pani puri ni puri banavani rit
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

પાણીપુરીની પુરી એક એવી વસ્તુ છે કે તેને જોઈને મોંમાં પાણી આવી જાય છે અને એકવાર ખાવાનું શરૂ કરો તો પેટ ભરાઈ ગયા પછી પણ મન નથી ભરાતું કારણ કે તે ભારતનું સૌથી પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે.

પરંતુ ઘણા લોકોએ કોરોના પછી બજારમાં પાણીપુરી ખાવાનું ઓછું કરી દીધું છે તો હવે ઘણા લોકો પુરી ઘરે બનવાનો પ્રયત્ન કરે છે પરંતુ તે બહારની જેવી ઘરે પુરી બનાવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કોઈને ફુલતી નથી તો કોઈને બહુ સોફ્ટ બને છે. તો આવી સ્થિતિમાં પાણીપુરી ખાવાની બધી મજા ખરાબ થઇ જાય છે.

તો આવો આજે અમે તમને બજારમાં મળે તેવી ફૂલેલી અને ક્રન્ચી પાણીપુરીની પુરી કેવી રીતે બનાવી શકાય તેની રીત પણ જણાવીશું. આ સાથે અમે તમને પુરી બનાવવાની કેટલીક સરળ ટિપ્સ પણ જણાવીશું, જેને તમે પણ અજમાવી શકો છો.

પુરી બનશે ક્રિસ્પી : જો તમે પૂરીને ક્રિસ્પી બનાવવા માંગતા હોવ તો આ ટિપ્સ તમારા માટે ખુબ ઉપયોગી છે. આ માટે કણક બંધાતી વખતે થોડી સોજી ઉમેરો. આમ કરવાથી પુરી એકદમ ક્રન્ચી બનશે અને પુરીની કણક બાંધવામાં પણ મદદ કરે છે.

કણકને કઠણ ગૂંદો : પુરી ફૂલેલી બનાવવા માટે લોટ બંધાતી વખતે એલુ ખાસ ધ્યાન રાખો કે પુરીનો લોટ થોડો કડક હોવો જોઈએ. જો કણક ઢીલી થઇ જશે તો પુરી બરાબર ફુલશે નહીં અને ક્રન્ચી પણ નહીં બને.

કણકને બાંધી લીધા પછી સેટ થવા માટે રાખો : ધ્યાન રાખો કે કણકને બાંધી લીધા પછી તરત જ પુરી ના બનાવો. ખાતરી કરો કે તમે પુરી વણતા પહેલા કણકને થોડો સમય રેસ્ટ જરૂર આપો. તેમજ લોટ બંધાતી વખતે થોડું તેલ જરૂર ઉમેરો. આ રીતે તમારી પુરી પરફેક્ટ બનશે.

કણકને ભીના કપડાથી ઢાંકી દો : કણક ગૂંથ્યા પછી જ્યારે તમે તેની લોઈ બનાવો છો ત્યારે તેને થોડી વાર ભીના કપડાથી ઢાંકીને રાખો અને પછી તેને તળો. આ ટિપ્સ ફોલો કરશો છો તો તમારી પુરી પણ બજાર જેવી પરફેક્ટ બનશે.

પુરી બનાવવા માટે સામગ્રી : સોજી 1 કપ, મૈંદા લોટ 1 ચમચી, હીંગ 1/3, સોડા 1 ચપટી, મીઠું સ્વાદ અનુસાર, તેલ પુરી તળવા માટે.

પુરી બનાવવાની રીત : એક બાઉલમાં બધી સામગ્રી નાખીને રોટલી કરતા કડક કણક બાંધો.
કણક બાંધી લીધા પછી થોડી વાર સેટ થવા માટે રહેવા દો. હવે ગુલ્લાં કરીને પુરી વણી લો અને તેને તળતા પહેલા 5 થી 6 મિનિટ સુધી રાખો, તેને ભીના કપડાથી ઢાંકી દો.

હવે કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે પુરી તળવા માટે નાખો. પુરી ફૂલવા લાગે પછી તમે આંચ ધીમી કરો. હવે તેને બહાર કાઢીને ઠંડી થવા દો. તમારું ક્રિસ્પી પાણીપુરીની પુરી બનીને તૈયાર છે. હવે તેને મસાલો ભરીને પાણી સાથે સર્વ કરો. જો તમને રેસિપી ગમી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા