ભારતીય રસોડામાં ડુંગળી વગર તો ચાલે જ નહિ, ડુંગળી વગર જો શાક બને તો ખાવાની મજા જ નકામી બની જાય છે. ખાસ કરીને ગ્રેવીવાળા શાકમાં ડુંગળીનો ઉપયોગ ના થતો હોય, તેવું ભાગ્યે જ જોવા મળતું હશે. એટલે જ, ઘણી સ્ત્રીઓ એકસાથે વધારે કિલો ડુંગળી ખરીદીને ઘરમાં રાખે છે.
કેટલીકવાર વધારે કિંમતને કારણે થોડી વધારે ડુંગળી ખરીદીને ઘરે રાખે છે જેથી કરીને તેમને વારંવાર ખરીદી કરવા બજારમાં ના જવું પડે. પરંતુ, કેટલીકવાર વધારે ડુંગળી ખરીદવાને કારણે તે અંકુરિત થવા લાગે છે અને બગડવા પણ લાગી જાય છે.
તો આવી સ્થિતિમાં અમે તમને રસોડાની કેટલીક શાનદાર ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ કે જેને અપનાવીને તમે ડુંગળીને અંકુરિત થતા બચાવી શકો છો.
અન્ય શાકભાજી સાથે મિક્સ ના કરો : એવી ઘણી મહિલાઓ હોય છે, જેઓ બટાકા-ડુંગળી, લસણ-આદુ વગેરે શાકભાજીને એકસાથે મિક્સ કરીને રાખે છે. આવી સ્થિતિમાં જો તમે ડુંગળીને આ જ રીતે રાખો છો, તો તમે મોટી ભૂલ કરી રહ્યા છો કારણ કે ઘણી શાકભાજીમાં ઇથિલિન નામનું રસાયણ હોય છે, જેના કારણે ડુંગળી અંકુરિત થવા લાગે છે.
આવી સ્થિતિમાં જો તમે નથી ઈચ્છતા કે ડુંગળી ઝડપથી અંકુરિત થાય, તો તમારે તેને બીજી શાકભાજીની સાથે ક્યારેય મિક્સ કરી ના રાખવું જોઈએ. આ સિવાય ડુંગળીને ફળોમાં પણ મિક્સ કરીને ક્યારેય ના રાખવી જોઈએ.
પેપરનો ઉપયોગ કરો : કદાચ તમે વિચારમાં પડી ગયા હશો કે ડુંગળીને અંકુરિત થવાથી બચાવવા માટે કાગળનું શું મહત્વ હોઈ શકે છે, તો તમારી જાણકારી માટે અમે તમને જણાવીએ કે પેપરમાં ડુંગળી રાખવાથી તે ઝડપથી અંકુરિત નથી થતી.
આ માટે તમે ડુંગળીને અખબારમાં લપેટીને રાખી શકો છો. આ સિવાય તમે ડુંગળીને પરબિડીયુંમાં પણ સ્ટોર કરીને રાખી શકો છો. આનાથી પણ ડુંગળી ઝડપથી અંકુરિત થતી નથી, પરંતુ ધ્યાન રાખો કે ડુંગળીને કાગળ અને પરબિડીયુંમાં રાખ્યા પછી તેને કોઈ ઠંડી જગ્યાએ જ રાખો.
ફ્રીજમાં સ્ટોર ના કરો : ઘણા લોકો એવા છે જે ફ્રિજમાં પણ ડુંગળીને સ્ટોર કરે છે. જો તમે પણ આવું જ કંઈક કરતા હોય તો, તો તમારે આ ભૂલ કરવાથી બચવું જોઈએ. કારણ કે ફ્રિજમાં રાખવામાં આવેલી બીજી સામગ્રીની ગંધને કારણે ડુંગળી ઝડપથી અંકુરિત થવા લાગે છે.
ઘણી વખત ફ્રિજમાં ડુંગળી રાખવાથી ડુંગળીમાં શુગર લેબલ વધી જાય છે અને જેના કારણે ડુંગળી અંકુરિત થઇ શકે છે. તો આવી સ્થિતિમાં તમારે પણ તેની કાળજી લેવી જ જોઇએ.
પ્લાસ્ટિકની થેલીમાં સ્ટોર ના કરો : જો તમે ડુંગળીને અંકુરિત થવાથી બચાવવા માંગતા હોય તો પ્લાસ્ટિકની થેલીમાં ડુંગળી સંગ્રહિત કરવાનું ટાળવું જોઈએ. ઘણા લોકો એવા છે જેઓ ડુંગળી ખરીદતી વખતે જે પ્લાસ્ટિક થેલી આપે છે, તેમાં જ ઘરે આવીને મૂકી રાખે છે.
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે પ્લાસ્ટિકની થેલીમાં ડુંગળી રાખવાથી તે ઝડપથી ગરમી પેદા થાય છે અને તે અંકુરિત થવા લાગે છે. તેથી જયારે પણ બજારમાંથી ડુંગળી લાવો તો તેને હંમેશા પ્લાસ્ટિકની થેલીમાંથી બહાર કાઢી લો. ડુંગળીને અંકુરિત ના થાય તે માટે તમે તેને સુતરાઉ કપડામાં પણ રાખી શકો છો. જો તમને આ જાણકારી પસંદ આવી હોય, તો આવી જ કિચન ટિપ્સ અને રેસિપી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.
Comments are closed.