પાણીપુરી ખાવાની મજા ત્યારે જ આવે જ્યારે તેનું પાણી અને તેમાં ભરવામાં આવતો બટાકાનો મસાલો તીખો અને ચટપટો હોય. ઘણી જગ્યાએ, ફક્ત બટાકાને જ મેશ કરીને મસાલો બનાવે છે અને કેટલાક લોકો ચણાબટાકા મિક્સ કરે છે.
તેમાં ડુંગળી, મીઠું, મરચું, જીરું પાઉડર અને લીંબુ નાખીને મસાલેદાર મસાલો બનાવવામાં આવે છે. પાણીપુરીનો સ્વાદ આ મસાલાને કારણે જ બમણો થઈ જાય છે. જો કે બટાકાને મસાલાને બનાવવો એકદમ સરળ છે.
હવે જયારે પણ તમે ઘરે પાણીપુરી બનાવો ત્યારે આ મસાલેદાર અને તીખો મસાલો ચોક્કસ બનાવો. તેનાથી તમારી પાણીપુરી એકદમ જબરજસ્ત લાગશે. આ મસાલા કેવી રીતે તૈયાર કરવા તો ચાલો જાણીયે તેને બનાવવાની રીત.
સામગ્રી : 5-6 બટાકા, 1/2 ચણા, 1 મીડીયમ કદની ડુંગળી ઝીણી સમારેલી, 1/2 ટીસ્પૂન શેકેલું જીરું પાવડર, 1 ચમચી આમચૂર પાવડર, 2 લીલા મરચા (બારીક સમારેલા), 1/2 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી સંચળ, 1 ચમચી લીંબુનો રસ, 1/2 ચમચી સફેદ મીઠું, 2 ચમચી લીલી ચટણી, 1 ચમચી સરસવનું તેલ, 1 ચમચી લીલી કોથમીર ઝીણી સમારેલી.
મસાલો કેવી રીતે બનાવવો : મસાલો બનાવવા માટે પહેલા તમે બટાકાને બાફી લો. બટાકા બાફ્યા પછી તમે ચણાને પણ બાફી લો. એક મિક્સિંગ બાઉલ લો. તેમાં બટાકાને છોલીને તેના બે ટુકડા કરી લો. પછી તેમાં બાફેલા ચણા નાખો અને મિક્સ કરો.
હવે તેમાં જીણી સમારેલી ડુંગળી, જીરું પાવડર, આમચૂર પાવડર, જીણું સમારેલ લીલું મરચું, લાલ મરચું પાવડર, સંચળ અને સફેદ મીઠું, લીંબુનો રસ અને લીલી ચટણી નાખીને હાથથી બરાબર મેશ કરીને મિક્સ કરી લો.
જો તમે ઇચ્છો તો ગેસ થોડું સરસોનું તેલ ગરમ કરીને મસાલા પર રેડી શકો છો. આ તમારા મસાલામાં એક અલગ નવો સ્વાદ ઉમેરશે અને સ્વાદિષ્ટ લાગશે. છેલ્લે તેમાં ઝીણી સમારેલી લીલી કોથમીર ઉમેરો અને બધી વસ્તુઓને મિક્સ કરો. તૈયાર છે મસાલેદાર વટાણા અને બટાકાનો મસાલો.