શું તમે કોઈ નવો ક્રિસ્પી અને સ્પાઈસી નાસ્તો બનાવીને ખાવા માંગો છો, જો હા તો આ પોસ્ટ ચોક્કસ વાંચો. આ પોસ્ટમાં, હું તમારી સાથે ઘરે ખૂબ જ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી પોહા શોટ્સ બનાવવાની એક ખૂબ જ સરળ રેસીપી શેર કરીશ, જેની મદદથી તમે પણ ખૂબ જ સ્વાદિષ્ટ પોહા શોટ્સ બનાવી શકશો.
સામગ્રી
- 2 કપ પૌઆ
- 1 જીણી સમારેલી ડુંગળી
- 2 બારીક સમારેલા મરચા
- સ્વાદ માટે મીઠું
- 1 મોટું ફૂટેલું લાલ મરચું (રેડ ચીલી ફ્લેક્સ)
- 2 ચમચી પિઝા સોસ
- 1/2 કપ ચોખાનો લોટ
- બારીક સમારેલી કોથમીર
- 1 ચમચી આદુ લસણની પેસ્ટ
- 1/4 કપ મૈંદા લોટ
- 1/2 ચમચી મીઠું
- 1/2 કપ બ્રેડનો ભૂકો
- તળવા માટે તેલ
પોહા શોટ્સ બનાવવાની રીત
ક્રિસ્પી અને સ્પાઈસી પોહાના શોટ્સ બનાવવા માટે સૌથી પહેલા એક કપ પોહા લો. પૌઆને ધોઈને 3 મિનિટ માટે પલાળી રાખો. હવે પૌઆને ગાળી લો અને વધારાનું પાણી કાઢી લો. હવે પોહાને એક બાઉલમાં ટ્રાન્સફર કરો.
હવે 2 બ્રેડ સ્લાઈસ લો અને તેની આજુબાજુની બધી કિનારીઓ કાપી લો. હવે બ્રેડની સ્લાઈસને પાણીમાં બોળીને નિચોવી લો. હવે પલાળેલી બ્રેડને તોડીને પલાળેલા પોહામાં મિક્સ કરો.
હવે તેમાં 1 સમારેલ ગાજર, 1 સમારેલી ડુંગળી, 2 સમારેલા લીલા મરચા, 1/2 નંગ સમારેલ કેપ્સીકમ, જીણી સમારેલી કોથમીર ઉમેરો. હવે તેમાં 1 ચમચી આદુ લસણની પેસ્ટ, 2 ચમચી દહીં, 2 ચમચી ચોખાનો લોટ ઉમેરો. હવે તેમાં 1 ટીસ્પૂન રેડ ચીલી ફ્લેક્સ, 1/2 ચમચી ગરમ મસાલો, 1 ચમચી ચાટ મસાલો, સ્વાદ મુજબ મીઠું ઉમેરો. (તમે કોઈપણ વસ્તુ તમારી મુજબ ઉમેરી શકો છો)
હવે બધું સારી રીતે મિક્સ કરી મિશ્રણ તૈયાર કરો. અહીંયા તમારે પાણી ઉમેરવાની જરૂર નથી, કારણ કે પૌઆ અને પલાળેલી બ્રેડમાં પાણી હોય જ છે. હવે મિશ્રણમાંથી એક નાનો ટુકડો લો અને તેને ચોરસ આકારમાં બનાવી લો.
આ પણ વાંચો: પોહા કટલેટ ઘરે બનાવવાની સરળ રીત
હવે બાકીના મિશ્રણમાંથી ચોરસ આકારના શોટ્સ બનાવો. તમે ઈચ્છો ત્યારે તળી શકો છો. (જો તમે ઇચ્છો તો તેને ફ્રીઝરમાં 15 દિવસ સુધી સ્ટોર કરી શકો છો).
હવે એક બાઉલ લો અને તેમાં 3 ચમચી મેદાનો લોટ ઉમેરો અને પાણી અને મીઠું ઉમેરીને બેટર તૈયાર કરો. હવે 2 બ્રેડને ભૂકો કરી લો અને તેને તૈયાર કરેલા બેટરના બાજુ પર રાખો.
હવે એક ચોરસ આકારનો શોટ લો અને પહેલા તેને તૈયાર કરેલા બેટરમાં ડુબાડીને કોટ કરો અને પછી બ્રેડ ભૂકામાં ડુબાડીને કોટ કરો. આ રીતે બધા શોટ્સને કોટ કરો અને પ્લેટમાં રાખો.
હવે ગેસ પર એક કઢાઈ મૂકો અને તેલને ગરમ કરો. હવે એક પછી એક તૈયાર કરેલા શોટ્સ ઉમેરો અને ક્રિસ્પ અને સોનેરી થાય ત્યાં સુધી તળો. હવે તેને પ્લેટમાં કાઢી લો અને બાકીના શોટ્સને તળી લો. હવે તમારા ક્રિસ્પી અને મસાલેદાર પોહાના શોટ્સ તૈયાર છે.
જો તમને પોહના શોટ્સ બનાવવાની રીતે પસંદ આવી હોય તો, આવી વધી રેસિપી જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.