર્જા ઉત્પન્ન થાય છે. ૧૪)  ઓમકાર જાપથી એકાગ્રતા અને યાદશક્તિ વધે છે. ઓમકાર જાપથી ડિપ્રેશન જેવી બીમારીઓ દૂર થાય છે અને શરીરમાં સ્ફૂર્તિ અને શક્તિનો સંચાર થાય છે.

૧૫) નકારાત્મક વિચારો જેવા કે કામ ક્રોધ લોભ ભય વગેરેને દૂર રાખી શરીરને ઘણી બીમારીઓ જેવી કે હાઈપરટેન્શન થાઇરોઇડ હાઈ બ્લડ પ્રેશર મેદસ્વિતા વગેરે જેવા રોગોથી બચાવે છે.

ઓમકાર નાં અનેક અને અગણિત ફાયદા છે તો આજથી જ આ વગર પૈસા ની દવા નો ઉપયોગ કરી સ્વસ્થ મસ્ત અને તંદુરસ્ત બનવાનું શરૂ કરી દો.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી Share કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી ,સ્વાસ્થ્ય, ટિપ્સ, ટ્રીક અને રેસિપી જોવા અને ઘરે બેસી નવુ જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા