વરસાદની ઋતુમાં ભેજને કારણે, ખાવાની વાનગીઓ અને અમુક વસ્તુઓ ઝડપથી બગડે છે અને ભેજને કારણે (નરમ) થઇ જાય છે. ખાસ કરીને આ વરસાદની ઋતુમાં ચિપ્સ, પાપડ અને નમકીનનો યોગ્ય રીતે સંગ્રહ કરવામાં ન આવે તો તે નરમ થઈ જાય છે. ઘણી સ્ત્રીઓ એવી પણ ફરિયાદ કરે છે કે ચિપ્સ અને પાપડ યોગ્ય રીતે સ્ટોર કર્યા પછી પણ નમી લાગી જાય છે.
ભેજ લાગી ગયા બાદ ચિપ્સ અને પાપડ બેસ્વાદ બની જાય છે. ખાસ કરીને જો પાપડ કાગળની જેમ નરમ બને છે. સામાન્ય રીતે મહિલાઓ જ્યારે પાપડ નમીવાળા જોવે છે ત્યારે ફેંકી દે છે, પરંતુ ખોરાકને બગાડવા કરતાં તેને સુધારવું વધુ સારું છે.
આજે અમે તમને જણાવીશું કે જો બટાકા કે દાળના પાપડને શેકી લીધા અથવા તળ્યા પછી ભેજ લાગી જાય અથવા નરમ થઇ જાય તો તેને ફરીથી ક્રિસ્પી કેવી રીતે બનાવી શકાય. આ માટે 3 સરળ ટિપ્સ છે, તમે જે પણ સરળ લાગે તે અપનાવી શકો છો.
માઇક્રોવેવનો ઉપયોગ કરો : જો તમારા ઘરમાં માઇક્રોવેવ છે, તો તમે તેનો ઉપયોગ તળેલા પાપડને ફરી ક્રિસ્પી બનાવવા માટે કરી શકો છો. આ માટે તમારે આ સ્ટેપ્સ ફોલો કરવા પડશે
સૌથી પહેલા પાપડ ને બેકિંગ ટ્રે માં મૂકો. હવે ઓવન અથવા માઇક્રોવેવને 110 ડિગ્રી સેલ્સિયસ પર 30 સેકન્ડ માટે સેટ કરો. 30 સેકન્ડ પછી પાપડને માઇક્રોવેવમાંથી બહાર કાઢો. જ્યારે પાપડ ગરમ થશે ત્યારે તે નરમ લાગશે. પણ તે ઠંડા થતાં જ તે ક્રિસ્પી બની જશે.
જો તમે નરમ થયેલા પાપડને ફરીથી ક્રિસ્પી બનાવીને સંગ્રહિત કરવા માંગતા હોય, તો તેને હંમેશા હવાચુસ્ત પ્લાસ્ટિકની થેલીમાં બંધ કરો અને પછી તેમને કન્ટેનરમાં રાખો જ્યાં તેમને હવા ન મળે.
પાપડને તવા પર શેકી લો : તે બટાકાની પાપડ હોય કે દાળના, જો તે નરમ થઈ જાય, તો તમે તેને ફરીથી લોખંડ તવી પર શેકી શકો છો અને તેને ક્રિસ્પી બનાવી શકો છો. ચાલો તમને જણાવીએ કે કેવી રીતે શેકાય. સૌ પ્રથમ, પેનને મધ્યમ તાપ પર ગરમ કરો. ધય્ન રાખો કે તવાને બાળવાની જરૂર નથી. આમ કરવાથી, જ્યારે તમે ગરમ તવી અથવા તવા પર પાપડ મૂકો છો, ત્યારે તે બળી જશે.
જ્યારે તવો ગરમ થાય ત્યારે તેના પર પાપડ મૂકો. સ્વચ્છ રસોડાના કપડાને 3-4 વખત ફોલ્ડ કરો અને પછી પાપડને થોડું દબાવો અને તવા પર શેકી લો. આમ કરવાથી પાપડ ફરી ક્રિસ્પી બની જશે. આ પદ્ધતિ અપનાવતી વખતે ધ્યાન રાખો કે પાપડ બળી ન જાય. બળી ગયા પછી પાપડનો સ્વાદ ખરાબ થઈ જાય છે.
ડીપ ફ્રાય : જો તમે કોઈ પણ મહેનત વગર પાપડને ફરી ક્રિસ્પી બનાવવા માંગતા હોય, તો તમે તેને ડીપ ફ્રાય પણ કરી શકો છો. ચાલો તમને જણાવીએ કે કેવી રીતે કરી શકાય.
સૌ પ્રથમ તમારે એક પેનમાં તેલ ગરમ કરવું પડશે. ધ્યાન રાખો કે તમે માત્ર તાજા તેલનો ઉપયોગ કરો છો. જો પાપડ વપરાયેલા તેલમાં તળવામાં આવશે તો તેનો સ્વાદ બગડી શકે છે.
તેલ ગરમ થાય એટલે કડાઈમાં પાપડ નાખો. જો તમે તળેલા અથવા શેકેલા પાપડને ફરી ક્રિસ્પી બનાવવા માટે તળી રહ્યા છો, તો તમારે તેને વધારે સમય સુધી તળવા નહીં પડે. માત્ર 2 સેકન્ડ માટે તેલમાં ડુબાડી કાઢી લો. આ પછી, પાપડ થોડા સમય માટે પેપર ટુવાલમાં રાખો. પાપડ ઠંડો થયા પછી ક્રિસ્પી બની જશે.
તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.