parents quarrel affect child
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

દુનિયામાં ભાગ્યે જ એવું કોઈ કપલ હશે જેની વચ્ચે કોઈ ઝઘડો ના થયો હોય. પરંતુ જ્યારે આ કપલ માતા-પિતા બને છે ત્યારે તેમના આ વ્યહવારમાં બદલાવ લાવવો જોઈએ. કેટલાક કપલ્સ એવા હોય છે જે પોતાના બાળકોની સામે ઝઘડો કરવા લાગી જાય છે. ક્યારેક લડતી વખતે તેઓ શબ્દોની મર્યાદાનું પણ ભાન ભૂલી જાય છે.

આ તમારા માટે સામાન્ય વાત છે કે તમારા બંને માટે તે કોઈ વાંધો નથી. પરંતુ તમારા બાળકના કોમળ મન પર તેની ખૂબ જ ઊંડી, ખરાબ અને નકારાત્મક અસર પડે છે. ઘણી વખત તો માતા-પિતા તેમના બાળકો સામે લડતા હોય છે.

તેમના બાળકોનો સ્વભાવ ગુસ્સોવાળો કે ચિડચિડો હોય છે. તેથી જો માતા-પિતા વચ્ચે મતભેદ હોય તો તેને એકલા અને શાંતિથી ઉકેલો. તમારા જીગરના ટુકડાને હંમેશા એવું જ લાગવું જોઈએ કે તે સુખી કુટુંબનો ભાગ છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે માતા-પિતા પોતાના બાળકોની સામે ઝઘડે છે તો બાળક પર તેની શું અસર થાય છે.

અસુરક્ષાનો ભાવ : કોઈપણ બાળક માટે ઘર સૌથી સુરક્ષિત જગ્યા છે, જ્યાં તેને ખુબ પ્રેમ મળે છે. પરંતુ જો બાળક હંમેશા એક જ ઘરમાં લડાઈનું વાતાવરણ જુએ તો તેના મનમાં ભય, ચિંતાનો જન્મ થાય છે, જેની અસર તેના વ્યક્તિત્વ પર પડે છે. આવું બાળક જીવનભર અસુરક્ષાના ભાવથી જીવે છે.

બાળકો અપરાધનો શિકાર બને છે : ક્યારેક એવું બને છે કે માતાપિતાના ઝઘડાનું કારણ તેમના બાળકો હોય છે. જો ખરેખર આવું છે તો બાળક માટે આનાથી વધુ ખરાબ કોઈ હોઈ શકે નહીં. જે માતા-પિતા બાળકની સામે તેના વિશે ઝઘડો કરે છે તો બાળકના મનમાં અપરાધબોધ અને દોષી હોવાની લાગણી જન્મે છે.

આવી સ્થિતિમાં બાળક ઇમોશનલી ડિસ્ટર્બ રહેવા લાગે છે. તેને મનમાં લાગવા માંડે છે કે તેના માતા-પિતા વચ્ચેના ઝઘડાનું કારણ એક જ છે અને જો તે ત્યાં ના હોત તો કદાચ તેના માતા-પિતા આજે વધારે ખુશ હોત. ક્યારેક આના કારણે બાળક પોતાની જાતે પણ નુકસાન પહોંચાડે છે.

આત્મવિશ્વાસ અને આત્મસન્માનની ખોટ : માતા-પિતા વચ્ચેના વારંવારના ઝઘડાના કારણે બાળકોના મનમાં અસલામતી, અપરાધબોધ અને શરમનો ભાવ લાંબા ગાળે તેમના આત્મસન્માનને ઠેસ પહોંચાડે છે. ઘણીવાર એવું જોવા મળે છે કે આવા બાળકોમાં આત્મવિશ્વાસ અને આત્મસન્માનનો અભાવ હોય છે, જે ભવિષ્યમાં તેમના પર્સનલ અને વ્યાવસાયિક જીવનને અસર કરે છે.

ખરાબ ટેવો બાળકોમાં પડે છે : આપણે બધા જાણીએ છીએ કે બાળક માટે તેના માતાપિતા તેના પ્રથમ રોલ મોડેલ અને શિક્ષક છે. પરંતુ જે ઘરોમાં માતા-પિતા નાની-નાની બાબતો પર ઝઘડતા હોય છે ત્યાં બાળક પણ તેમને જોઈને એવું જ શીખે છે. પછી તે પોતાની વાત મનાવવા માટે ચીસો પાડે છે અથવા ગુસ્સે કરે છે.

એટલું જ નહીં, તે ઘર સિવાય સ્કૂલમાં અને મિત્રો સાથે પણ એવું જ વર્તન કરે છે. કેટલાક બાળકો, મોટા થયા પછી તેમના લગ્ન પછી તેમના જીવનસાથી સાથે ખરાબ વર્તન કરે છે કારણ કે તેમને લાગે છે કે તેમના માતાપિતા હંમેશા આવું કરતા આવ્યા છે તો આ વર્તન એકદમ યોગ્ય છે.

શિક્ષણ અને આરોગ્ય સમસ્યાઓ : ઘરમાં માતા-પિતાની સતત થતા ઝઘડા બાળકને હંમેશા ઇમોશનલી પરેશાન કરે છે અને પરિણામે બાળક પોતાનું ધ્યાન એક જગ્યાએ ક્યાંય પણ કેન્દ્રિત કરી શકતું નથી. આના કારણે તેની અસર ભણવામાં પડે છે અને માર્ક્સ ઓછા આવે છે, અને તેના કારણે તે બમણા પ્રેશરમાં જીવે છે.

જેના કારણે તેને અનેક પ્રકારની શારીરિક અને માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આના કારણે કેટલાક બાળકો ઇમોશનલી ખાવાનું શરૂ કરે છે, જ્યારે કેટલાક બાળકોને ઊંઘ ના આવવાની સમસ્યા થાય છે. આવા વાતાવરણમાં ઉછરેલા બાળકો ક્યારેક ડિપ્રેશન, ADHD, OCD જેવી માનસિક વિકૃતિઓથી પણ પીડાય છે.

આ લેખ વાંચ્યા પછી તમે સમજી ગયા હશો કે બાળકો સામે ક્યારેય ઝગડાઓ ના કરવા જોઈએ, આ તેમના પર ખરાબ રીતે અસર કરે છે, જે તેમને ભવિષ્યમાં પણ સામનો કરવો પડે છે. જો તમને આવા લેખો વાંચવા ગમતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા