વરસાદની સિઝનની શરૂઆત થઇ ગઈ છે. આ ઋતુમાં આપણે સૌ ગરમ ગરમ ભજીયા ખાવાના શોખીન છીએ. જો ચોમાસાના વરસાદી વાતાવરણમાં ગરમાગરમ ચા સાથે ગરમાગરમ ભજીયા મળી જાય તો માજા જ કંઈક અલગ છે.
હકીકતમાં, ભજીયા ભલે ગમે તે વસ્તુથી બનાવવામાં આવ્યા હોય પરંતુ તે સ્વાદ થી ભરપૂર હોય છે.
આજે અમે તમને આજની રેસિપીમાં ગરમાગરમ પૌહાના ભજીયાની રેસિપી જણાવવા જઈ રહ્યા છીએ, જેનો સ્વાદ ચાની ચુસ્કી સાથે વરસાદની માજા અપાવશે.
સામગ્રી : પોહા 1 કપ, જીણી સમારેલી ડુંગળી 1, બાફેલા બટાકા 1 મોટું, આદુની પેસ્ટ 1 ચમચી, લીલા મરચા જીણા સમારેલા 5, જીણી સમારેલી કોથમીર 2 ચમચી, મીતા લીમડાના પાન 5-7, કાશ્મીરી લાલ મરચું પાવડર 1/4 ચમચી, અજમો 1/4 ચમચી, આમચુર પાવડર 1/2 ચમચી, મીઠું જરૂર મુજબ, શેકેલી મગફળી પાવડર 2 ચમચી.
બનાવવાની રીત : પોહાના ભજીયા બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં પોહાને સારી રીતે ધોઈ લો. જો તમે પાતળા પોહાનો ઉપયોગ કરતા હોવ તો તેને હળવા હાથે ધોઈને અલગ કરી લો અને જો જાડા પોહાનો ઉપયોગ કરો છો તો થોડીવાર પાણીમાં પલાળી દો.
પછી પોહામાંથી પાણીને સારી રીતે નિતાળી લો અને પોહાને બાજુ પર મુકો, જેથી તેમાંથી પાણી સારી રીતે સુકાઈ જાય. હવે એક મોટા બાઉલમાં પોહા નાખો અને તેમાં સમારેલી ડુંગળી, છૂંદેલા બટાકા, આદુની પેસ્ટ, કોથમીર અને મીઠા લીમડાના પાન ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
આ પછી આ મિશ્રણમાં જરૂર મુજબ મીઠું, મરચું પાવડર, અજમો, આમચૂર પાવડર નાખીને બરાબર મિક્ષ કરી લો. છેલ્લે તેમાં મગફળી પાવડર અને ચણાનો લોટ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. હવે હાથમાં થોડું તેલ લગાવીને નાના કદના બોલ બનાવી લો. હવે એક કઢાઈ લો અને તેલ ગરમ કરો, ગેસની આંચ ઓછી હોવી જોઈએ.
હવે એક પછી એક બોલને તેલમાં તળી લો અને જયારે તે ક્રિસ્પી થઈ જાય એટલે બહાર કાઢી લો. તો પોહાના ભજીયા તૈયાર છે, તેને પ્લેટમાં કાઢીને ગરમાગરમ ચટણી અથવા ચા સાથે સર્વ કરો.
જો તમને આ ચોમાસુ રેસિપી પસંદ આવી હોય અને આવી જ બીજી ભજીયાની રેસીપી જાણવાની ઈચ્છા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.