પેટમા દુખાવાનો ઇલાજ: અજમો એક ચમચી, થોડુંક મીઠું નાખી ખાઇ જવાનું. પછી પાણી પી લેવાનુ. આટલુ કરવાથીવ ૧૫ મિનિટમાં આરામ થઈ જશે.
શરદીનો ઈલાજ: અજમો લઇ તેનો ભુક્કો કરવાનો. ૫૦ ગ્રામ અજમો હોય તો ૩૦ ગ્રામ ગોળ નાખી બન્ને મિક્સ કરી લેવુ. જો મોટો માણસ હોય તો તેને અડધી ચમચી અને નાનો હોય પાંચ વર્ષથી વધુ ઉમર નો વ્યક્તિ તેને અડધી ચમચીથી પણ ઓછુ એટલે કે પા ચમચી આખા દિવસમાં ત્રણ વખત આપવાનું. આટલુ કરવાથી બે દિવસ શરદી માં ફેર પડી જશે.
નાક બંધ થઈ જવાનો ઈલાજ: લવીંગ ને સાવ બારી નાખવાના. પછી તેનો ભુક્કો કરી એક ડબ્બી મા ભરિ મુકવાનો. જ્યારે નાક બંધ થઇ જાય ત્યારે લવીંગ ના ભુકાની બે ચમચી અનેે તેમા થોડું પાણી નાખવાનું અને ગરમ કરવાનો છે. ગરમ થઇ જાય એટલે નીચે ઉતારી નાક પર લગાવાથી ફક્ત ૧૦ મિનીટ મા નાક ખુલી જશે.
શરદી થવાથી માથુ દુખતુ હોય: આખી રાત માં બંધાયેલી શરદી થવાથી માથુ દુખતુ હોય તો સુુંઠ નો ભુુુક્કો લઇ તેને પાણીમાં નાખીને ગરમ કરવાનો. ગરમ થઇ જાય એટલે નીચે ઉતારી અને ઠંડી થાય એટલે કપાળ ઉપર લગાડી દેવાથી ૧૦ મિનિટમાં માથું મટી જશે.
મોળ ચડતો હોય તેના માટે: ગંઠોળા નો થોડા પાવડર લઇ તેમાં થોડું મીઠું અને ઘી નાખી અડધી ચમચી ચાટી જવાનુ.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી માહિતી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.