શું લગ્નની સીઝનને તમારા પેટની બેન્ડ બજાવીને રાખી છે અને તેનાથી બચવાનો તમને કોઈ રસ્તો શોધી શક્યા નથી? તો ચિંતા કરશો નહીં પરંતુ તમારા આહારમાં અહીંયા જણાવવામાં આવેલા 3 શક્તિશાળી ખોરાકને ખાવાનું ચાલુ કરો.
ખાસ કરીને ગયા વર્ષના કોવિડ લોકડાઉન પછી આ વર્ષની લગ્નની સીઝનમાં આપણને વધારે લગ્નનો આનંદ છે કારણ કે લોકો વર્ષના છેલ્લા મહિનામાં યોજાનાર મોટા લગ્નોમાં હાજરી આપવા માટે ઉત્સુક હોય છે. લગ્નની સીઝન બધાને ગમે છે પરંતુ આપણે એ ન ભૂલવું જોઈએ કે લગ્નમાં ખાવા-પીવાથી પાચનક્રિયા પર ગંભીર અસર પડે છે.
ઘણા બધા લગ્નોમાં હાજરી આપવાથી આપણી દિનચર્યામાં પણ બદલાવ આવે છે, મોડી રાત સુધી જાગવું, ઊંઘ ના આવવી, કસરતનો અભાવ અને કેલરીયુથી ભરપૂર આહાર પર ધ્યાન આપવું. તો આ લગ્નની સીઝનમાં તમારી રોગપ્રતિકારક શક્તિ સારી રાખવી અને તમારી પાચન શક્તિને સરળ રાખવી જરૂરી હોય છે.
અત્યારે લગ્નની સિઝન ધૂમધામ ચાલી રહી છે અને આપણામાંથી મોટાભાગના લોકોને લગ્નમાં વધારે ખાવાની આદત હોય છે. કેટલાક લોકો એવું પણ કરતા હોય છે કે તેઓ આખો દિવસ કંઈ પણ ખાતા નથી અને પછી સાંજે તેઓ લગ્નમાં આખા દિવસનું ખાઈ લે છે.
તેઓ એવું વિચારે છે કે આખો દિવસ ના ખાતા હોઈએ તો રાત્રે આંખ દિવસનું ભેગું ખાવાથી આપણા શરીર પર કોઈ ખરાબ અસર નહીં પડે. પરંતુ કદાચ તેઓ નથી જાણતા નથી કે આનાથી આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.
લગ્નમાં ખાવામાં આવતી મીઠાઈઓ, ચાટ પકોડી અને ફાસ્ટ ફૂડ જેવી બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ આપણા પાચનને ધીમું કરી શકે છે અને પેટ ખરાબ કરી શકે છે. જાણો લગ્નની સિઝનમાં પાચનક્રિયાને સ્વસ્થ રાખતા આ 3 ખોરાક વિશે.
ગોળ, ઘી અને સૂંઠમાંથી બનાવેલા મેથીના લાડુ : ગોળ, ઘી અને સૂંઠમાંથી બનાવેલ મેથીના લાડુ પેટમાં ખેંચાણ અને કબજિયાત થતા અટકાવે છે, આંતરડાની મ્યુક્સને પ્રોત્સાહન આપે છે અને વાળને ચમકદાર રાખવામાં પણ મદદ કરે છે જે પેટની અસ્વસ્થતાને કારણે ફ્રઝી દેખાઈ શકે છે.
તમે તેને નાસ્તામાં અથવા સાંજે 4 થી 6 વાગ્યે ભોજન તરીકે લો. જો તમે પૂરતી ઉંઘ નથી લઈ શકતા અથવા લગ્નની સિઝનમાં તમે કસરત પણ નથી કરતા તો તે બ્લડ સુગરમાં પણ મદદ કરે છે.
છાશ : બપોરે જમ્યા પછી તરત જ એક ગ્લાસ છાશમાં હિંગ અને સંચળ નાખીને પી જાઓ. છાશ એ પ્રોબાયોટીક્સ અને વિટામિન B-12 બંને થી ભરપૂર છે. હિંગ અને કાળા મીઠાનું મિશ્રણથી પેટ ફૂલવું, ગેસને રોકવામાં મદદ કરે છે. રોજ છાશ પીવાથી પેટની સમસ્યાઓને ઘણી હદ સુધી ઓછી કરી શકાય છે.
સૂવાના સમયે 1 ચમચી ચ્યવનપ્રાશ : રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા માટે, ફ્લેવોનોઈડ્સ અને એન્ટીઑકિસડન્ટોના શ્રેષ્ઠ સ્ત્રોત, લગ્નની સીઝનમાં ત્વચાને નરમ અને કોમળ રાખે છે. ચ્યવનપ્રાશ ખાવાથી પાચનશક્તિ મજબૂત થાય છે અને તેનાથી જોડાયેલી સમસ્યાઓ ઘણી હદ સુધી ઓછી થાય છે.
આ સાથે બદલાતી ઋતુની સાથે શરદી-ઉધરસ પણ ઓછી થઈ શકે છે. કાળજી રાખજો કે જો મોડી રાત્રે લગ્નો વારંવાર થતા હોય અને ખાસ કરીને જો તમે ડેસ્ટિનેશન વેડિંગમાં હોય.
તમારા આહારમાં આ 3 વસ્તુઓનો સમાવેશ કરીને તમે લગ્નની સિઝનમાં પાચનક્રિયાને સ્વસ્થ રાખી શકો છો. આવી જ વધારે માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.