parenting tips gujarati yaadshakti
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

પરીક્ષાના સમયમાં બાળકો દિવસ-રાત જોયા વગર ખુબ જ મહેનત કરે છે. તેઓ તમામ અભ્યાસક્રમને સારી રીતે યાદ રાખવા માટેના પૂરતા પ્રયત્નો કરે છે. તેમ છતાં જયારે પેપરમાં જવાબ લખવા બેસે ત્યારે વાંચેલું બધું ભૂલી જાય છે.

તમે સ્પર્ધાત્મક પેપરની તૈયારી કરી રહ્યા હોવ કે શાળાનો અભ્યાસ હોય, વાંચેલું ભૂલી જાઓ એ સૌથી મોટી સમસ્યા છે. આ ફક્ત બાળકોમાં જ નહીં પરંતુ મોટી ઉંમરના લોકો સાથે પણ થઈ શકે છે. જેના કારણે માક્ર્સ અને ટકાવારી ઓછી આવે છે.

આવી સ્થિતિમાં વાંચેલું લાંબા સમય સુધી યાદ રાખવું જરૂરી બની જાય છે. યાદશક્તિ વધારવા માટે કેટલીક ટિપ્સ અપનાવી શકો છો. તો તમે પણ બાળકોની ભૂલવાની સમસ્યાથી બચવા માટે આ લેખમાં જણાવેલી ટિપ્સ અપનાવી શકો છો.

ગોખશો નહીં : ઘણીવાર તમે જોયું હશે કે વાંચતી વખતે બાળકો કોઈ વિષયને સમજવાને બદલે ગોખવા લાગી જાય છે. આવું કરવું બિલકુલ યોગ્ય નથી. ઘણા બાળકો ગોખીને સ્કૂલમાં સારા નંબર લાવે છે પરંતુ જરૂરી નથી કે આ ટ્રિક દરેક બાળક માટે સરખી જ કામ કરે.

આ જ કારણ છે કે ભણતી વખતે વિષયોને સમજવાની સલાહ આપવામાં આવે છે. માતાપિતા તરીકે તમે બાળકને કઈ પણ યાદ કરાવતા પહેલા તમારા બાળકને સારી રીતે ભણાવો અથવા શીખવાડો.

વસ્તુઓને તમારા જીવન સાથે જોડીને શીખવો : ઈતિહાસ કે ભૂગોળ જેવા વિષયમાં ઘણી બધી તારીખો યાદ રાખવાની હોય છે. આવા વિષયો બાળકોને શીખવવા માટે, કોઈની જન્મદિવસની તારીખ કે બીજી કોઈ તારીખ સાથે જોડીને યાદ રાખો. આ રીતે યાદ રાખવાથી બાળકો લાંબા સમય સુધી ભૂલી શકતા નથી.

ગીતો અને કવિતાઓ બનાવીને યાદ કરો : અંગ્રેજી અને હિન્દી જેવા વિષયોમાં કવિતાઓ વધુ યાદ રાખવાની હોય છે. કવિતાને જબરજસ્તીથી યાદ રાખવા માટે દબાણ કરવા કરતાં તેને ગીતની જેમ ગાઈને યાદ રાખવાથી સાસરું પરિણામ મળે છે. આ રીતે યાદ રાખવાથી કવિતા બાળક ભૂલશે નહીં.

આ સાથે જ વિજ્ઞાન જેવા વિષયમાં પણ પ્રયોગ માટે વસ્તુઓ હોય છે તો તેને યાદ રાખવાની શ્રેષ્ઠ રીત એ છે કે ટેબલના પહેલા અક્ષરોમાંથી ગીત બનાવવું. તમને ગૂગલ પર પિરિયડિક ટેબલ સાથે સંબંધિત ઘણા ગીતો મળી જશે. કોઈ પણ ટેબલ કે કવિતાને ગીત બનાવીને યાદ કરવાથી લાંબા સમય સુધી યાદ રહે છે.

ફરીથી યાદ કરાવવું પણ જરૂરી છે : બાળકો ઘણીવાર કંઈપણ શીખ્યા પછી તેને ફરીથી ક્યારેય વાંચતા નથી. આ કારણે તેઓ પેપરમાં જવાબ લખાતી વખતે અડધું ભૂલી જાય છે. આવી સ્થિતિમાં, બાળકો જે પણ વાંચે તેને ફરીથી યાદ કરવું સારું છે.

વારંવાર એક જ વાંચવાથી અથવા શીખવાથી કોઈપણ વિષય લાંબા સમય સુધી યાદ રહે છે. તમે પણ બાળકોની ભૂલી જવાની સમસ્યાથી બચવા માટે આ ટિપ્સની મદદ લઈ શકો છો. તેમને વાંચવાની મજા આવશે અને પરીક્ષામાં માર્ક્સ વધુ આવવાની શક્યતા રહેશે.

જો તમને અમારો આ લેખ ખરેખર ગમ્યો હોય અને તમે આવા જ વધુ લેખો વાંકાવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા