કિસમિસ ખાવાના ફાયદા: કિસમિસ એક પ્રકારના સૂકામેવામાં ગણાય છે તે દ્રાક્ષમાંથી સૂકવીને બનાવવામાં આવે છે તેમાં એ બધા જ ગુણો હોય છે જે દ્રાક્ષમાં હોય છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી હોય છે. કિસમિસમાં ભરપૂર પ્રમાણમાં આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફાઇબર હોય છે.
કિસમિસ નો ઉપયોગ મુખ્ય રીતે મીઠાઈ, ખીર અને અન્ય વસ્તુઓ સજાવવા માટે કરવામાં આવે છે. જો કિસમિસને આખી રાત પાણીમાં પલાળીને સવારે ખાલી પેટે ખાવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. હેલ્થ નિષ્ણાતોનું માનવું છે કે કિસને પાણીમાં પલાળી પછી જ ખાવી જોઈએ. આવું કરવાથી કિસમિસ માં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ અને ન્યૂટ્રિઅન્ટ્સ નું પ્રમાણ વધે છે.
1) પાચનતંત્ર ને સુવ્યવસ્થિત કરે: કિસમિસમાં વિપુલ પ્રમાણમાં ફાઈબર રહેલું છે પાચનની સમસ્યા માં સુધારો કરવા માટે બેથી ચાર કિસ કિસમિસ ને રાતભર પાણીમાં પલાળી રાખો. પછી સવારે ખાઈ લેવાની અને વધેલુ પાણી પણ પી જવાનું. આમ કરવાથી તમારા પાચનતંત્ર ની સમસ્યાઓ ખૂબ ટૂંકા જ સમયમાં હલ થઈ જશે. અને તમારું પાચનતંત્ર એકદમ સુવ્યવસ્થિત કાર્ય કરશે.
૨) બ્લડપ્રેશર નોર્મલ: બ્લડપ્રેશરને નોર્મલ કરવા માટે પણ કિસમિસ ખૂબ જ ઉપયોગી છે. કિસમિસને આખી રાત પાણીમાં પલાળી સવારે ખાવાથી બ્લડપ્રેશર નોર્મલ થાય છે. હકીકતમાં આ કેસમાં હાજર પોટેશિયમ શરીરમાં રહેલા મીઠાની માત્રાને સંતુલિત કરીને શરીરમાં લોહીના દબાણને એટલે કે બ્લડ પ્રેશરને સંતુલિત કરવામાં ખૂબ જ મદદ કરે .
૩) રોગ પ્રતિકારક શક્તિ વધારવા : કિસમિસ મા બધાં જ પોષક તત્વો જોવા મળે છે. જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં સહાયક સાબિત થાય છે. શિયાળાની મોસમમાં રોજ કિસ નો ઉપયોગ કરીને શરીરમાં થતાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન થી બચાવ કરી શકાય છે.
૪) હાડકાને મજબૂત કરવા અને હાડકાના રોગોને દૂર કરવા: બોરોન જે હાડકાંને મજબૂત બનાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તે કિસમિસમાં પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. સાથે સાથે કિસમિસમાં કેલ્શિયમ પણ જોવા મળે છે. જે હાડકાની મજબૂતી માટે ખૂબ જ જરૂરી છે. પાણીમાં પલાળેલી કિસમિસ માં મળેલ પોષક તત્વો શરીરને ખૂબ જ ફાયદો કરે છે.
૫) વજન ઓછું કરવા: કિસમિસમાં કુદરતી ખાંડ રહેલી હોય છે. તે મીઠાસ છે. મીઠી વસ્તુ ખાવાની આદત હોય તેને કિસમિસ ખાવાથી રાહત મળે છે અને કેલરી પણ વધતી નથી. તે લોહીમાં સુગરનું આ સ્થળને નિયંત્રણમાં રાખે છે અને વજન ઘટાડવા માટે પણ ફાયદાકારક છે.
૬) લીવરના ઇન્ફેક્શનને ઠીક કરે: તમામ પ્રકારના સૂકા ફળ મા કિસમિસ એવું ફળ છે જે શરીરમાંથી ઝેરી કચરાને બહાર કાઢવામાં મદદ કરે છે અને સાથે-સાથે લીવરમાં તથા ઇન્ફેક્શનને પણ દૂર કરે છે.
૭) હૃદય માટે ફાયદાકારક: ફાઇબર અને જરૂરી પોષક તત્વોથી ભરપૂર કિસમિસ શરીરમાં જમા થયેલા કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડે છે. જેના કારણે વ્યક્તિ હૃદય રોગનું જોખમ નથી પણ દૂર રહે છે.
૮) લોહીની ઉણપને દુર કરે: શરીરમાં લાલ રક્ત કોષો બનાવવા માટે આયર્ન સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કિસમિસ મા પુષ્કળ પ્રમાણમાં આયર્ન રહેલું છે દરરોજ પાણીમાં પલાળેલી કિસમિસ ખાવાથી શરીરમાં લોહીની કમી દૂર થાય છે.
૯) આંખોની રોશની વધારવા માટે: એન્ટિઓક્સિડન્ટ વિટામિન એ અને બિટા કેરોટિન કિસમિસમાં લગભગ બધા જ પ્રકારના પોષક તત્વો જોવા મળે છે. જે આંખો માટે જરૂર છે. આથી પલાળેલી ખાવાથી આંખોની રોશની વધે છે.