Poha recipe in gujarati: પોહા સવાર અને સાંજના નાસ્તામાં સર્વ કરવામાં આવતી ખૂબ જ લોકપ્રિય વાનગી છે. આજે, આ લેખમાં, અમે તમારા માટે એક સરળ પદ્ધતિ સાથે પોહાની રેસીપી લાવ્યા છીએ. જો તમારી પાસે સમય ઓછો છે અને થોડો હળવો અને સ્વાદિષ્ટ નાસ્તો કરવા માંગો છો, તો આ પોહા રેસીપી તમારા માટે બેસ્ટ છે.
તમારે આ રીતે ઘરે જ પૌઆ બનાવવા જ જોઈએ, તેને ઘરમાં રાખવામાં આવેલી થોડી વસ્તુઓથી ખૂબ જ ઝડપથી તૈયાર કરી શકાય છે. આવો જાણીએ પોહા બનાવવાની રીત.
સામગ્રી : પોહા (મધ્યમ જાડા) 1 કપ, મગફળી 1/2 કપ, તેલ – 2 ચમચી, રાઈ 1 ચમચી, લીલા મરચા – 2, હળદર પાવડર – 1/2 ચમચી, થોડા મીઠા લીમડાના પાંદડા, લીંબુનો રસ – 2 ચમચી, સ્વાદ પ્રમાણે મીઠું, થોડી કોથમીર.
પોહા બનાવવાની રીત : સૌથી પહેલા પોહાને બે-ત્રણ વાર ચોખ્ખા પાણીથી ધોઈ લો. પછી, પોહામાં લગભગ 2 ચમચી પાણી નાખો અને તેને 10 મિનિટ માટે ઢાંકીને રાખો જેથી કરીને પોહા સારી રીતે ફૂલી જાય.
હવે ગેસ પર એક પેન મૂકો અને તેમાં 1 ચમચી તેલ ઉમેરીને ગરમ કરો. તેલ ગરમ થયા પછી તેમાં અડધો કપ મગફળી નાખીને સારી રીતે તળી લો જેથી તેમાં કોઈ કાચાપણું ન રહે. મગફળીને શેક્યા પછી તેને પ્લેટમાં કાઢીને બાજુ પર રાખો.
હવે પેનમાં 1 ચમચી વધુ તેલ ઉમેરો. પછી તેમાં એક નાની ચમચી રાઈ નાખીને સારી રીતે તતડવા દો. આ પછી પેનમાં બે બારીક સમારેલા લીલા મરચાં, અડધી ચમચી હળદર પાવડર અને થોડા મીઠા લીમડાના પાંદડા ઉમેરીને 1 મિનિટ માટે ફ્રાય કરો.
પછી તેમાં પોહા ઉમેરીને મિક્સ કરો. આ પછી તેમાં 2 ટીસ્પૂન લીંબુનો રસ અને સ્વાદ મુજબ મીઠું નાખી, બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો અને પૌઆને 2 મિનિટ સુધી પકાવો.
પૌહા રાંધ્યા પછી હવે ગેસ બંધ કરો અને તેમાં ઉપરથી શેકેલી મગફળી અને કોથમીર ઉમેરો અને મિક્સ કરો. તૈયાર છે ગરમાગરમ પોહા, હવે તેને પ્લેટમાં કાઢીને ગરમાગરમ ખાવા માટે સર્વ કરો.
નોંધ : ધ્યાનમાં રાખો કે તમારે માત્ર મધ્યમ જાડા પોહાનો જ ઉપયોગ કરવો જોઈએ કારણ કે પલાળ્યા પછી પાતળા પૌઆ ઝડપથી ઓગળી જાય છે. ઘણા લોકો પોહાને ધોયા પછી પલાળતાં નથી હોતા, કારણ કે તેઓને કડક અને છુટ્ટા પોહા ખાવાનું પસંદ હોય છે.
લીંબુનો રસ વૈકલ્પિક છે જો તમને ખાટા ન ગમતા હોય તો તેમાં ઉમેરો નહીં. જો તમારી પાસે મીઠા લીમડાના પાંદડા ઉપલબ્ધ ન હોય તો તમે માત્ર કોથમીરનો પણ ઉપયોગ કરી શકો છો. જો તમે ઈચ્છો તો તેમાં સમારેલા બટાકાનો પણ ઉપયોગ કરી શકો છો.