આજે આપણે વાત કરીશું એક કોમન સમસ્યા જે દરેક લોકોને થતી હોય. આ સમસ્યા દરેક માણસ માં અલગ અલગ હોય છે. તો આ સમસ્યા નું નામ છે “પરસેવો”. તો અહિયાં આપને તે સમસ્યા વિશે જોઈશું.
પરસેવો એ શરીરનો મળ હોવાથી ત્વચા દ્વારા આખા શરીરમાંથી બહાર ફેંકાયા કરે છે. તે મળ હોવાથી તેમાં થોડી ઘણી દુર્ગંધ આવવી એ એક સામાન્ય બાબત છે. પરંતુ કેટલીક વ્યક્તિઓના આખા શરીરમાંથી વાળમાંથી, બગલમાંથી કે જાતિ અંગોમાંથી વધારે પડતી દુર્ગંધ આવતી હોય છે. જે અન્યનાં માટે અને પોતાના માટે પણ અસહ્ય થતી હોય છે.
દરેક વ્યક્તિને સરખો પસીનો થતો નથી અને એકસરખી દુર્ગંધ આવતી નથી. તેનું કારણ શરીરનું બંધારણ હોય છે. જે વ્યક્તિને મેદસ્વિતા હોય, ઈંડા, માછલી જેવો ખોરાક ખાતા હોય તથા અસ્વચ્છતા વાળા વ્યક્તિઓમાં પરસેવાની સમસ્યા વધારે જોવા મળે છે. ઉનાળાની ગરમીમાં ઘણા લોકો આ પરસેવાની દુર્ગંધથી પરેશાન હોય છે.
આયુર્વેદમાં પરસેવાની દુર્ગંધ તથા શરીરના અન્ય અંગો ની દુર્ગંધ દૂર કરવા માટેના વનસ્પતિજન્ય અને સરળ એવા પુષ્કર ઉપાયો બતાવેલા છે. તો આપણે આ ઉપાયો વિશે જાણીએ.
કરંજ અને કણજીના બીજને પાણીમાં બારીક પીસીને તેનો આખા શરીર પર લેપ કરવો અને ત્યારબાદ એક કલાક પછી સ્નાન કરવું. આમ કરવાથી પરસેવાની દુર્ગંધ દૂર થાય છે.
લીમડાના કુણા પાન, હરડે ,આંબાની આંતરછાલ, દાડમની છાલ, લોધર એ બધા દ્રવ્યોને ગૌમુત્રમાં અથવા ગૌમુત્ર ન મળે તો સ્વમૂત્ર માં બારીક પીસીને તેનો લેપ કરવો. ત્યારબાદ એક કલાક પછી સ્નાન કરવું.
આ પ્રયોગ નિયમિત કેટલાક સમય સુધી કરવાથી પરસેવાની દુર્ગંધ જેવી કે બગલની, સ્ત્રી-પુરુષના જાતીય અંગો વગેરે દુર્ગંધ દૂર થાય છે . તેમાં હળદર મેળવવામાં આવે તો ખૂબ જ સારું એવું પરિણામ મળે છે. સ્ત્રીઓ માટે આ પ્રયોગ ખાસ સૂચવ્યો છે.
જાંબુના કોમળ પાનને બારીક પીસીને તેનો ઉકાળો કરવો. તેનાથી સ્નાન કરવાથી દુર્ગંધ દૂર થાય છે. વડ ના પાકા પીળા પાંદડા નો ઉકાળો કરી પીવાથી પરસેવાની દુર્ગંધ દૂર થાય છે.
ચાર તોલા ચણાનો લોટ અને એક તોલા સૂંઠનો ભૂક્કો પાણીમાં ભેળવીને પરસેવા વાળી જગ્યા પર લગાડવું. આમ કરવાથી પણ પરસેવાની દુર્ગંધ દૂર થાય છે. ઉનાળામાં દુર્ગધીત પસીનો થવાથી વધુ તકલીફ જેને રહેતી હોય તેને દારૂ હળદર, તલ, લોધર , લીમડાની છાલ, અને કેસરને બારીક પીસીને શરીરે લેપ કરીને એક કલાક બાદ સ્નાન કરવું.
લીલી હળદર અથવા સૂકી હળદર ને દૂધમાં પીસી તે પ્રવાહી પીઠી ની જેમ શરીરે ચોપડવાથી પરસેવાની અને આખા શરીરની દુર્ગંધ દુર થાય છે. તો આ હતા પરસેવાની દુર્ગંધ દૂર કરવા માટેના આયુર્વેદિક ઉપાયો. જો તમે પણ પરસેવાની દુર્ગંધથી પરેશાન હોય તો ઉપર જણાવેલ ઉપાયો માંથી કોઈ પણ ઉપાય અજમાવી પરસેવાની દુર્ગંધ માંથી રાહત મેળવી શકો.
તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.