pav bhaji banavani rit gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ભારતમાં સૌથી વધારે લોકપ્રિય જો કોઈ નાસ્તો હોય તો તે છે પાવભાજી. પાવભાજી રેસ્ટોરન્ટમાં પણ ખુબ મળે છે અને લોકો તેને ઘરે બનાવીને પણ ખાવાનું પસંદ કરે છે. હોટલમાં બેસીને પણ લોકો પાવભાજીનો ઓર્ડર આપે છે. હવે જો તમે પણ પાવભાજી ખાવાના શોખીન છો તો તમારે આ રેસીપી હવે જાણી લેવી જોઈએ કારણ કે આ રેસિપીથી પાવભાજી બનાવવામાં તમને થોડી જ મિનિટો લાગશે.

બજારમાં મળતી પાવભાજી મોંઘી પણ હોય છે, વેચનારાઓએ તે પબ ભાજી કેવી રીતે બનાવી છે, તે તાજી તૈયાર છે કે નહીં, તમે તેના વિશે કંઈ પણ જાણતા નથી, જ્યારે તમે ઘરે જે પાવ ભાજી બનાવો છો તે સ્વાદિષ્ટની સાથે તમારા સ્વાસ્થ્ય માટે પણ ઘણી સારી છે.

જો તમે પણ ઉતાવળમાં પાવભાજીનો પ્રોગ્રામ બનાવવાનું વિચારી રહયા છો તો, તો ચાલો આજે અમે તમને પહેલા તેની રેસિપી વિશે જણાવી દઈએ.

પાવભાજી બનાવવા માટેની સામગ્રી

  • 2 બાફેલા બટાકા
  • 1/2 કપ વટાણા
  • 3/4 કપ બારીક સમારેલી કોબી
  • 1/2 કપ બારીક સમારેલ ગાજર
  • 1-2 બારીક સમારેલી ડુંગળી
  • 1 ચમચી આદુ પેસ્ટ
  • 1-2 બારીક સમારેલા ટામેટા
  • 1/2 કપ સમારેલ કેપ્સીકમ
  • 1/2 ચમચી લાલ મરચું પાવડર
  • 1/4 ચમચી હળદર
  • 1/4 ચમચી ધાણા પાવડર
  • 1/4 ચમચી જીરું પાવડર
  • 1/2-1 ચમચી પાવભાજી મસાલો
  • 2 ચમચી લીંબુ રસ
  • સ્વાદ મુજબ મીઠું
  • 2 ચમચી તેલ
  • 2 ચમચી માખણ
  • બારીક સમારેલી કોથમીર
  • 8 પાવ બન્સ

પાવભાજી બનાવવાની રીત

પાવભાજીની ભાજી બનાવવા માટે, સૌપ્રથમ બધી શાકભાજીને પાણીથી સારી રીતે ધોઈ લો અને તેને જીણા કાપીને તેને કૂકરમાં મૂકો, હવે તેમાં 1 કપ પાણી અને થોડું મીઠું ઉમેરો અને એક સીટી વાગે ત્યાં સુધી તેને પકાવો.

હવે આ બાફેલા શાકભાજીને બ્લેન્ડરથી સારી રીતે પીસી લો. તમે આ શાકભાજીમાં બાફેલા બટેટા પણ ઉમેરી શકો છો. તમે ઇચ્છો તો શાકભાજી સાથે કાચા બટાકા પણ રાંધી શકો છો. આ બધું કરવામાં તમને માત્ર 10 મિનિટ નો સમય લાગશે.

હવે એક પેનમાં 2 ચમચી તેલ મૂકી ગરમ કરો અને તેમાં ડુંગળી નાખીને સાંતળો. જ્યારે ડુંગળી આછા બદામી રંગની થવા લાગે ત્યારે તેમાં ટામેટા, આદુની પેસ્ટ નાખીને ફ્રાય કરો. જ્યારે આ બધું બરાબર ફ્રાય થઇ જાય, પછી તેમાં મીઠું, લાલ મરચું, હળદર, પાવ મસાલો, ધાણા પાવડર અને જીરું ઉમેરીને સારી રીતે ફ્રાય કરો.

આ પણ વાંચો : માત્ર 5 મિનિટમાં ઘરે બનાવો મુંબઈ સ્ટાઇલ પાવભાજી મસાલો, લોકો આંગળીઓ ચાટતા રહેશે

જ્યારે મસાલામાંથી તેલ અલગ થવા લાગે ત્યારે તેમાં હળવું પાણી ઉમેરીને તેને હલાવી લો, હવે તમે તેમાં બાફેલા અને બ્લેન્ડ કરેલા બધા શાકભાજી ઉમેરો અને તેમાં 1 કપ પાણી ઉમેરીને બરાબર હલાવીને તે ઉકળે ત્યાં સુધી પકાવો. હવે ભાજીમાં ઉપરથી 2 ચમચી લીંબુનો રસ ઉમેરો.

ઉપરથી 1/2 ટીસ્પૂન પાવભાજી મસાલો નાખો અને તેને 2-3 મિનિટ સુધી બરાબર રંધાવા દો. તમારી પાવ ભાજીની ભાજી ખાવા માટે તૈયાર છે, હવે તમે ગેસ બંધ કરો. તેને તડકો કરવામાં તમને માત્ર 10-15 મિનિટનો સમય લાગે છે. એટલે કે, અત્યાર સુધી તમને ફક્ત 20-25 મિનિટ જ લાગશે.

હવે એક પેનમાં માખણ નાખી ગરમ કરો, પછી તેના પર પાવ મૂકી બધી બાજુથી સારી રીતે શેકી લો. તેને ખાવાનો સ્વાદ વધુ વધી જશે કારણ કે જ્યારે પાવને ચારે બાજુથી શેકવામાં આવે છે ત્યારે તે ક્રિસ્પી બને છે.

પાવ ભાજી બનાવ્યા પછી તેને આ રીતે સર્વ કરો 

ભાજીને બાઉલમાં નાંખો, પાવને પ્લેટમાં મૂકો અને ભાજીને જીણી સમારેલી લીલી કોથમીરથી ગાર્નિશ કરો, તમે ઉપરથી લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. હવે તેની સાથે લીલી ચટણી, ડુંગળી અને લીલા મરચાનું સલાડ સર્વ કરો, ભાજીની ઉપર સર્વ કરતી વખતે 1 ચમચી માખણ ઉમેરવાનું ના ભૂલશો, એકવાર ખાશો તો તેનો સ્વાદ તમને જીવનભર યાદ રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા