આજના સમયમાં પણ દિલ્હી, મુંબઈ, ઉત્તર પ્રદેશ જેવા મોટા રાજ્યોમાં નહાવા અને કપડાં ધોવા માટે અને પીવા માટે અલગ પાણી આપવામાં આવે છે. નહાવા માટે તો ઠીક છે પણ, આ રાજ્યોમાં લાખો લોકો પીવાનું પાણી ઘરે સંગ્રહ કરે છે અને સમય પર તેનો ઉપયોગ કરે છે.
એવામાં પાણીનો સંગ્રહ કરવો અને તેનો ઉપયોગ કોઈ પણ રીતે નુકસાનકારક સાબિત થઇ શકે છે. આ સ્થિતિમાં પીવાનું પાણી કેવી રીતે સંગ્રહિત કરવું, જેથી આરોગ્યને કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય. આજે આ લેખમાં આયુર્વેદ મુજબ પાણીનો સંગ્રહ કેવી રીતે કરવો તે વિશે જાણીશું.
માટલું : એવું કહેવામાં આવે છે કે ‘જો તમને પાણીની બે બોટલથી પણ તરસ ના છીપાય, તો પછી ઘડામાંથી એકથી બે ગ્લાસ પાણી પી જાણો, ખરેખર ઘડાનું પાણી તરસ છીપાવશે અને શરીરના તમામ રોગોને પણ દૂર કરી શકે છે.
આયુર્વેદમાં પાણીનો સંગ્રહ કરવાની શ્રેષ્ઠ રીત માટીનો ઘડો છે. માટીનું વાસણ બીજા વાસણો કરતાં વધારે સારું છે અને તેમાંથી પાણી પીવું ફાયદાકારક હોઈ શકે છે.
માટીના વાસણનું પાણી પીવાના ફાયદા : માટીના વાસણમાં પાણી સ્ટોર કરવાની સાથે તેના ફાયદા પણ ઘણા છે. માટીના ઘડામાંથી પાણી પીવાથી પેટમાં ગેસની સમસ્યાથી લઈને ત્વચાની સમસ્યાને સરળતાથી દૂર કરી શકાય છે. ઘડાનું પાણી પીવાથી પાચનતંત્ર સારું રહે છે. માટીના નવા ઘડા કરતાં જૂની રીતે બનાવેલા માટલાઓ વધારે સારા હોય છે. આ સિવાય ઘડામાંથી પાણી કાઢ્યા પછી ઢાંકણાને બંધ કરવું પણ ખૂબ જ જરૂરી છે.
તાંબાના વાસણમાં પાણીનો સંગ્રહ કરો : માટીના ઘડા સિવાય તમે તાંબાના વાસણમાં પણ પાણીનો સંગ્રહ કરી શકો છો. તાંબાના વાસણમાં સંગ્રહિત કરેલું પાણી પીવાથી પેટ ઠંડુ રહે છે અને કોઇપણ પ્રકારની સમસ્યા થતી નથી. જોકે તમે પેઢામાં દુખાવાથી પરેશાન છો તો પછી આ પાણીના સેવન થી બચવું જોઈએ. ઉપરાંત, જેમાં તમે પાણીનો સંગ્રહ કરી રહ્યા છો તે તાંબાના વાસણમાં કોઈ પણ પ્રકારની વસ્તુ ગરમ ના કરો.
માટી અને તાંબાના વાસણનો આકાર કેવો હોવો જોઈએ? માટીના વાસણ અને તાંબાના વાસણોમાં પાણીનો સંગ્રહ કરવો એ કઈ સમજદાર નથી, પણ તેનો આકાર કેવો હોવો જોઈએ તેના પર પણ ઘણું નિર્ભર કરે છે. આયુર્વેદ અનુસાર હંમેશા પાણી સંગ્રહ કરવા માટે ગોળ વાસણોનો ઉપયોગ કરવો જોઈએ.