palak menduvada recipe gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

હેલ્લો દોસ્તો, આજે આપણે બનાવિશુ પાલક મેંદુવડા, જે ખાવામાં એકદમ સરસ લાગે છે. જે તમે બાળકોને સવારે નાસ્તામાં કે ટિફિન માં અથવા તો તમે સાંજે નાસ્તા માં આપી શકો છો. તો ચાલો જોઈ લઈએ પાલક મેંદુવડા કેવી રીતે બનાવી શકાય. જો તમને અમારી રેસિપી પસંદ આવે તો તમારાં મિત્રો સાથે શેર કરવાનું ભુલતા નહીં.

  • સામગ્રી : ૧ કપ અડદની દાળ
  • ૨ કપ સમારેલી પાલક
  • ૧ ડુંગળી
  • ૨ ઇંચ આદું
  • મીઠું
  • ૪-૫ લીલા મરચા
  • સમારેલ કોથમીર
  • તેલ તળવા

palak menduvada recipe gujarati

રીત :

  • સૌ પ્રથમ અડદની દાળને એક કલાક પલાળી લેવી.
  • પછી પાણી નીતારી લીસું પીસી લેવું.
  • હવે તેમાં પાલક, કોથમીર, લીલા મરચા, આદુનું છીણ, મીઠું, ડુંગળી ઉમેરી બરાબર મિક્ષ કરી લેવું.
  • હવે એક બાઉલમાં પાણી ભરી બાજુમાં રાખવું, હાથ ભીનો કરી ખીરામાંથી મીડીયમ લુવો થાય તેટલું ખીરું લેવું.
  • બીજા હાથમાં પ્લાસ્ટિક શીટ લઇ તેના પર વડા જેવું ફ્લેટ કરીને આંગળીની મદદથી વચ્ચે કાણું કરી શીટને બીજા હાથમાં પલટાવી હાથેથી વડાને તેલમાં મુકવું. અથવા પ્લાસ્ટિક શીટની બદલે તવેથાને ભીનો કરી તેના પર વડા જેવું ફ્લેટ કરી વચ્ચે કાણું કરી તેલમાં હળવેકથી મુકવું.
  • મીડીયમ તાપે ગોલ્ડન થાય ત્યાંસુધી તળવા.
  • સંભાર અને નાળીયેરની ચટણી જોડે સર્વ કરશું.
  • તો તૈયાર છે પાલક મેંદુવડા.

One reply on “પૌષ્ટિક પાલક મેંદુવડા બનાવાની સૌથી સરળ રીત”