જો તમે બજારમાં જાવ છો તો 5 થી 6 કિલો બટાકા લાવો, છો, કારણ કે વારંવાર બજારમાં બટાકા ખરીદવા માટે જવું ના પડે. થોડા દિવસ પછી આ બટાકા બગડી જાય છે તો હવે શું કરવું? જ્યારે તમે બજારમાંથી આટલી મોટી માત્રામાં બટાટા ખરીદીને ઘરે લાવો તો કેટલાક દિવસો પછી ખરાબ થવા લાગશે.
પરંતુ હવે બટાકા ખરાબ નહીં થાય અને તમે તેને વધારે દિવસો સુધી તાજા રાખી શકો છો. આજે આ લેખમાં અમે તમને કેટલીક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેને અપનાવીને તમે બટાટાને ઘણા લાંબા દિવસો સુધી સરળતાથી તાજા રાખી શકો છો.
હવા આવે તેવી જગ્યાએ રાખવા : સામાન્ય રીતે લોકો બટાકાને એવી જગ્યાએ રાખે છે જ્યાં હવા આવતી નથી તેથી બટાટા ઝડપથી બગડવાનો ભય રહે છે. તો આવી સ્થિતિમાં જો તમે ઇચ્છો છો કે બટાકા ઝડપથી બગડે નહીં અને લાંબા સમય સુધી તાજા રહે તો તમારે બટાકાને હવાની અવરજવરવાળી જગ્યાએ રાખવાની જરૂર છે.
જો તમે બટાકાને કોઈપણ ટોપલી કે કોઈપણ થેલી, પોલીથીન અને કન્ટેનરમાં રાખો છો તો તેને હંમેશા ખુલ્લું રાખો. આના કારણે બટાકા જલ્દી બગડશે નહિ.
ફ્રીજમાં ના કરો સ્ટોર : ઘણીવાર એવું જોવા મળે છે કે ઘણા લોકો ડુંગળીને ઓછી પરંતુ બટાટા ફ્રીજમાં સ્ટોર કરીને રાખે છે. પરંતુ તમારે આમ કરવાથી બચવું જોઈએ. કારણ કે બટાકાને ફ્રિજમાં રાખવાથી જલ્દી ખરાબ થઈ શકે છે.
તમને જણાવી દઈએ કે બટાકામાં સ્ટાર્ચ હોય છે જે ફ્રિજમાં રાખવાથી શુગરમાં ફેરવાઈ જાય છે અને બટાકા અંકુરિત થવા લાગે છે અથવા બગડવા લાગે છે. તો આવી સ્થિતિમાં બટાકાને ખુલ્લી જગ્યાએ જ રાખો. તમે સરળતાથી બટાકાને ફ્લોર પર પણ રાખી શકો છો.
બીજા શાકભાજી સાથે મિક્સ ના કરો : બટાકા ઝડપથી બગડવા લાગે છે તેનું કારણ છે કે ઘણા લોકો ડુંગળી, બટાકા, ટામેટા, લીંબુ વગેરે ઘણી બધી શાકભાજીને એકસાથે ટોપલી કે ડબ્બામાં રાખે છે.
કદાચ તમે જાણતા નહિ હોય તો તમારી જાણકારી માટે અમે તમને જણાવી દઈએ કે જ્યારે તમે બટાકાની સાથે ડુંગળી રાખો છો તો તે બંને ખૂબ ઝડપથી અંકુરિત લાગે છે અને બગડી પણ જાય છે. આ સિવાય લીંબુ એક સાઇટ્રિક એસિડ ફૂડ છે જેના કારણે બટાકા ઝડપથી બગડવા લાગી જાય છે.
ખૂબ ગરમ જગ્યાએ ના રાખો : બટાકાને હવાની અવરજવરવાળી જગ્યાએ રાખવાનો અર્થ એ નથી કે તેને ગરમ જગ્યાએ રાખો પણ તેને એવી જગ્યાએ રાખો જે વધારે ગરમ ના હોય. ઘણી વખત એવું જોવા મળે છે કે બટાકાને બહાર રાખવામાં આવે છે જ્યાં સૂર્યપ્રકાશ હોય છે. જેના કારણે બટાકા ખરાબ થઈ શકે છે.
ઘણી વખત એવું પણ જોવા મળે છે કે ઘણા લોકો બટાકાને માઇક્રોવેવ કે ગેસની આસપાસ રાખે છે. તમારે બટાકાને એવી જગ્યાએ રાખવા જોઈએ જે જગ્યા વધારે ગરમ ના હોય અને ના તો ખૂબ ઠંડી હોય. તેનાથી બટાટા તાજા રહેશે. તમે બટાકાને જમીન પર કાગળ અથવા ન્યૂઝ પેપર મૂકીને પણ રાખી શકો છો. જો તમને આ માહિતી ગમી હોય તો આવી જ વધારે માહિતી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.