તમે સારી સ્કૂલમાં ભણ્યા હોય અને તમને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ મોકલવામાં આવે અને તમને ફાઈવ સ્ટાર હોટલોમાંથી જ ખાવાનું પસંદ છે, પણ આ બધું હોવા છતાં, પાણીપુરી એક એવી ખાવાની વસ્તુ છે, જે દરેક છોકરી અને મોટી મહિલાની મનપસંદ યાદીમાં ટોચ પર છે.
ભાગ્યે જ એવી કોઈ સ્ત્રી હશે જેને પાણીપુરી ખાવી નહિ ગમતી હોય. આમ જોઈએ તો પાણીપુરી ખાવાની શોખીન મહિલાઓ ઘણા પ્રકારની હોય છે. તેઓ પ્લેટ ભરીને પાણીપુરી ખાય છે પણ ખાતી વખતે તેમની પાસે સો નાટકો હોય છે.
તમે અમારા શબ્દો સાથે પણ સહમત થઈ શકો છો અને તમે આ લેખ વાંચ્યા પછી, તમને પાણીપુરીથી સંબંધિત તમારી કોઈ વાત યાદ આવી જાય, તમે તમારી જાતને આ લેખ સાથે જોડી શકો, તો ચાલો જાણીએ કે કેટલા પ્રકારની હોય છે પાણીપુરી કવીંન.
જેમને ક્યારેય મન ના ભરાય : બધા લોકો મને છે કે પાણીપુરી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, પણ તમે એવી કેટલીક મહિલાઓને જોઈ હશે જે એક પછી એક પછી નિજી પ્લેટ, બીજી પ્લેટ થી ત્રીજી પ્લેટ ખાતી જાય છે અને તેમ છતાં તેમનું મન ભરાતું નથી.
આવી મહિલાઓ પાણીપુરીની એટલી વ્યસની હોય છે કે જ્યારે પાણીપુરીવાળો વ્યક્તિ નંબર આવે એમ લોકોને ખવડાવતો હોય છે, ત્યારે મહિલાઓ તેમના પાડોશીઓના નંબરમાં પણ તેમની પ્લેટ આગળ કરે છે. કહેવાય છે ને પ્યાર ઓર જંગમેં સબકુછ જાયજ હૈ, તેથી જો તમને પાણીપુરીથી પ્રેમ છે તો તમે આવું કરી શકો છો તેમાં કઈ નવી વાત નથી.
વધારાની પકોડી મફત માંગવાવળી પકોડી કવીન : કેટલીક મહિલાઓ પાણીપુરી ખાધા પછી રાહ જુએ છે કે પાણીપુરીવાળો વ્યક્તિ તેમને મફતમાં કોળી પકોડી આપશે. પણ ઘણી મહિલાઓ એક કોળી પકોડીથી પોતાનું દિલ નથી ભરી શકતી અને તેઓ એકને બદલે બે કોળી પકોડી મફતમાં ખાય છે.
ક્યારેક પાણીપુરી વ્યક્તિ ના પાડે પછી પણ તે કોઈ પણ શરમ વગર બીજી પકોડી ખાવાની વિનંતી કરતી હોય છે. આવી સ્ત્રીઓને મફત પકોડી ખાવાના સો બહાના હોય છે. ઉદાહરણ તરીકે, નાની પકોડી ખવડાવી હતી એટલે એક વધારાની કોળી પકોડી જોઈએ, પકોડી તૂટેલી હતી તેથી વધારાની કોળી પકોડી જોઈએ અમારે. તે વધારે તીખી હતી, તેથી કોળી પકોડી જોઈએ છે.
જે 10 રૂપિયાની પ્લેટમાં 10 વાટકી પાણી પીવાવાળી સ્ત્રીઓ : લગભગ બધી જ પકોડી વ્યસની મહિલાઓ આવું જ કરે છે. ભલે તમે 10 રૂપિયામાં 4 પાણીપુરી ખાધી હોય પણ પાણી પીવા માટે પોતાનો વાટકો 10 વખત આગળ કરી દેતી હોય છે.
