poha vada recipe
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

હેલ્લો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું ઘરમાં રહેલી વસ્તુ થી એકદમ ઓછી સામગ્રી નો ઉપયોગ કરી હળવો નાસ્તો એટલે. ઇન્સ્ટન્ટ પૌઆ નાં વડા(Poha Vada Recipe) . આ વડા દરેક ને પસંદ પડે એવા અને ફક્ત ૧૦ મીનીટ માં તૈયાર થઈ જાય છે. બાજરી, મકાઈ અને મિક્સ લોટ નાં વડાતો બધા બનાવે છે, પણ આજે પૌઆ નાં વડા કેવી રીતે બનાવી શકાય તે જોઈલો. આ વડા તમે ગરમ કે ઠંડા ખાઇ શકો છો. આ વડા ચા, કોફી કે દુધ સાથે ખાઇ શકો છો. જો બાજુમાં લીલી ચટણી કે કેચઅપ હોય તો મજાજ કંઇક જુદી આવે છે.

સામગ્રી:

  • દોઢ કપ પૌંઆ
  • પાણી
  • અડધો કપ ઘઉંનો લોટ
  • અડધો કપ ઘઉંનો કરકરો લોટ
  • એક ચમચી વળી યાળી
  • એક ચમચી વલિયાલી
  • ૨ ચમચી તલ
  • ૧  ચમચી ખાંડ
  • અડધી ચમચી હળદળ
  • હીંગ
  • ૧ ચમચી ધાણાજીરૂ પાઉડર
  • દોઢ ચમચી લાલ મરચું પાઉડર
  • અડધી ચમચી ગરમ મસાલો
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • એક ચમચી આદુ- મરચાંની પેસ્ટ અને લીલા લીમડાની પેસ્ટ
  • તેલ
  • કોથમીર
  • લીંબુનો રસ

બનાવાની રીત

poha vada

એક બાઉલમાં પૌઆ લઈ તેને પાણી વડે ધોઈ પાણી નિતારી લો.  હવે ધોઈ ને પાણી નિતારી લીધેલા પૌઆ માં ફરી પૌંઆ ડૂબી જાય એટલું પાણી એડ કરો.૫ મીનીટ સુધી પૌંઆ ને રેસ્ટ આપી.૫ મીનીટ માં તમારાં પૌઆ સોફ્ટ થઈ ગયાં હસે. હવે આ પૌઆ ને એક ચારણી માં લઈ તેમાંથી પાણી કાઢી લો.

poha vada recipe

એક બાઉલાં માં પાણી નિતારી લીધેલા પૌઆ લો. હવે એમાં ઘઉંનો લોટ એડ કરો. હવે એમાં ઘઉંનો કરકરો લોટ એડ કરો એટલે કે ભાખરી બનાવામાં જે ઉપયોગ કરીયે છીયે એ લોટ. હવે એમા ગરમ મસાલો, મીઠું, આદુ- મરચાંની અને લીલા લીમડાની પેસ્ટ, ૩ ચમચી તેલ, કોથમીર એડ કરી બધુ બરાબર મિક્સ કરી લો. અહિયા તમારે લોટ એ તમે કેટલું પાણી એડ કરો છો તે પ્રમાણે લઈ શકો છો. બધું મિક્સ થઈ ગયાં પછી લીંબુ નો રસ એડ કરો.

poha vada

બધું મિક્સ કરી ને કણક બાંધી લો. પાણી એડ કર્યા વગર તમારે કણક બાંધવાની છે. આં કણક તમે હાથમા લોટ લઈ વડું બનાવી શકો એટલી સોફ્ટ બાંધી લો.

poha vada recipe

હાથની હથેળી માં તેલ લગાવી હાથમા કણક લઈ બોલ બનાવો અને બોલ ને થોડો પ્રેસ કરી વડા તૈયાર કરો. બધા વડા બનાવી લો.

એક કડાઇ લો તેમા તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં વડાને એડ કરો વડાને એડ કર્યા પછી તમારે તરત એને ફેરવવાના નથી. ૧ મિનિટ થાય પછી વડાને તેલ મા બીજી બાજુ ફેરવો. વડા ગોલ્ડન કલર નાં થાય ક્રિસ્પી એટલે તેને એક પ્લેટ માં લઇ લો

poha vada recipe

તો તૈયાર છે તમારાં ક્રિસ્પી પૌંઆ નાં વડા. જો તમે પણ બનાવો છો તો કોમેન્ટ માં જરૂર થી બતાવજો કે કેવું બન્યુ. મિત્રો તમને કેવી લાગી આજની આ રેસિપી? મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા, સારી લાગી હોય તો મિત્રો સાથે અને ફેમિલી મેમ્બર સાથે જરૂર શેર કરજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો 👉 રસોઈ ની દુનિયા.

Recipes source : jalpa kitchen

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા