paneer jaipuri
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

તમે પનીર થી બનતી ઘણી બઘી વાનગી ઓ ખાધી હસે, પણ શું તમે પનીર જયપુરી રેસિપી ખાધી છે? આજે અમે તમારી સાથે એકદમ નવી રીતે બજાર જેવી પનીર જયપુરી ઘરે કેવી રીતે બનાવી શકાય તે વિશે જણાવીશું, જો રેસિપી સારી લાગે તો લાઇક અને શેર કરવાનુ ભુલતા નહીં.

સામગ્રી :

  • ૨ ચમચા ઘી
  • ૧ ચમચી જીરું
  • ૧ તમાલપત્ર
  • ૧/૨ ચમચી હળદર
  • ૧-૨ ચમચી લાલ મરચું
  • ૩ ચમચી આખા ધાણા
  • ૧૦-૧૨ નંગ કાજુ
  • ૨ નંગ લાંબુ સુધારેલ લીલું મરચું
  • ૧ વાટકી ડુંગળી
  • ૧ વાટકી ટમેટા
  • ૧ વાટકી ટમેટાની પ્યોરી
  • ૬-૭ કલી લસણ
  • ૧.૫ ઇંચ આદુ
  • ૨ ચમચી ગરમમસાલો
  • ૧ વાટકી કેપ્સીકમ
  • ૧ વાટકી ગાજર
  • ૧ વાટકી ગ્રીન બીન્સ
  • ૧ વાટકી લીલા વટાણા
  • ૧૦૦ ગ્રામ પનીર
  • મીઠું
  • ૧ ચમચો મલાઈ
  • ૩/૪ વાટકી પાણી

paneer jaipuri

બનાવવાની રીત :

  1. સૌ પ્રથમ બધા શાક (બીન્સ,ગાજર,કેપ્સીકમ) ધોઈ મીડીયમ સાઈઝમાં કાપી લેવા.
  2. એક વાસણમાં પાણી લઇ તેમાં બીન્સ, ગાજર, વટાણાને પારબોઈલ કરી નીતરી લેવા, જો વધારે કૂક થઇ ગયા હોય એમ લાગે તો ઠંડું પાણી રેડી ધોઈ લેવા.
  3. એક કડાઈમાં એક ચમચા જેટલું ઘી લઇ તેમાં તમાલપત્ર, આખા ધાણા, કાજુ અને લીલા મરચાની ચીરીઓ નાખી ૧૦-૨૦ sec માટે સાંતળો.
  4. થોડું ઠંડુ થઇ એટલે તમાલપત્રને તે કડાઈમાં જ રાખી કાજુ, ધાણા, મરચાને મિક્ષર જારમાં લઇ પેસ્ટ બનાવી લેવી.
  5. તે જ કડાઈમાં બીજું ઘી લઇ તેમાં જીરું નાખી પછી ડુંગળી,આદુ લસણની પેસ્ટ મિક્ષ કરવી.
  6. ડુંગળી સંતળાય જાય એટલે તેમાં ટમેટા મિક્ષ કરવા.
  7. ટમેટા ગળવા લાગે એટલે તેમાં હળદર, ગરમ મસાલો મિક્ષ કરવો.
  8. હવે તેમાં પારબોઈલ કરેલ ગાજર, બીન્સ, વટાણા અને કેપ્સીકમ મિક્ષ કરવું.
  9. પછી આગળ બનાવેલ પેસ્ટ (કાજુ, ધાણા, મરચાની), લાલ મરચું, ધાણાજીરું, મીઠું મિક્ષ કરવું.
  10. બરાબર મિક્ષ કરી તેમાં ટમેટો પ્યોરી ઉમેરીને હલાવી જરૂર મુજબ પાણી મિક્ષ કરવું.
  11. ત્યારબાદ પનીરના નાના ટુકડા ઉમેરી મિક્ષ કરી પછી તેમાં મલાઈ ઉમેરવી.
  12. હવે ૧ મિનીટ માટે ગેસ પર રાખી ગેસ બંધ કરી દેવો.
  13. કોથમીર, ડુંગળી, ટમેટા અને પનીર છીણી ગાર્નીશ કરી પરાઠા, નાન, રોટી જોડે સર્વ કરવું.
  14. તો તૈયાર છે ગરમા ગરમ પનીર જયપુરી.

નોંધ લેવી:

  1. શાક ગમે તે વધઘટ કરી શકાય.
  2. ટમેટાની પ્યોરી ટમેટા નાખ્યા બાદ પણ ઉમેરી શકાય.
  3. પનીર નાખ્યા વગર “વેજ. જયપુરી” બનાવી શકાય.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા