અહીંયા આ માહિતીમાં તમને પથરી વિષે જણાવીશું. પથરી એક એવી સમસ્યા છે જે 35 વર્ષથી ઉપરની ઉંમરના લોકો એટલે કે 35 વર્ષથી 50 કે તેથી વધુ વર્ષ સુધીની ઉંમર ના સમયગાળા માં જોવા મળે છે. આ સમયગાળામાં પથરીની સમસ્યા ઘણા બધા લોકોમાં ખુબજ વધુ જોવા મળે છે.
પથરીની સમસ્યા સ્ત્રીઓ કરતાં પુરુષોમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. અહીંયા તમને પથરીની સમસ્યા માટેનો એક દેશી અને ઘરગથ્થુ ઉપચાર બતાવીશું. અહીંયા એક ઔષધી વિષે જણાવીશું જે પથરીની બીમારી ને ખૂબ આસાનીથી મટાડી શકે છે.
આમ તો પથરીની સમસ્યા માટે ઓપરેશન માત્ર ઉપાય છે, પરંતુ આપણી જે પ્રાચીન ઔષધિઓ અને આયુર્વેદમાં ઘણા બધા એવા ઉપચારો છે જે પથરીની સમસ્યાને ખૂબ સરળ રીતે મટાડી શકાય છે. અહીંયા તમને જણાવીશું ઔષધિ વિષે, ઘરેલુ ઉપાય વિશે જે
ખૂબ આસાનીથી કિડનીમાં પથરી હોય, પિત્તાશયમાં પથરી હોય તો પણ ઓગાળી અને પેશાબથી કાઢી નાખે છે. કેલ્શિયમ અને ક્ષારના કણો ભેગા થઇ પથરીનું નિર્માણ થાય છે. કેટલીક વાર અમુક એવા વિસ્તાર પણ હોય છે કે જ્યાં પીવાના પાણીમાં ક્ષારનું પ્રમાણ વધારે હોય છે.
તે વિસ્તારના લોકોમાં વધારે પથરીની સમસ્યા જોવા મળે. પથરીની સમસ્યામાં પેશાબમાં અસહ્ય દુખાવો થાય છે, પેશાબ માં બળતરા થાય છે પરંતુ આ દેશી ઉપાયથી પથરી જડમૂળમાંથી નીકળી જાય છે. અહીંયા જે ઔષધિ વિષે જણાવી રહ્યા છીએ એ ઔષધિનું નામ છે કળથી.
ઘણા બધા લોકોએ કદાચ આ નામ પહેલી વાર સાંભળ્યું હશે અથવા તો કોઈ દિવસ જોઈ નહિ હોય. કળથી પ્રાચીન સમયથી આપણી એક એવી ઔષધી છે જે આજે વિસરાઈ ગઈ છે અને ખૂબ ઓછી જગ્યાએ જોવા મળે છે, પરંતુ પ્રાચીન સમયમાં તેનું અઠવાડિયામાં એકવાર શાક બનાવવામાં આવતું હતું અને તેને દરરોજ નિયમિત ખોરાકમાં ઉપયોગ કરતા હતા.
જોકે આજે મોટાભાગના લોકો કળથી ને ભૂલી ગયા છે. પરંતુ કળથીની અંદર જે વિટામિન્સ અને ખનિજ તત્ત્વો રહેલા છે જેને લીધે તે ઘણા બધા રોગોને દૂર કરી શકે છે અને એમાંની એક બીમારી એટલે પથરીની બીમારી. કળથી પથરીની બીમારી મટાડી શકે છે.
હવે જાણીએ કે કળથી નો ઉપચાર કઈ રીતે કરવાનો છે: કિડનીની પથરી હોય કે પિત્તાશયમાં પથરી હોય રાત્રે સૂતી વખતે એક ગ્લાસ પાણી લેવાનું છે અને એની અંદર એક મુઠ્ઠી કળથી ને પાણીમાં પલાળી દેવાની છે. એક મુઠ્ઠી એટલે લગભગ બેથી ત્રણ ચમચી જેટલી કળથીને એક ગ્લાસ પાણીમાં પલાળીને રાખી લેવાની છે.
કળથી નો સમાવેશ કઠોળ વર્ગમાં થાય છે અને તે એક પ્રકારે દાળ જેવી હોય છે. રાતે કળથી ને પલાળી અને સવારે તેનો જોશો તો તે એકદમ નરમ થયેલા જોવા મળશે.હવે આ નરમ થયેલા દાણાને હાથની મદદથી બરાબર મસળી અને ઘટ્ટ પ્રવાહી બનાવી લેવાનું છે.
ત્યારબાદ આ ઘટ્ટ પ્રવાહીને એક ગરણીની મદદથી ગાળી લેવાનું છે અને તમારે સવારે ઉઠી ખાલી પેટે પી જવાનું છે. આ પ્રવાહી એકદમ ધીમે ધીમે પી લેવાનું છે. આ પ્રવાહી એટલે કે કળથી નું પ્રવાહી પથરીની બીમારીને ખૂબ આસાનીથી મટાડી દે છે.
આ ઉપચાર સવારે કરવાનો છે સાથે સાથે ખાસ સાંજના સમયે લીંબુ શરબત પીવાનું છે. એક ગ્લાસ પાણીમાં લીંબુ નાખી અને પાણી પી જવાનું છે. જો તમે સવાર-સાંજ આ ઉપચાર કરશો તો ખૂબ ટૂંકાગાળામાં અમુક જ દિવસોમાં પથરી નીકળી જાય છે અને પથરીની બિમારી માંથી ખૂબ આસાનીથી છુટકારો મળી શકે છે .