ઉનાળામાં આપણે આપણી ત્વચાની સારી રીતે સંભાળ રાખીએ છીએ, પરંતુ જ્યારે પગની વાત આવે છે ત્યારે આપણે તેને ટાળીયે છીએ અને ઘણી વાર આ સમસ્યા એટલી વધી જાય છે કે ડોક્ટરની જરૂર પડે છે. ઉનાળામાં, પગ પર ઘણીવાર ખંજવાળ શરૂ થઇ જાય છે અને સતત ખંજવાળને કારણે, ત્વચા લાલ અથવા કાળી થઈ જાય છે.
પગમાં ખંજવાળ આવવાના ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે વધારે કડક વાળ, પરસેવો અને ઇન્ફેક્શન વગેરે. પણ જો તમે કેટલાક ઘરગથ્થુ ઉપાયો અજમાવો તો તમને તરત રાહત મળી શકે છે. પગમાં ખંજવાળ કેટલાક ઇન્ફેક્શનને કારણે થઈ રહી છે તો, પછી તરત ડોક્ટરની સલાહ લો.
જો તેની સમયે યોગ્ય સારવાર કરવામાં ન આવે તો તેની અસર ધીરે ધીરે નખ તેમજ ત્વચા પર થવા લાગે છે. ક્યારેક તો પગમાં ખંજવાળ એટલી વધી જાય છે કે જલન અને ફોલ્લીઓ જેવી સમસ્યાઓ શરૂ થાય છે. એટલા માટે આજે અમે તમને કેટલાક ઘરેલુ ઉપાયો જણાવીશું, જે તમારા પગમાં ખંજવાળ આવે તો તમે ટ્રાય શકો છો.
એલોવેરા જેલનો ઉપયોગ : જ્યારે પગમાં ખંજવાળ આવે છે, ત્યારે તમે એલોવેરા જેલનો ઉપયોગ કરો, કારણ કે તેમાં એન્ટીઈફ્લેમેટરી ગુણધર્મો હોય છે. જો પગમાં સતત ખંજવાળ આવવાને કારણે ત્વચા લાલ કે કાળી થઈ જાય તો એલોવેરા જેલ લગાવો. રાત્રે સૂતા પહેલા, તમારા પગ પર જેલ લગાવીને સૂઈ જાઓ, તમને ઘણી રાહત મળશે. આ સિવાય તે પગને ઠંડુ પણ રાખે છે, જેનાથી ખંજવાળ આવતી નથી.
દહીંની પેસ્ટ લગાવો : ઉનાળામાં પગની ખંજવાળ દૂર કરવા માટે દહીંનો પણ ઉપયોગ કરી શકાય છે. ઘણી વખત ઉનાળામાં પરસેવાના કારણે પગ ચીકણા થઈ જાય છે, આ માટે દહીંની પેસ્ટને 20 મિનિટ સુધી લગાવી રાખો અને પછી તેને ધોઈ લો. જો પગ ધોયા પછી ડ્રાય લાગે છે, તો પછી મોઇશ્ચરાઇઝર લગાવો.
પાણીમાં મીઠું મિક્સ કરો : પગને આરામ આપવા માટે જો તમે તમારા પગને મીઠાના પાણીથી ધોઈ લો છો, તો ખંજવાળની સમસ્યા પણ દૂર થઈ જશે. મીઠું પગની ફંગસને દૂર કરે છે, જેથી તાત્કાલિક ખંજવાળથી રાહત આપે છે.
સવારે અને સાંજે નવશેકું પાણી એક ટબ ભરો અને તેમાં 1/2 ચમચી મીઠું મિક્સ કરો. હવે આ પાણીમાં પગ ડુબાડી દો અને ટબની મદદથી પગ પર પાણી રેડો. જ્યારે પાણી ઠંડુ થાય ત્યારે પગને નોર્મલ પાણીથી ધોઈ લો અને ટુવાલથી સાફ કરો.
પગને શેક આપો : ઉનાળામાં, તમારા પગને ઠંડા પાણીથી શેક કરો, ખંજવાળથી રાહત મેળવવા માટે આ બેસ્ટ ઘરેલું ઉપાય છે. એક કપડામાં બરફનું ક્યુબ નાખો અને તેને પગ પર શેક કરો. પગને દરરોજ 10 થી 20 મિનિટ સુધી શેક કરવાથી ખંજવાળમાંથી રાહત થાય છે.
ઓટમીલ સ્ક્રબ : ઓટમીલમાં કુદરતી ઈંફ્લામેટરી ગુણધર્મો હોય છે, જે સૂકી ત્વચાને અને ખંજવાળને દૂર કરવામાં મદદ કરે છે. આ માટે, સ્નાન કરતા પહેલા તમારા પગને ઓટમીલથી સ્ક્રબ કરો. આપણે પગ પરના વાળ દૂર કરવા માટે રેઝરનો ઉપયોગ કરીએ છીએ.
જ્યારે વાળ ફરી આવે છે, ત્યારે તે કડક હોય છે, તેથી તમે રેઝર પહેલાં તમારા પગને સ્ક્રબ કરો. આ માટે ઓટમીલનો ઉપયોગ કરી શકો છો. ધ્યાન રાખો કે, વાળના વિકાસની દિશામાં શેવ કરવી અને હંમેશા તીક્ષ્ણ રેઝરનો ઉપયોગ કરવો.
તમને અમારી આ માહિતી પસંદ આવી હોય તો તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી માહિતી જોવા અને નવી- નવી માહિતી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.