pag na vadhiya ni dava
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

શિયાળાની ઋતુમાં ફૂંકાતા ઠંડા પવનોને કારણે ત્વચા સૂકી બની જાય છે. અહીં વાત માત્ર ચહેરાની જ નથી પરંતુ આખા શરીરની ત્વચાની વાત થઈ રહી છે. આ ઋતુમાં પગની ત્વચાની સંભાળ રાખવી પણ ખૂબ જ જરૂરી છે, એમાં ખાસ કરીને પગની એડી.

વાસ્તવમાં શિયાળાની ઋતુમાં પગમાં સતત ઠંડી હવાને કારણે અથવા પગ ભીના હોય તો તેની ત્વચા ભીંજાઈને તિરાડ પડવા લાગે છે. આવી સ્થિતિમાં પગની સારી રીતે સંભાળ રાખવી ખુબ જરૂરી છે, કારણ કે ઘણી વખતે એડી ફાટવાથી ખુબ જ દુખાવો પણ થતો હોય છે.

બજારમાં તમને પગની કાળજી લેવા માટે ઘણી પ્રોડક્ટ મળી જશે. પરંતુ આ પ્રોડક્ટને બદલે તમે ઘરે પણ પગની સારી સંભાળ માટે ખાસ પદ્ધતિ અપનાવી શકો છો. આવો અમે તમને આ વિશે વિગતવાર જણાવીએ.

સ્ટેપ 1 : સૌ પ્રથમ તમારે ગરમ પાણીમાં મીઠું નાખવાનું છે અને પછી તમારા પગને તેમાં ડુબાડીને 10 મિનિટ સુધી રાખીને બેસી રહેવાનું છે. પછી પગની એડીઓને ફુટ સ્ક્રબરથી હળવા હાથે ઘસો. આમ કરવાથી તમારા પગની જામેલી ડેડ સ્કિન નીકળી જશે.

સ્ટેપ 2 : બીજા સ્ટેપમાં તમારા પગની એડીઓ પર હોમમેઇડ સ્ક્રબ લગાવવાનું છે. તમે આ સ્ક્રબને ઘરે મલાઈ અને ઓટ્સથી બનાવી શકો છો. તેમાં થોડું મધ પણ ઉમેરો અને પછી તેને પગ પર લગાવીને 2 મિનિટ સુધી સ્ક્રબ કરો. પછી પગને સ્વચ્છ પાણીથી સાફ કરો.

સ્ટેપ 3 : હવે તમારે પગ પર ઓલિવ ઓઈલ અથવા નારિયેળનું તેલ હળવું ગરમ ​​કરીને લગાવીને 5 મિનિટ સુધી હળવા હાથે મસાજ કરવાનું છે. આમ કરવાથી પગની એડીઓમાં રક્ત પરિભ્રમણ સુધરવા લાગશે. એટલું જ નહીં, પગની ચામડી પર પણ તેની સારી અસર જોવા મળશે.

સ્ટેપ 4 : હવે તમારે પગને સાદા પાણીથી ધોઈ લો અને ટુવાલથી લૂછી લો. જો પગ ભીના રહી જાય તો તેની ત્વચા ફોગાવા લાગે છે અને તિરાડ પડવા લાગે છે. નહીંતર પગની એડીઓમાં કઈ સારું પરિણામ જોવા નહીં મળે. તેથી પગને સૂકા ટુવાલથી જરૂર સાફ કરો.

સ્ટેપ 5 : હવે પગ પર દેશી ઘી ગરમ કરીને લગાવો. દેશી ઘીમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, એમાં જો તમારા પગની ત્વચા ફાટી ગઈ હોય તો ઘી તેને પણ ઝડપથી ઠીક કરી દેશે. ઘી લગાવ્યા પછી 15 થી 20 મિનિટ માટે મોજાં પહેરી લો અને પછી મોજા કાઢી લો.

આ બાબતો ધ્યાનમાં રાખો : ઉપર જણાવ્યા પ્રમાણે સ્ટેપને અનુસરી લીધા પછી પગને ભીના ના રાખો. તમારે આ બધા સ્ટેપને દરરોજ કરવાનું છે ત્યારે જ તમને સારું પરિણામ મળશે. જો તમારા પગ ઓઈલી હોય તો પગને ફટકડીના પાણીમાં ડુબાડવા જોઈએ. રાત્રે સૂતા પહેલા પગની ક્રીમ લગાવવાનું ના ભૂલશો.

હવે શિયાળો આવી રહ્યો છે તો તમને આ માહિતી પસંદ આવી હશે. જો જાણકારી ઉપયોગી લાગી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને આવી જ ઉપયોગી માહિતી મફતમાં મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા