પાણીપુરી એક એવી વસ્તુ છે કે જેને જોતા જ મોંમાં પાણી આવી જાય છે અને એકવાર ખાવાનું શરૂ કરો તો મન નથી ભરતું કારણ કે તે ભારતનું સૌથી પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે અને મહિલાઓને કેટલું પસંદ છે એ તો તમે જાણો જ છો.
તમે પણ બજારમાં પાણીપુરી ખાવા માટે તલપાપડ થતા હશો પણ ઘરે હંમેશા કહેતા હોય છે કે બજારમાં પાણીપુરી ખાધા વગર ઘરે બનાવીને ખાઓ, જે તમારા માટે હેલ્દી રહેશે. તમે ઘણી વખત ઘરે પાણીપુરી બનાવવાની કોશિશ તો કરી જ હશે, પરંતુ તે બજારની જેમ સ્વાદિષ્ટ અને ચટાકેદાર નહીં બની હોય.
કેટલાક લોકોને પાણીપુરીની પુરી બનાવવામાં ઘણી મુશ્કેલી થાય છે. ઘણા લોકોને પુરી ફુલતી નથી અને કેટલાક લોકોને બહુ નરમ થઈ જાય છે. તો જયારે આવું થાય ત્યારે પાણીપુરીની બધી જ મજા બગડી જાય છે.
તો આવો આજે અમે તમને જણાવીએ કે કેવી રીતે બહારની જેમ પુરી ઘરે બનાવી શકાય. આ સાથે અમે રેસિપીની જોડે તમારી સાથે તેને બનાવવાની કેટલીક સરળ ટિપ્સ પણ શેર કરીશું જે તમે પણ ફોલો કરી શકો છો.
પુરી ક્રિસ્પી બનશે : જો તમે પુરી ક્રિસ્પી બનાવવા માંગતા હોય તો આ ટિપ્સનો ઉપયોગ કરો. આ માટે કણક ગૂંથતી વખતે તેમાં થોડો સોજી ઉમેરો. આમ કરવાથી પુરી વધારે ક્રન્ચી બને છે અને સોજી કણક બાંધવામાં મદદ કરે છે.
કણકને સખ્ત ગૂંદો : પુરી ફુલેલી બનાવવા માટે લોટ ગૂંથતી વખતે ખાસ ધ્યાન રાખવું કે પુરીનો લોટ થોડો કઠણ હોય. જો કણક પાતળી અથવા ઢીલી બંધાઈ ગઈ હોય તો પુરી બરાબર રીતે નહિ ફૂલી શકે.
કણકને થોડો આરામ આપો : સામાન્ય રીતે જ્યારે આપણે પુરી બનાવીએ ત્યારે આપણે કણક પર એટલું ધ્યાન નથી આપતા. પરંતુ પુરી વણતા પહેલા ખાતરી કરી લો કે કણકને થોડો સમય આરામ કરવા માટે છોડી દો. આ સિવાય કણક ગૂંથાતી વખતે થોડું તેલ પણ ઉમેરો. આ રીતે તમને નોન-સ્ટીકી કણક મળશે અને તમારી પુરી પણ પરફેક્ટ બનશે.
કણકને ભીના કપડાથી ઢાંકી દો : લોટ બાંધ્યા પછી જ્યારે તમે તેના બોલ્સ બનાવી રહ્યા હોય ત્યારે તેને થોડી વાર ભીના કપડાથી ઢાંકીને રાખો અને પછી તેને તળી લો. આ બધી ટિપ્સને ફોલો કર્યા પછી તમારી પાણીપુરીની પુરી એકદમ પરફેક્ટ બનશે.
પુરી બનાવવાની સામગ્રી : સોજી 1 કપ, સોડા 1 ચપટી, મૈંદા લોટ 1 ચમચી, હીંગ 1/3, મીઠું સ્વાદ મુજબ, તેલ તળવા માટે
પાણીપુરી ની પુરી બનાવવાની રીત (panipuri ni puri banavani rit) : બધી સામગ્રીને એક બાઉલમાં નાખીને એક કઠણ કણક તૈયાર કરો. લોટ બાંધી દીધા પછી થોડી વાર આમ જ રહેવા દો. હવે લોટને રોલ કરીને પુરી આકારમાં કાપી લો અને તેને તળતા પહેલા 5 થી 6 મિનિટ સુધી તેને ભીના કપડાથી ઢાંકી દો.
હવે ગેસ પર કડાઈમાં તેલ મૂકો, પુરી ઉમેરો અને જ્યારે તે ફૂલવા લાગે, ત્યાર પછી ગેસની આંચ ધીમી કરો. હવે પૂરીને કઢાઈમાંથી બહાર કાઢીને ઠંડી થયા પછી પાણી સાથે સર્વ કરો. જો તમને આ રેસિપી અને ટિપ્સ ગમી હોય તો આવી જ વધારે કિચન ટિપ્સ ઘરે બેસી જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.