ભગવાનની મૂર્તિ શરૂઆતમાં તો ખૂબ જ ચમકદાર દેખાતી હોય છે પરંતુ ધીમે ધીમે મૂર્તિની ચમક ઓછી થવા લાગે છે. આવી સ્થિતિમાં આપણે મૂર્તિને સાફ કરવા માટે વિવિધ ઉપાય કરીએ છીએ, દરેક લોકો મૂર્તિને અલગ અલગ રીતે સાફ કરતા હોય છે.
ખાસ કરીને પિત્તળની મૂર્તિઓને સાફ કરવી થોડું મુશ્કેલ હોય છે. તો આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવીશું જેની મદદથી તમે તમારી પિત્તળની મૂર્તિ ચમકવા લાગશે. હવે કઈ રીતે? તો ચાલો જાણીએ પિત્તળની મૂર્તિને ચમકાવવાની મજેદાર ટિપ્સ.
આમલીનું પાણી : સામાન્ય રીતે પિત્તળને સાફ કરવા માટે ખટાશની જરૂર પડે છે. આવી સ્થિતિમાં જો તમે પણ પિત્તળની મૂર્તિને સાફ કરવા માંગો છો તો, આમલીના પાણીમાં 10 થી 15 મિનિટ સુધી મૂર્તિને રાખો અને પછી ધોઈ લો. મૂર્તિની બધી કાળાશ દૂર થઈ જશે.
લીંબુ અને મીઠું : તમે લીંબુનો ઉપયોગ રસોઈ સિવાય ઘરના ઘણા કામો માટે કરી શકો છો. તમે પીત્તળની મૂર્તિને પણ લીંબુથી સાફ કરી શકો છો. પિત્તળની મૂર્તિને સાફ કરવા માટે તમારે ફક્ત લીંબુ અને થોડું મીઠાની જરૂર પડશે.
આ માટે સૌ પ્રથમ, એક બાઉલમાં 1 ચમચી સફેદ મીઠું અને લીંબુને 2 સરખા ભાગોમાં કાપી લો. હવે લીંબુ પર મીઠું લગાવો અને તે લીંબુથી મૂર્તિ સાફ કરો. એકવાર આખી મૂર્તિ પર મીઠું અને
લીંબુનો લેપ લાગી જાય એટલે મૂર્તિને 5 મિનિટ માટે રહેવા દો.
પછી મૂર્તિને લીંબુના બીજા ભાગથી સાફ ઘસો. આ પછી મૂર્તિને પાણીથી ધોઈ લો. તમારી મૂર્તિ પહેલા કરતાં ઘણી સ્વચ્છ અને ચમકદાર દેખાશે. ખાસ કરીને લીંબુ અને મીઠું મૂર્તિની કાળાશ દૂર કરવા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.
પીતામ્બરીનો ઉપયોગ કરો : પીતામ્બરી એક પાવડર હોય છે જે પિત્તળની મૂર્તિઓને સાફ કરવા માટે હોય છે. માત્ર મૂર્તિ જ નહીં તમે પિતાંબરીથી બીજી ઘણી વસ્તુઓને સાફ કરવા માટે ઉપયોગમાં લઇ શકો છો. પીતામ્બરી મૂર્તિ પરની તમામ કાળાશ દૂર કરે છે.
લીકવીડ તૈયાર કરો : તમે પિત્તળની મૂર્તિને સાફ કરવા માટે તમે ઘરે લીકવીડ પણ બનાવી શકો છો. આ માટે તમારે બેકિંગ સોડા અને વિનેગરની જરૂર પડશે. 1 કપમાં અડધું પાણી અને અડધો વિનેગર ઉમેરીને લીકવીડ તૈયાર કરો.
હવે આ લિકવિડમાં 3 થી 4 ચમચી ખાવાનો સોડા ઉમેરીને મિક્સ કરો. પછી સ્વચ્છ કપડાથી અને આ લીકવીડની મદદથી મૂર્તિને સાફ કરો. આ લિકવિડની મદદથી પિત્તળ સારી રીતે સાફ થઈ જાય છે. મૂર્તિ નવી દેખાય છે.
ટામેટાંથી પણ સાફ કરી શકાય છે : ટામેટા દરેકના ઘરે હોય છે તેથી મૂર્તિની સફાઈ માટે ટામેટા પણ સારો વિકલ્પ છે. ટામેટાંનો રસ પિત્તળને સારી રીતે સાફ કરી શકે છે. પણ જો પિત્તળ પર ડાઘ વધુ દેખાતા હોય તો ટામેટાનો રસ કંઈ ખાસ કાં નહીં કરી શકશે. તમે સામાન્ય સફાઈ માટે ટામેટાંના રસનો ઉપયોગ કરી શકો છો.
તો આ હતી કેટલીક ટિપ્સ જેની મદદથી તમે પિત્તળની મૂર્તિને સરળતાથી સાફ કરી અને ચમકાવી શકો છો. જો તમે આવા જ બીજા ઉપાયો વિશે જાણવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.