ઘણી વાર પાણીપુરીવાળા ભાઈએ તેમને ના પાડવી પડે છે, તેમ છતાં આ મહિલાઓને કોઈ ફર્ક પડતો નથી. મજા તો ત્યારે આવે છે જ્યારે આ મહિલાઓ 10 રૂપિયાની પ્લેટ પણ વહેંચે છે અને 2-2 પકોડી ખાધા પછી તેઓ બહુ વધારે પાણી પી જાય છે.
આરોગ્યને ધ્યાન રાખવાવાળી : ઘણી મહિલાઓ એવી હોય છે જેમને પકોડી ખાવી તો બહુ ગમે છે, પણ જ્યારે તે પકોડી ખાવા માટે બહાર જાય છે ત્યારે તેને ખાતા પહેલા ઘણી બધી વાતો પકોડી બનાવાવાળાને પૂછી લે છે. ઉદાહરણ તરીકે: બટાકા તાજા કે નહિ, તમે માત્ર ફિલ્ટર કરેલા પાણીનો ઉપયોગ કરો છો ને,
પાણીમાં રંગ તો મિક્સ નથી કર્યો ને, તમે બરફ ક્યાંથી લાવીને નાખો છો, પાણીપુરીઓ કયા તેલમાં તળેલી છે, પુરીઓ ક્રિસ્પી છે કે નહીં? બાપ રે બાપ, આટલા બધા પ્રશ્નો છે અને સ્વચ્છતા માટે આટલી કાળજી છે તો ઘરે જ પાણીપુરી કેમ નથી બનાવતી આવી સ્ત્રીઓ.
દવાને બદલે પકોડી ખાવાવાળી : તે ખૂબ જ રસપ્રદ વાત છે કે કેટલીક મહિલાઓ પેટના દુખાવા, એસિડિટી અથવા ગેસના દુખાવા માટે દવા લેવાને બદલે પાણીપુરી ખાવાનું પસંદ કરતી હોય છે. શક્ય છે કે તમે તમારા જ ઘરમાં એવી સ્ત્રી જોઈ હશે જે બીમાર હોય ત્યારે મો માં ખરાબ સ્વાદ હોય, એમ બહાનું કાઢીને પકોડી ખાઈ લે છે. કદાચ તમે પણ આવું ક્યારેક કર્યું હશે.
તીખી ખાવાવાળી : કેટલીક સ્ત્રીઓને તીખી પકોડી ખાવાનું વધારે પસંદ કરે છે અને જ્યારે તેઓ પકોડી ખાવા જાય, ત્યારે તેઓ મસાલેદાર અને તીખી પકોડી ખાવાનું પણ પસંદ કરે છે. પણ તીખું ખાવાના ચક્કરમાં આવી મહિલાઓના ચહેરાનો રંગ ઊડી જાય છે. આંખો અને નાકમાંથી પાણી વહેવા લાગે છે અને મોમાંથી સી સી સીનો અવાજ આવવા લાગે છે, પણ તીખી પકોડી ખાવા પ્રત્યેનો તેમનો લગાવ સહેજ પણ ઓછો થતો નથી.
જુદી જુદી ફ્લેવરવાળી પકોડી ની રાણીઓ : કેટલીક મહિલાઓ પકોડીની સાથે પણ એક્સપરિમેન્ટ કરવાનું પણ પસંદ કરે છે અને તે અલગ અલગ ફિલિંગ સાથે પકોડી ખાય છે પણ અમે એમ કહીશું કે જો બટાકા અને પાણી ના હોય તો પકોડી, પકોડી નથી લાગતી.
ધીરે ધીરે ખાવાવાળી : ઘણી મહિલાઓ ધીરે ધીરે અને વિચાર કરીને પકોડી ખાય છે. તેમને માત્ર 4 પકોઢી ખાતા 10 મિનિટ લાગી જાય છે. આવી મહિલાઓ દરેક પકોડી પછી બોલ્યા કરતી હોય છે, ‘તમે આટલી ઝડપથી કેમ ખવડાવો છો, તમે ધીમે ધીમે ખવડાવતા નથી ને’ વગેરે વગેરે .
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.