આપણે ઘરના રસોડામાં દરરોજ એવી ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ ઘણી એવી વસ્તુઓ હોય છે જેના વગર તો રસોઈ શક્ય જ નથી. આમાંથી એક વસ્તુનું નામ છે પાટલો-વેલણ, કારણ કે પાટલા – વેલણથી જ રોટલી બનાવી શકાય છે.
સામાન્ય રીતે દરેક ઘરમાં સવાર-બપોર અને સાંજ પાટલા – વેલણનો ઉપયોગ કરવામાં આવે છે. દેખીતી રીતે કોઈ પણ વસ્તુનો જેટલો વધારે ઉપયોગ કરવામાં આવે, તેટલી ઝડપથી તે ખરાબ અથવા બગડી શકે છે.
પરંતુ પાટલા – વેલણએ રસોડાની એવી એક વસ્તુ છે, જેના પર એકવાર હાથ બેસી ગયા પછી રોટલી ગોળ ગોળ બને છે. તેથી વારંવાર નવું પાટલા – વેલણ નથી ખરીદી શકતા. જો તમે પણ તમારા જૂના પાટલા – વેલણનો લાંબા સમય સુધી ઉપયોગ કરવા માંગતા હોય તો આ ટિપ્સ તમને ચોક્કસ કામ આવશે.
લાકડાનું પાટલા – વેલણ : લાકડાના પાટલા – વેલણને સ્વચ્છ રાખવાની શ્રેષ્ઠ રીત છે કે તેનો ઉપયોગ કર્યા પછી તેને ભીના કપડાથી સાફ કરીને લૂછી લો. લાકડાના પાટલા – વેલણને ડિટર્જન્ટ પાણીમાં ભૂલથી ડૂબાડવાની ભૂલ કરશો નહીં.
જો પાટલા કે વેલણ પર કણક ચોંટી ગઈ છે અને કપડામાંથી ઓર નથી થઇ રહી તો તમે સ્ક્રબનો પણ ઉપયોગ કરીને દૂર કરી શકો છો. ઘણા ઘરોમાં પાટલો અને વેલણને એ જ રીતે સાફ કરવામાં આવે છે જે રીતે રસોડાના બીજા વાસણોને પાણીમાં ડુબાડીને ધોવામાં આવે છે.
પરંતુ જો લાકડાનું પાટલો અને વેલણ લાંબા સમય સુધી પાણીમાં રહે તો તેનું લાકડું ફૂલી જાય છે અને તેમાં પાણી પણ ભરાઈ જાય છે. જેના કારણે પાટલો અને વેલણમાં પણ કીટાણુઓ પડી શકે છે. પાટલો અને વેલણને સ્ટોર કરતા પહેલા તે સંપૂર્ણપણે સુકાઈ ગયા પછી જ તેને સ્ટોર કરો.
જો તમે પાટલો અને વેલણને ભીનું જ સ્ટોર કરશો તો ભેજને કારણે વંદો તેને પોતાનું ઘર બનાવવાનો પ્રયત્ન કરશે અને સારું એવું ચાલતું પાટલો અને વેલણ ખરાબ થઇ જશે. પાટલો અને વેલણને ક્યારેય ગરમ પાણીથી ધોવાની ભૂલ કરશો નહીં. ગરમ પાણીથી ધોવાથી લાકડામાં તિરાડો પડવાની શક્યતા વધી જાય છે. પછી તેનાથી રોટલી બનાવવી સરળ નથી.
મેટલ પાટલો અને વેલણ : આજકાલ બજારમાં મોટાભાગે મેટલ પાટલો અને વેલણ આવી ગયા છે, જેને વાપરવા સરળ છે અને તેમની વધારે કાળજીની લેવાની જરૂર પડતી નથી. તમે મેટલ પાટલો અને વેલણને પાણી અને ડિટર્જન્ટથી સારી રીતે સાફ કરી શકો છો.
મેટલ પાટલો અને વેલણને ક્યારેય ફ્લોર એટલે કે જમીન પર પડવા દો નહીં. જો આવું થાય તો તેમાં તિરાડ પડી શકે છે. મેટલના પાટલા વેલણને ભીની જગ્યાએ સ્ટોર ના કરો, નહીંતર તેને કાટ લાગી શકે છે.
હવે જો તમારે પણ જુના પાટલા વેલણ પર હાથ બેસી ગયો છે અને લાંબા સમય સુધી ચલાવવા માંગતા હોય તો આ ટિપ્સને શ્યાંમાં રાખીને તેની કાળજી લઇ શકો છો. જો આ ટિપ્સ ગમી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.