આજે જોઈશું બજાર કરતા પણ સરસ અને ખાવામાં પોચા રૂ જેવા પાપડી ગાઠીયા અને પપૈયા નો સંભારો બનાવવાની રીત. જો આ પાપડી ગાઠીયા બનાવવા મા એકદમ ચોક્કસ માપ સાથે મસાલા નાખવામા આવે તો તે બજાર કરતા પણ સારા ઘરે બને છે. તો આજે પાપડી ગઠીયા બનાવવા માટે વપરાતા મસાલા અને તેનું ચોક્કસ માપ જોઈલો.
- પાપડી ગાઠીયા માટે સામગ્રી:
- ૩૦૦ ગ્રામ ચણાનો લોટ
- ૧૨૫ મિલી પાણી
- ૧૨૫ મિલી તેલ
- અડધી ચમચી પાપડ ખાર / બેકીગ સોડા
- સ્વાદ પ્રમાણે મીઠું
- તળવા
- માટે તેલ
- ચપટી હિંંગ
- મરી પાઉડર
પપૈયાનો સંભારો માટે
- એક કાચુ પપૈયુ
- એક ચમચી લાલ મરચું પાવડર
- સ્વાદ પ્રમાણેેમીઠું
- એક ચમચી ખાડ
- એક ચમચી લીંબુનો રસ
પાપડી બનાવવા માટે:
એક મોટા બાઉલમાં પાણી, તેલ અને પાપડ ખાર લઈ મિક્સ કરી દો. હવે તેમાં ચણાનો લોટ થોડો થોડો નાખીને હાથની મદદ થી પાપડી ગાઠીયા માટે કણક તૈયાર કરી લો. આ કણક નરમ બનાવવી. કણક બાંધી લીધા પછી તેના પર થોડું થોડું પાણી એડ કરી ફરીથી કણક ને ૫-૭ મીનીટ માટે સારી રીતે કણક ને મસળી નાખો. અહિયાં લોટ સારી રીતે મસળવો ખુબજ જરૂરી છે.
હવે કણક બંધાઈ ગયા પછી ગાઠીયા ને પાડવા માટે તમે ૨ રીત નો ઉપયોગ કરી શકો છો. ૧) પાપડી ગાંઠીયા બનાવવાનો ઝારો ૨) સેવ પાડવાનું મશીન. જો તમે ઝારા ની મદદથી પાપડી ગાઠીયા બનાવતાં હોય તો એક નંબર નો પાતળી જાળીવારો લઈ શકો છો.
હવે પાપડી ગાઠીયા નાં લોટ ને ઝારા પર મૂકી હાથની મદદ થી લોટ ને ગસતા જાઓ અને પાપડી પાળી લો. બધો લોટ ઝારા માં ગસાઈ જાય પછી ઝારા ને હાથેથી ટેપ કરી દો જેથી બધી પાપડી તેલ માં પડી જાય.
હવે તેલ મા પડેલું પાડીને ને ઝારા ની મદદ થી તેને તળી લો. ૨-૩ મિનિટ માં તમારા ગાઠીયા તળાઈ જશે.હવે તેને એક પેન માં લઇ લો.હવે આ પાપડી ગાઠીયા પર હીંગ અને મારી પાઉડર નાખો. તો અહિયાં પાપડી ગાંઠીયા બનીને તૈયાર છે. આ ગાઠીયા બજાર કરતા પણ ક્રિસ્પી અને જોતાજ ખાવાનુ મન થઇ જાય એવા બને છે.
એક મોટું કાચુ પપૈયું લઈ મોટાં કા વાળી ખમણી લઈ તેને ખમણી લો. હવે તેને ટેસ્ટી બનાવવા માટે તેમા મરચું, મીઠું, ખાંડ અને લીંબુ રસ એડ કરી ચમચી વડે બધું મિક્ષ કરી લો. તો અહિયાં આપડા ક્રિસ્પી, જોતાજ ખાવાનુ માં થાય ટેવ પાપડી ગાઠીયા અને પપૈયા નો સંભારો બનીને તૈયાર છે.
તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.