ખીલ દૂર કરવાના ઉપાયો: આજના સમયમાં દરેક સ્ત્રી કોઈ પણ પ્રકારના સ્કિન પ્રોબ્લમનો સામનો કરતી જોવા મળે છે. આ સામાન્ય સમસ્યાઓમાંની એક ખીલ છે પણ ભલે તમારી ત્વચા ખીલગ્રસ્ત છે કે નહીં તે ધ્યાનમાં લીધા વગર, ખીલની સમસ્યા બહારની ગંદકી અને ત્વચાની યોગ્ય કાળજી ના લેવાને કારણે શરૂ થાય છે.
જ્યારે ત્વચા પર કઈ થાય છે ત્યારે આપણે બધા ખૂબ જ પરેશાન થઈ જઈએ છીએ અને ઘણા પ્રકારના સ્કિન પ્રોડક્ટનો ઉપયોગ કરવાનું શરૂ કરીએ છીએ. જો કે આમ આપણા ઘણા પૈસા ખર્ચે થઇ જાય છે અને તે જરૂરી નથી કે તમે વિચાર્યું હોય તે પ્રમાણે જ તમને પરિણામ મળે.
જો તમને પણ વારંવાર ખીલની સમસ્યાનો સામનો કરવો પડે છે તો આ સ્થિતિમાં બજારમાં મળતા વિવિધ પ્રકારની ફેન્સી પ્રોડક્ટ્સને બદલે તમારા રસોડામાં જ તેની સારવાર શોધો. આમળા એક એવી ખાવાની વસ્તુ છે, જે ખીલ માટે ખૂબ અસરકારક છે.
ખરેખર તેમાં ઘણું વિટામિન સી હોય છે, જે શરીરને ડિટોક્સ કરે છે અને લોહીને શુદ્ધ કરે છે. જેના કારણે જ્યારે તમારી બોડી સિસ્ટમ અંદરથી સારી થાય છે તેની અસર તમને બહાર પણ દેખાવા લાગે છે.
જો આમળાનો ઉપયોગ જુદી જુદી રીતે કરવામાં આવે છે તો તમે ખીલથી છુટકારો મેળવી શકે છે અને તમે ચમકદાર ત્વચા મેળવી શકો છો. આજના આ લેખમાં તમને આમળાનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણીશું અને તમે ખીલથી કેવી રીતે છુટકારો મેળવી શકો છો તે પણ જોઈશું.
સવારનું ડ્રિન્ક : જો તમે તમારા શરીરને ડિટોક્સ કરવા માંગતા હોય તો તમે સવારે આમળાનું સેવન કરી શકો છો. આ બનાવવા માટે એક ગ્લાસ નવશેકું પાણીમા એક ઢાંકણું આમળાનો રસ નાખીને મિક્સ કરો. હવે તમે તેને સવારમાં જ પીવો.
શાકમાં : તમે તમારા શાકમાં આમળાનો સમાવેશ કરીને તમારી ત્વચાને ચમકદાર બનાવી શકો છો. આ માટે તમારે ફક્ત એટલું જ કરવાનું છે કે તમે શાક બનાવો ત્યારે ટામેટા અથવા આમચૂર પાવડર ના આમળાને ઉમેરવાનું શરુ કરો. આનાથી તમને શાકમાં ટેસ્ટ પણ આવશે અને તે હેલ્ધી પણ બનશે.
ડિટોક્સ જ્યુસ : આમળા, ટામેટા, પાલકથી ડિટોક્સ જ્યુસ બનાવી શકાય છે. આ ડિટોક્સ જ્યુસ ખીલથી છુટકારો મેળવી શકાય છે સાથે તે લોહીને પણ શુદ્ધ કરશે અને વજન ઘટાડવામાં પણ મદદ કરશે. ઘણીવાર શરીરમાં વધુ પડતા ટોક્સિન નું ઉત્પાદન પણ ખીલનું કારણ બને છે. પરંતુ જો તમે સવારે આ જ્યુસનું સેવન કરો છો તો તમને ઘણા ફાયદા પણ મળે છે.
આમળા સ્ક્રબ : શરીરને આંતરિક રીતે ફાયદો કરાવવા સિવાય, તેની મદદથી સ્ક્રબ પણ બનાવી શકાય છે, જે ખીલ માટે દુશ્મનથી ઓછો નથી. આ સ્ક્રબ બનાવવા માટે આમળાનો રસ, ગુલાબજળ અને ખાંડ મિક્સ કરીને ચહેરા પર લગાવો અને હળવા હાથે સ્ક્રબ કરો. આ સ્ક્રબનો ઉપયોગ કરીને તમે ખીલથી છુટકારો મેળવી શકશો સાથે મૃત ત્વચાને દૂર કરે છે. તેમજ તે તમારા ચહેરાને વધારે ચમકદાર બનાવે છે.
આમળા અને પપૈયાનો ફેસમાસ્ક : ખીલથી છુટકારો મેળવવા માટે તમે આમળા અને પપૈયાનો માસ્ક પણ બનાવી શકો છો. આ માસ્ક બનાવવા માટે, પપૈયું લઈને તેને સારી રીતે મેશ કરો. પછી, આમળાનો રસ ઉમેરો અને તેને મિક્સ કરો. પપૈયું વિટામિન એ નો સ્ત્રોત હોવાથી, તે ડાર્ક પિગમેન્ટેશન, અસમાન ત્વચા ટોન અને ડ્રાય સ્કિન વગેરેને દૂર કરવામાં મદદ કરે છે.
તમારા ચહેરાને સારી રીતે સાફ કર્યા પછી, પપૈયા અને આમળાનો માસ્ક લગાવો અને તેને લગભગ 15 મિનિટ સુધી આમ જ છોડી દો. પછી સ્વચ્છ પાણીની મદદથી ચહેરો સાફ કરો.
જો તમને આ લેખ ગમ્યો હોય તો રસોઈ ની દુનિયા સાથે બીજા આવા જ લેખો વાંચવા માટે જોડાયેલા રહો. ખુબ ખુબ આભાર તમારો કિંમતી સમય આપીને વાંચવા માટે.