pital na vasan cleaning tips gujarati ma
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઘણી વાર ઘરમાં રાખવામાં આવેલી પિત્તળની મૂર્તિઓને યોગ્ય રીતે સાફ ના કરવાને કારણે, તે કાળી પાડવા લાગે છે અથવા તેમની ચમક પહેલા કરતા ઓછી થવા લાગે છે. જ્યારે આપણે તેને સામાન્ય વોશિંગ પાવડર અથવા ડીશવોશિંગ લિક્વિડથી સાફ કરીએ છીએ તો પછી તે સ્વચ્છ થવાને બદલે વધારે ગંદી દેખાવા લાગે છે.

તેમની ચમક ખૂબ જલ્દી ફીકી થવા લાગે છે અને નવી મૂર્તિઓ પણ જૂની દેખાવા લાગે છે. અહીં અમે તમને એવી કેટલીક એવી ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે ઘરની પિત્તળની મૂર્તિઓ અથવા પિત્તળના વાસણોને ખૂબ જલ્દી સાફ કરી શકો છો અને તેમને નવા જેવા ચમકાવી શકો છો.

આંબલી

જો તમે તમારા ઘરની પિત્તળની મૂર્તિઓને મિનિટોમાં સાફ કરવા માંગતા હોય તો આમલી તમારી મદદ કરી શકે છે. આ માટે લગભગ 20 ગ્રામ આમલીને 15 મિનિટ માટે પાણીમાં પલાળીને રાખો અને જ્યારે તે સોફ્ટ થઈ જાય, ત્યારે તેના પલ્પને પિત્તળની મૂર્તિઓ અથવા પિત્તળના વાસણોમાં સારી રીતે ઘસો.

તેને મૂર્તિના દરેક ભાગ પર સારી રીતે લગાવીને તેને સારી રીતે સ્ક્રબથી સાફ કરો. 10 મિનિટ સુધી રહેવા દો અને પછી તેને પાણીથી સારી રીતે ધોઈને સાફ કરી લો.

લીંબુ અને મીઠું 

પિત્તળની ગંદી મૂર્તિઓને સાફ કરવા માટે લીંબુને અડધા ભાગમાં કાપો અને કાપેલા ભાગમાં એક ચમચી મીઠું ઉમેરો. લીંબુના ટુકડાનો રસ નિચોડતા તેને પિત્તળના ગંદા ભાગ પર ઘસો. 5 મિનિટ પછી મૂર્તિને ગરમ પાણીથી સારી રીતે ધોઈને તેને સૂકવી લો. આ ટિપ્સથી પિત્તળની કાળી પડેલી મૂર્તિઓમાં પણ ચમક લાવે છે.

લીંબુ અને બેકિંગ સોડા

લીંબુ અને બેકિંગ સોડાને એક સારા સફાઈ એજન્ટ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આનો ઉપયોગ કરવા માટે, અડધા લીંબુના રસમાં એક ચમચી બેકિંગ સોડા મિક્સ કરીને એક પેસ્ટ તૈયાર કરો.

આ પેસ્ટને એક મુલાયમ કપડાથી ગંદી પિત્તળની મૂર્તિઓ પર લગાવો. આ પેસ્ટને 30 મિનિટ સુધી પિત્તળની મૂર્તિ પર લગાવીને રાખો. 30 મિનિટ પછી મૂર્તિને ગરમ પાણીથી ધોઈને સુકાવી દો. આવા પ્રકારના મિશ્રણ ગંદી પિત્તળની મૂર્તિને એક નવી ચમક આપશે.

લોટ, મીઠું અને સફેદ વિનેગર

પિત્તળની કાળી પડેલી મૂર્તિઓને સાફ કરવા માટે લોટ, મીઠું અને સફેદ વિનેગર સાથે ત્રણેય સામગ્રીને સરખા ભાગમાં લઈને મિક્સ કરીને એક પેસ્ટ બનાવો. હવે તે પેસ્ટનું એક પાતળું પડ કાળા પડેલા પિત્તળ પર લગાવો અને તેને 1 કલાક માટે આમ જ રહેવા દો.

1 કલાક પછી મૂર્તિઓને ગરમ પાણીથી સારી રીતે ધોઈ લો. સફેદ વિનેગર એક મુખ્ય સફાઈ એજન્ટ તરીકે કામ કરે છે. તેથી, તેના ઉપયોગને કારણે કાળી પડી ગયેલી મૂર્તિઓમેં ચમક આવે છે.

ટોમેટો કેચપ અથવા ટામેટું

ટામેટામાં એક એસિડ હોય છે જે પિત્તળ અને બીજા ધાતુઓ પર પડેલા કાળા ડાઘને દૂર કરવામાં મદદ કરે છે, એટલા માટે ટામેટા સબંધિત પ્રોડક્ટ લગાવવાથી પિત્તળ પર અદ્ભૂત કામ કરી શકે છે. કેચઅપ, ટમેટા પેસ્ટ અને ટમેટાનો સોસ બધા પિત્તળને સાફ કરવા માટે એક સરખા સારી રીતે કામ કરે છે.

તેનો ઉપયોગ કરવા માટે તમારી ગંદી પિત્તળની મૂર્તિઓ પર ટમેટા કેચઅપનું પાતળું પડ એટલે કે પરત લગાવો અને તેને એક કલાક માટે આમ જ છોડી દો. પછી ગરમ પાણી અને ડીશ સોપથી સારી રીતે ધોઈ લો. હવે તેને સુકાવા દો અને તેની ચમક જુઓ.

ઉપર જણાવેલ બધી ટિપ્સની મદદથી તમે પિત્તળની મૂર્તિઓ અથવા પિત્તળના વાસણો સાફ કરી શકો છો.પણ જો તમે આ ટિપ્સથી મદદથી મોટી મૂર્તિઓની સફાઈ કરી રહ્યા હોય તો પહેલા આ મૂર્તિઓ પર નાનો ટેસ્ટ કરો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા