આપણી આસપાસ એવા હજારો ફૂલો રહેલા છે, જેનો પ્રાચીન કાળથી લઈને આજ સુધી ઔષધી તરીકે ઉપયોગ થાય છે. આ હજારો ફૂલોમાં ગુલાબ, મેરીગોલ્ડ, જાસ્મીન, કમલ, જાસુદ, વગેરેનો સમાવેશ થાય છે. પરંતુ, અહીંયા તમને એક એવા ફૂલ વિષે જણાવીશું કે જે કદાચ, તમે તેનું નામ પહેલા ક્યાંય સાંભળ્યું નહીં હોય.
પરંતુ, આ ભારતીય ચિકિત્સાશાસ્ત્રમાં આજે પણ આ ફૂલ નો ઉપયોગ ઘણા રોગોને દૂર કરવા માટે થાય છે. તો આ ફૂલનું નામ છે “પલાશના ફૂલ”. જો તમે આ ફૂલના ફાયદા વિશે જાણતા નથી, તો આ માહિતીમાં અમે તમને તેના કેટલાક શ્રેષ્ઠ ફાયદાઓ વિશે જણાવીશું.
આ ફાયદા જાણીને તમે પણ તેને તમારી દિનચર્યામાં પણ સામેલ કરી શકો છો, તો ચાલો જાણીએ તેના ફાયદા વિષે. 1) પેટની સમસ્યામાં ફાયદાકારક: આજકાલ બદલાતી જીવનશૈલી અને ખોટા ખોરાકને કારણે દરેક વ્યક્તિ પેટની સમસ્યાથી પરેશાન છે. આ યાદીમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે.
વધુ તળેલું ખોરાક અથવા ફાસ્ટ ફૂડ વગેરેનું સેવન પણ પેટની સમસ્યાનું કારણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં, જો તમે પણ પેટની સમસ્યાથી પરેશાન છો, તો પલાશનું ફૂલ તમારી મદદ કરી શકે છે. તેના સેવનથી પેટ સંબંધી બીમારીઓથી પણ રાહત મળે છે. પેટ સાફ રાખવામાં પણ પલાશના ફૂલ તમને મદદ કરી શકે છે.
2) તાવ માટે ફાયદાકારક: અત્યારના સમયમાં વૃક્ષો વધુ પ્રણામનાં કપાઈ રહ્યા છે જેથી પ્રદુષણ માં વધારો થયો છે. પ્રદુષણ વધવાને કારણે વાતાવરણમાં પણ ઘણો ફેરફાર જોવા મળે છે. બદલાતા હવામાનમાં ક્યારેક જોરદાર તડકો પડે છે તો ક્યારેક અચાનક જ વરસાદ શરૂ થઈ જાય છે. આવા વાતાવરણમાં શરદી, ખાંસી અને તાવ આવવાની ફરિયાદોમાં વધારો થાય છે.
આવી સ્થિતિમાં પલાશના ફૂલ તમને આ સમસ્યાથી દૂર રાખવામાં મદદ કરી શકે છે. આ સિવાય પલાશના ફૂલ તમને શરીરમાં વાયરસ કે બેક્ટેરિયાથી થતા કોઈપણ પ્રકારના ઈન્ફેક્શનથી પણ દૂર રાખવામાં મદદ કરી શકે છે. ખાસ કરીને ક્રોનિક તાવમાં પણ મદદ કરી શકે છે.
3) દાદરમાં પલાશનો ઉપયોગ: વરસાદની મોસમમાં દાદર થવું એ એક સામાન્ય ઘટના છે. તે મુખ્યત્વે ફૂગના કારણે થતો ચેપ છે. દાદર શરીરના કોઈપણ ભાગ પર થઈ શકે છે. આવી સ્થિતિમાં, તમે આ સમસ્યાને દૂર કરવા માટે પલાશનો ઉપયોગ કરી શકો છો.
પલાશના ઝાડનો રસ દાદની અસરને ઘટાડે છે, જેના કારણે તે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સિવાય તેમાં એન્ટી ફંગલ ગુણ પણ જોવા મળે છે, જે તમને મદદ કરી શકે છે.
હવે જાણીએ કે પલાશનો ઉપયોગ કેવી રીતે કરવો: તમે પલાશના ફૂલોનો પાવડર બનાવીને તાવ વગેરેમાં ઉપયોગ કરી શકો છો. આ સિવાય આ ફૂલના ઝાડની છાલને રાતભર પાણીમાં પલાળી રાખીને સવારે તેનું સેવન કરી શકાય છે. આ માટે આ ફૂલના બીજને સરસવના તેલમાં ગરમ કરીને તેલની માલિશ કરી શકાય છે. તેનાથી શરીરને આરામ મળે છે.
તમને અમારી માહિતી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.