મુંબઈ ની બોરીવલી નું પ્રખ્યાત પાવ પેટીસ કેવી રીતે બનવાનું એ આજે તમારી જોડે શેર કરીશુ.
Pav patties સામગ્રી:
૫/૬ બાફેલા બટાકા
૧ ચમચી આદુ/ મરચાની પેસ્ટ
અડધી ચમચી હળદર
૧ ચમચી ગરમ મસાલો
સ્વાદ પ્રમાણે મીઠું
પાવ પેટીસ બનાવાની રીત
સ્ટેપ ૧: સૌ પ્રથમ બાફેલાં બટાકામાં લીલા મરચા અને આદુની પેસ્ટ, હળદળ, ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરો. હવે હાથ ની મદદ થી મિક્સ કરીલો.
એક પેન મા તેલ ગરમ કરવા મુકો. પેટીસ ને શેલો ફ્રાય કરીશુ.
પેટીસ ને આ રીતે ગોળ (ગુલ્લા) કરીને પેન મા મુકી દો. ગેસ ને મિડિયમ રાખીશું. બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેલો ફ્રાય કરી લઈશું. આપણી પેટીસ તૈયાર છે.
હવે આપણે આ પાવ ને મસાલા ને રોસ્ટ કરવાના છે. એ માટે સામગ્રી નીચે મુજબ છે.
પાવ ૨ નંગ
ઝીણી સમારેલી નાની ડુંગરી અને લીલા ધાણા,
ટામેટાની સ્લાઈસ, સેવ. ચીઝ, ચાટ મસાલો,
લસણ ની ચટણી, લીલી ચટણી, બટર
સૌ પ્રથમ પેન મા બટર ને મેલ્ટ કરી લો. પાવ પેટીસ બનાવા માટે બટર નો ઉપયોગ વધારે કરવાનો છે. હવે તેમાં લીલી લસણ ની ચટણી, લીલી ચટણી એડ કરી લઈશું, ત્યારબાદ સારી રીતે મિક્સ કરી લઈશું. (ગેસ ધીમો રાખવાનો છે).
પાવ ને હવે આ રીતે કાપીને બન્ને બાજુ થી રોસ્ટ કરી લઈશું. જો પાવ પેટીસ ટેસ્ટી બનાવા હોય તો લસણ ની ચટણી અને લીલી ચટણી ટેસ્ટી હોવી ખુબ જ જરૂરી છે.
હવે પાવ પર તૈયાર કરેલા પેટીસ મુકીશું. લીલી સમારેલી ડુંગળી અને લીલા ધાણા એડ કરીશુ.
ટામેટાં ની સ્લાઈસ મુકીશું. ચાટ મસાલો સ્પ્રીંકલ ( ભભરાવીશું) કરીશુ. ઝીણી સેવ નાખીશું. અને છેલ્લે ચીઝ છીણી લઇશું.
તો તૈયાર છે પાવ પેટીસ. મિત્રો તમને કેવી લાગી આજની આ રેસિપી? મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા, સારી લાગી હોય તો મિત્રો સાથે અને ફેમિલી મેમ્બર સાથે જરૂર શેર કરજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.