આમ તો પપૈયુ અમેરિકાનું વતની છે. આપણે ત્યાં થી ૪૦૦ વર્ષથી આપે છે પરંતુ હવે તે ભારતમાં પણ થાય છે. પપૈયુ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તેના જાડ લાંબા પાતળા અને કોમળ હોય છે. પપૈયાના ઝાડની ડાળી નથી હોતી પપૈયુ ઔષધી બનાવવામાં ઉપયોગી છે. આયુર્વેદ પ્રમાણે પાકુ પપૈયુ મીઠું અને કાચું પપૈયું કડવું અને નરમ હોય છે.
કફ વર્ધક, હૃદય માટે હિતકારી, કબજિયાત દૂર કરવા માટે કાચુ પપૈયુ ઉપયોગી થાય છે. પપૈયુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું ગણાય છે. પપૈયામાં વિટામિન એ, બી અને સી રહેલા છે. એમાં ફાઇબર, આયર્ન જેવા તત્વો રહેલા છે. ૧૦૦ ગ્રામ પપૈયામાં એકથી બે ગ્રામ પ્રોટીન, ૯૮ કેલરી તેમજ ૭૦૦mg આયર્ન હોય છે. જે આપનું સ્વાસ્થ્ય જાળવવામાં જડીબુટ્ટી ની જેમ જ કામ કરે છે.
પપૈયાને ફ્રુટ ઓફ એંજલ પણ કહેવામાં આવે છે. પપૈયા હંમેશા તાજી જ ખાવું જોઈએ. પપૈયુ કબજિયાત, કોલેસ્ટ્રોલ ,હૃદયરોગના બીજા અનેક રોગોમાં ખુબ જ ઉપયોગી નીવડે છે.
પપૈયા ના ફાયદા: ૧) ત્વચા માટે: પપૈયુ ત્વચા ની સુંદરતા વધારવા માટે, દરરોજ એક પાકા પપૈયાનેે ચહેરા પર મસાજ કે લેપ કરવાથી કરચલીઓ, કાળાશ દૂર થાય છે. સાથે ત્વચા ના ઘણા બધા રોગો મટાડે છે. કાચા પપૈયાને દૂધ અને ગરમ પાણી સાથે ભેળવી લેપ લગાવવાથી દાદર, ખરજવું ,ખસ, ખૂજલી જેવા રોગોથી છુટકારો મળે છે.
૨) રદય રોગ: હૃદયરોગની સમસ્યા હોય તો તેની દવા કરતા પપૈયાનું દૂધ જ વધારે ઉત્તમ ઔષધિ છે. સવારે એક ચમચી સાકરમાં કાચા પપૈયાના દૂધનાં પાંચથી છ ચમચી મિક્સ કરી તેનુ સેવન કરવાથી થોડાક જ દિવસમાં હૃદય રોગમાં ઘણો ફાયદો.
૩) પાચનતંત્ર : જેનું પેટ બરાબર કામ ન કરતું હોય તેમના માટે કાચું પપૈયું આશીર્વાદરૂપ છે. આથી કાચા પપૈયાનું સેવન કરવાથી પાચનતંત્ર સુધરે છે અને પેટની તમામ સમસ્યામાંથી છુટકારો મળે છે.
૪) કૉલેસ્ટરોલ: પપૈયામાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે અને વિટામિન-સી એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે આપણા શરીરનું કૉલેસ્ટરોલને ઓછું કરવામાં મદદરૂપ સાબિત થાય છે.
૫) પીરિયડ્સમાં: જે બહેનોને અનિયમિત પીરિયડ્સના રહેતા હોય તે મહિલાઓએ પપૈયાના સેવનથી માસિક ચક્ર નિયમિત થાય છે. અને જેને માસિક વધુ આવવું હોય તેમને પપૈયાનું સેવન ન કરવું જોઇએ અને ગર્ભાવસ્થામાં પણ પૌઆનું સેવન ન કરવું જોઇએ
૬) વજન ઘટાડવા: તમે જો વજન ઘટાડવા માંગતા હોય તો રોજ સવારે સાંજે એક વાડકી પપૈયાનું સેવન કરવાથી ઘણો ફાયદો થશે. પેટના ક્રુમિઓ પણ મટાડી શકાય છે અને વજન પણ ઘટે છે
૭) ડાયાબીટીસ: ડાયાબિટીસના રોગી વ્યક્તિ માટે પપૈયુ ઇન્સ્યુલિન જેવું કામ કરે છે. પપૈયુ સુગર ને નિયંત્રણ કરવામાં સક્ષમ છે. સ્વસ્થ વ્યક્તિ પપૈયાનું સેવન કરે તો ડાયાબિટીસ થવાની શક્યતા પણ નહીં રહે છે.
૮) આંખોની રોશની વધારવા: પપૈયામાં વિટામિન-એ ભરપૂર માત્રામાં હોય છે તેથી કાચા પપૈયાના સેવનથી આંખોની રોશની વધારવા માટે ખૂબ જ ઉપયોગી નીવડે છે.
૯) કેન્સર: મિત્રો કેન્સરના રોગી માટે પપૈયુ ખાવું સ્વાસ્થ્ય વર્ધક છે. અને પપૈયા ના બીજ સૂકવી તેને વાટીને પાવડર બનાવી અડધી ચમચી બી, એક ગ્લાસ પાણી સાથે સેવન કરવાથી કેન્સરમાં પણ ઘણો સુધારો થાય છે.
૧૦) આ ઉપરાંત પોતાના વાળ લાંબા કરવા માટે, પેટની જીવાત દૂર કરવા માટે, આંખોની રોશની વધારવા માટે, રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પણ મદદરૂપ થાય છે. પપૈયાના સેવનથી અનેક ફાયદા થશે અને ઘણી બીજી બીમારીમાં પણ રાહત મળશે.
જો તમને અમારી માહીતી પસંદ આવી હોય તો શેર જરુર કરો. અને હા, ઘરે બેસી નવુ જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરવુ જરુરી છેેે. તો અત્યારે જ Like & Follow કરો..