અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now
પોહા ઉત્તપમ નાસ્તામાં સ્વાદિષ્ટ અને આરોગ્યદાયક વિકલ્પ છે. તે પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ અને વિટામિનથી ભરપૂર છે. હરી ચટણી સાથે પીરસવાથી તેનું સ્વાદ બમણું થઈ જાય છે.
જરૂરી સામગ્રી:
ઉત્તપમ માટે:
- પૌંઆ (ચીવડા) – 1 કપ
- સોજી – 1 કપ
- દહીં – ½ કપ
- બારીક કાપેલી ડુંગળી – 1
- લીલા મરચાં – 1-2 (કાપેલા)
- બારીક કાપેલી શિમલા મરચી – ½ કપ
- બારીક કાપેલી ગાજર – ½ કપ
- કોથમીર – 2 ટેબલસ્પૂન
- મીઠું – સ્વાદ અનુસાર
- તેલ – ઉત્તપમ સેકવા માટે
- પાણી – જરૂર પ્રમાણે
લીલી ચટણી માટે:
- કોથમીર ના પાન – 1 કપ
- ફુદીનાના પાન – ½ કપ
- લીલા મરચાં – 2-3
- લસણ – 2 કળી
- લીંબુનો રસ – 1 ટીસ્પૂન
- મીઠું – સ્વાદ અનુસાર
- પાણી – 2-3 ટેબલસ્પૂન
પોહા ઉત્તપમ બનાવવાની રીત:
- પૌઆ ને ધોઈને 5 મિનિટ માટે પાણીમાં પલાળીને રાખો.
- એક મિક્સિંગ બાઉલમાં સોજી અને દહીં મિક્સ કરો. ત્યારબાદ ભીના પૌંઆ અને મીઠું ઉમેરો.
- આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી ગાઢ બેટર તૈયાર કરો. જરૂર હોય તો થોડું પાણી ઉમેરો.
- બેટર માં ડુંગળી, શિમલા મરચી, ગાજર, ધાણાં અને લીલા મરચાં ઉમેરો.
- ગરમ તવા પર થોડું તેલ નાખો અને બેટર નો એક ભાગ ઉતાવળથી ફેલાવો.
- બંને બાજુએથી સોનેરી બ્રાઉન થાય ત્યાં સુધી સેકો.
- આ જ રીતમાં બાકીનું બેટર વાપરી ઉત્તપમ તૈયાર કરો.
લીલી ચટણી બનાવવાની રીત:
- તમામ સામગ્રી મિક્સરમાં નાખી પેસ્ટ બનાવી લો.
- ચટણી એક વાટકીમાં કાઢી લો અને પોહા ઉત્તપમ સાથે પીરસો.
નોંધ :
- ઉત્તપમમાં તમે તમારી પસંદગીની શાકભાજી ઉમેરી શકો છો.
- દહીં તાજું અને વધુ ખાટું ન હોય તેની ખાતરી કરો.
- લીલી ચટણીના મસાલા તમારાં સ્વાદ પ્રમાણે એડજસ્ટ કરો.
આ પણ વાંચો: નવી રીતે ટેસ્ટી છુટા છુટા બટાકા પૌવા બનાવાની રીત