માતાપિતાની જવાબદારી બહુ અઘરું કામ છે. જ્યાં એક તરફ માતા-પિતાએ તેમના બાળકોના બેસ્ટ ફ્રેન્ડ બનવાનું હોય છે અને બીજી તરફ તેમની ભૂલોને હંમેશા નજરઅંદાજ કરી શકાતી નથી. જો બાળકો વારંવાર ભૂલો કરે છે તો તેની પર થોડી કડકતા લાવામાં ના આવે તો તેના કારણે બાળકોનું વર્તન દિવસેને દિવસે ખરાબથી ખરાબ થતું જાય છે.
તો આવી સ્થિતિમાં મહત્વપૂર્ણ છે કે તમારા બાળકો સાથે પ્રેમ અને અનુશાસન વચ્ચે સંતુલન જળવાઈ રહે. જો કે અહીં બાળકોની ભૂલો પર કડકતા લાવવાનું અર્થ એ નથી કે તમે તેમને જોરશોરથી બોવાનું શરુ કરો અથવા તેમના પર હાથ ઉપાડો. આ બધું કરવાથી બાળકના બાળમન પર નકારાત્મક અસર પડે છે.
તેના બદલે તમે તેમને એવી કોઈ સજા આપી શકો છો કે તેને તેની ભૂલનો અહેસાસ પણ થાય અને તેની સાથે તે ફરીથી આવી કોઈ ભૂલ પણ ના કરે. આટલું જ નહીં તે પનિશમેન્ટના કારણે બાળક કંઈક નવું અને સારું શીખવીને જવું જોઈએ. તો આજે આ લેખમાં અમે તમને કેટલીક ક્રીએવીટી પનિશમેન્ટ વિશે જણાવી રહ્યા છીએ, જે બાળકોના વિકાસમાં પણ ચોક્કસ મદદ કરશે.
કરાવો ઘરનાં કામો : આ એક એવો રસ્તો છે જેના દ્વારા બાળકને તેની ભૂલનો અહેસાસ કરાવવા ઉપરાંત તેને ક્રીએવીટી પણ બનાવી શકાય છે. ઉદાહરણ જોઈએ તો, તમે એવા કેટલાક ઘરના કામોની યાદી બનાવો જે તમે પનિશમેન્ટમાં બાળક સાથે કરાવી શકો.
ઉદાહરણ, જો બાળક રમતી વખતે બીજા બાળકો સાથે સારું વર્તન નથી કરતું તો તમે તેને છોડને પાણી આપવાનું અને છાજલીઓની ધૂળ કાઢવાનું કામ આપી શકો છો. આ કામ તેમને શિસ્તબદ્ધ બનાવવામાં મદદ કરે છે. તમે જયારે પણ તેને કોઈ કામ કરવા આપો તો પહેલા તેને કહો કે કઈ ભૂલની સજા તરીકે તેને તે કામ કરવા આપવામાં આવ્યું છે.
કસરત કરાવો : આ એક એવી સજા છે જે બાળકને વધુ સ્વસ્થ અને એક્ટિવ બનાવવામાં મદદ કરશે. ખાસ કરીને અમુક સમય માટે જ્યારે બાળકો શારીરિક રીતે એક્ટિવ ના હોય તો આવી સ્થિતિમાં તમે તેમના ખરાબ વર્તન માટે કસરત કરવાનું કહી શકો છો.
ઉદાહરણ તરીકે જોઈએ તો જો બાળક ઘણી વખત બોલ્યા પછી ટેબલ પર ગંદકી કરે છે તો તમે તેને 10 સ્ક્વોટ્સ અથવા ઉઠક બેઠક કરવા માટે કહી શકો છો. તેવી જ રીતે જો તેઓ જાહેર સ્થળે ખરાબ વર્તન કરે છે તો તમે તેને દોરડા કૂદવા જેવી પનિશમેન્ટ કરી શકો છો. તેનાથી બાળકોને કસરત કરવાની પણ ઈચ્છા વધશે.
ટાઈમર સજા : આ એક ખૂબ જ ક્રિએટિવ સજા છે પરંતુ તેનાથી બાળકની ઝડપ વધારી શકાય છે. કેટલાક બાળકો જમવામાં અથવા તેમનું હોમવર્ક પૂરું કરવામાં વધારે સમય લે છે. જેના કારણે તે ક્યારેય પોતાનું કામ સમયસર પૂરું કરી શકતા નથી. તેથી તમે તેમના માટે એક ટાઈમર સેટ કરો.
જો તે અમુક ચોક્કસ સમયમાં તેમનું પોતાનું કામ પૂરું નહિ કરે તો, તે એક દિવસ કાર્ટૂન કે ફોન જોઈ શકશે નહીં. આ રીતે તેમને કદાચ શરૂઆતમાં તેમની કેટલીક મનપસંદ વસ્તુઓ છોડી દેવી પડશે, પરંતુ ધીમે ધીમે તેમની ઝડપ વધતી જશે.
પનિશમેન્ટ બોક્સ બનાવો : આ પણ ખૂબ જ સારો રસ્તો છે. આમાં તમે બાળક માટેના કેટલાક ઘરના કામ અને બીજા કામોની યાદી બનાવો અને તેને અલગ-અલગ ચિઠ્ઠી પર લખો હવે તે બધી ચિઠ્ઠીને કોઈ એક બોક્સમાં મૂકો. જ્યારે પણ બાળક કોઈ ખરાબ વ્યવહાર કરે છે ત્યારે તેને પનિશમેન્ટ માટે એક ચિઠ્ઠી કાઢવા માટે કહો.
જ્યારે તે ચિઠ્ઠી બહાર કાઢશે ત્યારે તેણે સજા તરીકે તેમાં લખેલું કામ પૂરું કરવાનું રહેશે. કારણે કે તેની પોતાની પનિશમેન્ટ તેણે પોતે પસંદ કરી છે, તેથી તેણે પૂરી કરવી જ જોઈએ. આ રીતે તે ખરાબ વર્તન કરવાનું બંધ કરશે અને આ રીતે તે અજાણતાં અનેક પ્રકારનાં કામો કાર્ટ પણ આવડી જશે.
જો તમે પણ જયારે બાળક કોઈ ખરાબ વર્તન કરે છે તો ઉપર જણાવવામાં આવેલી કેટલીક પનિશમેન્ટ કરી શકો છો.જો તમને માહિતી ગમી હોય તો, આવી જ બીજી જાણકારી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.