paneer paratha recipe in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

સામગ્રી

  • ઘઉંનો લોટ – 2 કપ
  • છીણેલું પનીર – 100 ગ્રામ
  • સૂકું દહીં – 1/2 કપ
  • સમારેલી ડુંગળી – 1
  • બેસન – 2 ચમચી
  • ઘી – 2 ચમચી
  • જીણા સમારેલા લીલા મરચા – 2 નંગ
  • હળદર – 1 ચમચી
  • આદુની પેસ્ટ – 1 ચમચી
  • ધાણાજીરું – 1/2 ચમચી
  • જીરું – 1/2 ચમચી
  • સ્વાદ અનુસાર મીઠું

બનાવવાની રીત

સૌપ્રથમ એક મોટા બાઉલ લો. તેમાં ઘઉંનો લોટ નાખો અને તેમાં સ્વાદ મુજબ મીઠું અને થોડુ પાણી નાખીને લોટ બાંધી લો. કણક બંધાઈ ગયા પછી લોટને 10 મિનિટ સુધી સેટ થવા માટે રાખો.

હવે ગેસ પર એક પેન મુકો. હવે તેમાં ઘી નાખો, ઘી ઓગળ્યા પછી તેમાં જીરું નાખો અને તેને ફ્રાય કરો, ત્યાર બાદ તેમાં આદુની પેસ્ટ અને ઝીણી સમારેલી ડુંગળી નાખીને સારી રીતે ફ્રાય કરો.

ડુંગળી સોનેરી રંગની થઈ જાય પછી તેમાં હળદર, લીલા મરચાં, ધાણાજીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું નાખીને મસાલાને સારી રીતે મિક્સ કરી લો, મસાલા શેક્યા પછી તેમાં ચણાનો લોટ નાખીને મિક્ષ કરી લો.

મસાલાને સારી રીતે મિક્સ કર્યા પછી, તેમાં છીણેલું પનીર, લીલી કોથમીર નાખીને સારી રીતે મિક્સ કરી લો. તો તમારા પરાઠા માટેનું સ્ટફિંગ તૈયાર છે. હવે આ સ્ટફિંગને ઠંડુ થયા પછી તેમાં દહીં ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો

હવે તમારા ગૂંથેલા કણકની એક લોઈ લો અને તેને ગોળ ગોળ વણીને તેમાં સ્ટફિંગ સારી રીતે ભરો અને તેને રોટલીની જેમ ધીરે ધીરે વણી લો. બધા પરાઠાને આ રીતે વણી લો. પછી, મધ્યમ તાપ પર તવાને ચારે બાજુ તેલથી ગ્રીસ કરીને પરાઠાને સારી રીતે શેકી લો.

બધા પરાઠાને આ રીતે શેકી લો. હવે તમારા પરાઠા ચટણી, મસાલા દહીં સાથે સર્વ કરવા માટે તૈયાર છે. જો તમને પનીર પરાઠાની રેસિપી ગમી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

આ પણ વાંચો:

મસાલા પરાઠા બનાવવાની રીત

પરાઠા બનાવતી વખતે લોટમાં ઉમેરો આ 3 વસ્તુઓ, પરાઠા આખો દિવસ સોફ્ટ રહેશે, જાણો મહત્વની 5 ટિપ્સ

દરરોજ સવારે ચા અને પરાઠા ખાવાનો શોખ હોય તો તબિયત બગાડી શકે છે

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા