pav bhaji no masalo banavani rit
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

Pav bhaji no masalo banavani rit : જો તમને બજારમાં સારી ગુણવતાવાળો પાવ ભાજી મસાલો નથી મળતો તો તો તમે થોડો સમય નીકાળીને તે મસાલો સરળતાથી ઘરે બનાવીને તમારા ખાવાનો સ્વાદ બમણો કરી શકો છો. ઘરે બનાવવામાં આવતા દરેક મસાલા હંમેશા તાજા અને સારી ગુણવત્તાવાળા હોય છે.

પાવભાજી બાળકોથી લઈને મોટાલોકોને ખૂબ જ ગમતી હોય છે અને તમે તેને ગાજર ઉમેરીને વગેરે જેવા અનેક પ્રકારના સ્વાસ્થ્યવર્ધક શાકભાજી ઉમેરીને ઘરના લોકોને ખવડાવી શકો છો. તો જાણો પાવ ભાજી સ્પેશિયલ મસાલો બનાવવાની રીત

પાવ ભાજી મસાલો માટે જરૂરી સામગ્રી

  • ધાણા 5 ચમચી
  • મેથી1/4 ચમચી
  • કાળું મીઠું 1 ચમચી
  • જીરું 2 ચમચી
  • કસૂરી મેથી 1 ચમચી
  • જાવિત્રી 1 ઇંચનો ટુકડો
  • નાની ઈલાયચી 1-2
  • કાળા મરી 1/2 ચમચી
  • લાલ મરચું 1 ચમચી
  • હળદર 1 ચમચી
  • લવિંગ 10-12
  • આમચુર 2 ચમચી
  • તજ 1 ઇંચનો ટુકડો

પાવ ભાજી સ્પેશિયલ મસાલો બનાવવાની રીત

આ મસાલાને પણ બીજા મસાલાની જેમ બનાવવા માટે સૌથી પહેલા ધાણા, જીરું, મેથી, કાળા મરી અને લવિંગને ધીમા ગેસની ફ્લેમ પર લગભગ 3 થી 4 મિનિટ સુધી શેકી લો. પછી તેમને ઠંડુ થવા માટે બાજુમાં રાખો.

આ પછી આ શેકેલી વસ્તુઓ અને બાકીની વસ્તુઓને મિક્સર જારમાં એકસાથે ઉમેરીને સારી રીતે મિક્સ કરીને ઝીણો પાવડર બનાવી લો.

આ પણ વાંચો: માત્ર 5 મિનિટમાં ઘરે બનાવો મુંબઈ સ્ટાઇલ પાવભાજી મસાલો, લોકો આંગળીઓ ચાટતા રહેશે.

તો તૈયાર છે તમારો સ્પેશિયલ બજાર જેવો પાવભાજી મસાલો. હવે તેને એર ટાઇટ કન્ટેનરમાં બંધ રાખો. તમે આ મસાલાને આખું વર્ષ સુધી સ્ટોર કરી શકો છો. જ્યારે પણ તમે ઘરે પાવભાજી બનાવો ત્યારે તેમાં જરૂર મુજબ ઉપયોગમાં લઇ શકો છો.

અમને આશા છે કે પાવભાજી મસાલો બનાવવાની રેસિપિ પસંદ હશે,અને જો તમે આવી જ બીજી રેસિપી અને કિચન ટિપ્સ વિષે વધારે માહિતી મેળવવા માંગતા હોય તો ચોક્કસપણે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો, અહીંયા તમને રસોઈ સબંધિત અલગ અલગ માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા