પરાઠાનું નામ સાંભળતા જ મોં માં પાણી આવી ગયું ને. પરાઠા સાદો હોય કે મસાલાથી ભરેલો હોય, તે દહીં, અથાણું, માખણ સાથે સરસ લાગે છે. પરંતુ જો પરાઠા સોફ્ટ ન બને ત્યારે ઘણીવાર મૂડ બગડી જાય છે.
ઘણી મહીલાઓને પરાઠા બનાવતી વખતે તકલીફ પડે છે અથવા બરાબર બનતા નથી કે પરાઠા ફૂલેલા અને સોફ્ટ બનતા નથી. આવું ત્યારે જ થાય છે જ્યારે આપણે કણક બાંધવાથી લઈને પરાઠા બનાવવા સુધી ઘણી ભૂલો કરીએ છીએ.
જો તમે ઈચ્છો છો કે પરાઠા સારા બને તો અમુક વસ્તુઓ ઉમેરવી જોઈએ ત્યારે પરાઠા સ્વાદિષ્ટ બને છે. આજે અમે તમારી સાથે એવી જ કેટલીક ટિપ્સ જણાવીશું, જેની મદદથી તમે પણ પફ્ડ અને સોફ્ટ પરાઠા બનાવી શકો છો.
1. લોટ ભેળવતી વખતે ઘી ઉમેરો : ઘી ખાવાનો સ્વાદ વધારવાનું કામ કરે છે. માત્ર પરાઠાને ઘીથી શેકવા માટે જ નહીં, તમે લોટ બંધાતી વખતે પણ ઘી ઉમેરી શકો છો. લોટને ચાળી લો પછી તેમાં 1 ચમચી ગરમ કરેલું ઘી નાખીને મસળી લો. મારા પર વિશ્વાસ કરો તમારા પરોઠા ચોક્કસ સોફ્ટ બનશે.
2. કણક ગૂંદતી વખતે દહીં ઉમેરો : જો તમે સોફ્ટ અથવા પફ્ડ પરાઠા બનાવવા માંગતા હોય તો લોટ બંધાતી વખતે કણકમાં તાજુ દહીં ઉમેરો. આ પરાઠાને સંપૂર્ણપણે સોફ્ટ અને ફૂલેલા બનાવશે. એટલું ધ્યાન રાખો કે દહીં વધુ ખાટું ન હોય. તમારા પરોઠા ઠંડા થયા પછી પણ તે સોફ્ટ રહેશે અને ખાવામાં સ્વાદ પણ વધશે.
3 કણક ગૂંદતી વખતે હૂંફાળું દૂધ ઉમેરો : તમને એવું લાગે છે કે દહીં ખાટું છે તો હવે ? તો તેના બદલે હૂંફાળું દૂધ ઉમેરો. લોટને ચાળી લો અને તેને એક વાસણમાં નાખીને તેમાં નવશેકું ઘી સાથે હૂંફાળું દૂધ મિક્સ કરીને મસળી લો. દૂધના કારણે કણક ખૂબ જ સોફ્ટ થઈ જશે, જેના કારણે પરાઠા પણ સોફ્ટ બનશે.
4. કણકને સારી રીતે ગૂંદો : સોફ્ટ અને પફ્ડ પરાઠા બનાવવા માટે કણકને સારી રીતે ગુંદવી ખુબ જ મહત્વપૂર્ણ છે. લોટનો ઉપયોગ કરતા પહેલા તેને ચાળી લો અને કણક ભેળતી વખતે હૂંફાળું પાણી ઉમેરો. ધ્યાન રાખો કે એકસાથે વધારે લોટમાં પાણી ન ઉમેરો.
પાણી ઉમેરતી વખતે ધીમે ધીમે પાણી અને લોટ ભેરવવાથી કણક ચોંટશે નહીં. કણકને સારી રીતે બાંધીને તેને ઢાંકવું પણ જરૂરી છે. લોટ બાંધ્યા પછી તરત જ પરાઠા ન બનાવો કારણ કે તેનાથી પરાઠા કડક થઈ જાય છે. કણક ભેળવ્યા પછી તેને 10 મિનિટ માટે સેટ કરવી જરૂરી છે.
5. પરાઠામાં મસાલો માપસર ભરો અને મીડીયમ આંચ પર રાંધો : પ્રથમ મસાલો ભરતી વખતે ધ્યાન રાખો કે, ન તો વધારે ભરો અથવા ન તો ખાલી રાખો. જો તમે કણકમાં વધુપડતું મસાલો ભરશો તો બહાર આવવા લાગશે અને પરાઠા ફૂટી જશે. એ જ રીતે પરાઠાને શેકતી વખતે યોગ્ય આંચ હોવી ખૂબ જરૂરી છે.
સૌપ્રથમ તવીને ફૂલ આંચ પર ગરમ કરો અને તેને ઘી થી ગ્રીસ કરી લો. આ પછી પરાઠાને મૂકો અને તેની બંને બાજુઓથી સહેજ દબાવીને ધીમી આંચ પર શેકી લો. મધ્યમ તાપ પર કર્યા પછી તેને સારી રીતે બંને બાજુથી પકાવો.
આ રીતે, તમારા પરાઠા ન તો બળી જશે અને ન તો કડક બનશે. ઠંડા થયા પછી પણ પરાઠા સોફ્ટ અને સ્વાદિષ્ટ રહેશે. તમે તેને ચા, લીલી ચટણી, માખણ અને દહીં વગેરે સાથે ખાઈ શકો છો. અમને આશા છે કે સોફ્ટ પરાઠા બનાવવાની ટિપ્સ તમને ઉપયોગી થશે.