potato balls recipe
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

બનાના પોટેટો બોલ્સ રેસીપી બાળકોથી લઈને વડીલો સુધીના દરેકને ખૂબ ગમશે, તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તેને બનાવવાની પ્રક્રિયા પણ ખૂબ જ સરળ છે, તમારે એક વાર તેનો પ્રયાસ કરવો જ જોઇએ.

સામગ્રી

  • 4 કાચા કેળા લેવા
  • 2 બાફીને છોલ્યા બાદ મેશ કરેલા મોટા બટાકા લેવા
  • 100 ગ્રામ પનીર લેવુ
  • અડધો કપ સાબુદાણા(બારીક પીસેલા) લેવા
  • 1-1 ટેબલ સ્પૂન આદું લેવુ
  • પીસેલા લીલાં મરચાં લેવા
  • કાળા મરીનો પાવડર લેવો
  • સિંધાલૂણ
  • ફૂદીના પાવડર લેવો
  • બારીક કાપેલી કોથમીર લેવુ
  • તળવા માટે તેલ લેવુ

Potato Balls

બનાવવાની રીત

પનીરના 1-1 ઇંચના ટૂકડાં કરી લો અને તેમા સામાન્ય મીઠું અને કારા મરીનો પાવડર ભભરાવી ને મૂકી રાખો. હવે  તેલ તથા પનીરને છોડીને બધી સામગ્રી સરખી રીતે મિક્સ કરી લો  હવે પનીરના જેટલા ટૂકડાં હોય તેટલાં ગોળા બનાવી લો. હવે 1 ગોળો લો અને હથેળી પર ફેલાવી તેની અંદર પનીર નાંખી યોગ્ય રીતે બંધ કરી લો.  હવે તેલ ગરમ કરી ગોળા સોનેરી રંગના થાય ત્યાંસુધી તેણે તરો. જ્યારે તળાઇ જાય એટલે કઢાઈમાંથી કાઢી લઇ વચ્ચે લીલી ચટણી સજાવીને ગરમાગરમ ફરાળી બનાના-પોટેટો બોલ્સ સર્વ કરો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ રસોઇ ની દુનિયા લાઈક કરી જોડાઓ.