onion rice in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

શું તમે ઘરે ડુંગળીવાળા ભાત બનાવવા માંગો છો? જો હા, તો તમારે આ રેસિપી અંત સુધી જરૂર વાંચવી જોઈએ. આજે અમે તમને ડુંગળીવાળા ભાત એક નવી જ રીતે બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જણાવીશું, જેથી તમે કોઈપણ ભૂલ વગર તમારા ઘરે બનાવી શકશો.

સામગ્રી

  • ઘી – 2 ચમચી
  • જીરું – 1 ચમચી
  • સમારેલ આદુ – 1 ચમચી
  • સમારેલા લીલા મરચા – 1 ચમચી
  • મીઠો લીંબડો
  • સમારેલી ડુંગળી – 2
  • મીઠું
  • લાલ મરચું પાવડર – 1/2 ચમચી
  • હળદર – 1/4 ચમચી
  • કાળા મરી પાવડર – 1.2 ચમચી
  • રાંધેલા ચોખા – 1.5 કપ
  • સમારેલી કોથમીર

ડુંગળીવાળા ભાત બનાવવાની રીત

  • પરફેક્ટ ડુંગળીવાળા ભાત બનાવવા માટે, ગેસ પર એક તવા મૂકો, તેમાં 2 ચમચી ઘી ઉમેરો અને તેને સારી રીતે ગરમ કરો.
  • ઘી ઓગળી જાય પછી તેમાં 1 ચમચી જીરું, 1 ચમચી ઝીણું સમારેલું આદુ, 1 ચમચી બારીક સમારેલા લીલા
  • મરચા નાખીને ધીમી આંચ પર સારી રીતે સાંતળી લો.
  • થોડા મીઠા લીમડાના પાન અને બે સમારેલી ડુંગળી ઉમેરો અને સોનેરી થાય ત્યાં સુધી સારી રીતે ફ્રાય કરો.
  • 1 મિનિટ પછી તેમાં સ્વાદ મુજબ મીઠું, 1/4 ચમચી હળદર પાવડર, 1/2 ચમચી કાળા મરી પાવડર નાખી બધું બરાબર મિક્સ કરો.
  • 1 મિનિટ પછી, 1.5 કપ રાંધેલા ભાત ઉમેરો અને ધીમી આંચ પર સારી રીતે મિક્સ કરો.
  • 1 મિનિટ પછી ગેસ બંધ કરો અને સમારેલી કોથમીરથી ગાર્નિશ કરો.
  • તમારા ઓનિયન રાઈસ તૈયાર છે. તમે તેનો આનંદ માણી શકો છો.

જો તમને અમારી ડુંગળીવાળા ભાત બનાવવાની રીત પસંદ આવી હોય તો શેર કરજો. આવી અવનવી વાનગી જાણવા માટે રસોઈનીદુનિયા ફેસબુક પેજને ફોલો કરો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા