ભાગ્યે જ કોઈ એવું ભારતીય ઘર હશે જ્યાં કૂકરનો ઉપયોગ નહિ થતો હોય. ઘણી વખત જેમ જેમ કૂકર જૂનું થાય છે તેમ તેનું કામ ઓછું થતું જાય છે અને પ્રેશર બિલ્ડ-અપ પણ સમાપ્ત થઇ જાય છે. આવી સ્થિતિમાં જો જોવામાં આવે તો ઘણા લોકો પ્રેશર કુકર રિપેર કરાવવા જાય છે અને ઘણા લોકો બજારમાંથી નવું કૂકર ખરીદે છે, પરંતુ કેટલીક વસ્તુઓ એવી હોય છે જેને ઘરે જ સરળતાથી ઠીક કરી શકાય છે.
જો તમારા પ્રેશર કૂકરમાં મેઈન્ટેનન્સને કારણે કોઈ સમસ્યા આવે છે તો તમારા પ્રેશર કૂકરને ઘરે જ ઠીક કરી શકાય છે. તો ચાલો અમે તમને કુકર માટે કેટલીક ટિપ્સ જણાવીએ.
1. જો કૂકરમાં પ્રેશર નથી બિલ્ડ અપ થતું હોય તો શું કરવું? જો તમારા પ્રેશર કૂકરમાં પ્રેશર બિલ્ડ અપ નથી થઇ રહ્યું તો તમારે સૌથી પહેલા તેનું રબર ચેક કરવાની જરૂર છે. જો પ્રેશર કૂકરના ગાસ્કેટમાં કટ પડી ગયો હોય તો પણ પ્રેશર બિલ્ડ-અપ નહિ કરી શકે અને જો રબર જૂનું થઇ ગયું હોય તો પણ આવું બની શકે.
દર 6 મહિને તેને બદલી કાઢો. આ તમારા પ્રેશર કૂકરનું આયુષ્ય પણ વધારશે અને તમને સુરક્ષિત પણ રાખશે કારણ કે કેટલીકવાર રબર પ્રેશર કૂકરમાંથી વરાળ છોડે છે તો તે તમને બાળી શકે છે.
2. સ્ટીમ લીક થવી : જો તમારા પ્રેશર કૂકરની સ્ટીમ વારંવાર લીક થતી હોય તો તેનું એક કારણ પ્રેશર કૂકરનું રબર હોઈ શકે છે અને બીજું કારણ છે કે ઢાંકણામાં કઈ ખરાબી હોઈ શકે છે. જો તમારા પ્રેશર કૂકરના ઢાંકણમાં કોઈ ખરાબી છે તો તમારે તેને એકવાર રિપેર કરાવવું જોઈએ. તેનો આ રીતે ઉપયોગ ના કરવો જોઈએ.
જો ગાસ્કેટમાં જ કોઈ ખરાબી છે તો તે ફક્ત ગાસ્કેટને સાફ કરીને પણ ઠીક કરી શકાય છે. જે જગ્યા પર રબર લગાવવામાં આવે છે તે રબરને સારી રીતે સાફ કરો. ધ્યાન રાખો કે આ કરતી વખતે રબરમાં કોઈ કટ ના પાડવો જોઈએ તેનું ખાસ ધ્યાન રાખવું. ઘણા લોકો આ જગ્યા ની સ્વચ્છતા કરવામાં અવગણના કરે છે અને જેના કારણે સ્ટીમ બિલ્ડ અપમાં સમસ્યા થાય છે.
3. ખોરાક બળી રહ્યો છે અથવા વરાળ નીકળતી જાય છે : કદાચ એવું બની શકે કે તમારા પ્રેશર કૂકરમાં વધારાનું પ્રેશર બની રહ્યું છે અને તેનું કારણ એ પણ હોઈ શકે કે તમારા વાલ્વ અથવા સીટીમાં થોડો કચરો અટવાઈ ગયો હોય. સૌથી પહેલા અમે તમને જણાવી દઈએ કે વધારાનું પ્રેશર બિલ્ડ-અપ થવું ખતરનાક હોય છે કારણ કે તે કૂકર વિસ્ફોટ થવાનો ભય રહે છે.
તમારે ફક્ત એટલું કામ કરવાનું છે કે તમારા કૂકરના વાલ્વ અને સીટીને બરાબર સાફ કરો. કેટલીકવાર ખોરાકના કણો અને કચરો તેમાં અટવાઈ જવાથી વધુ સમસ્યાઓ થાય છે. તમારે તેને હંમેશા સાફ રાખવું જોઈએ જેથી કરીને તમારા કૂકરમાં આ સમસ્યા વારંવાર ના થાય.
4. રસોઈ બનાવવામાં વધારે સમય લેવો : જો તમારું પ્રેશર કૂકર રાંધવામાં લાંબો સમય લેતું હોય તો તેના ઘણા કારણો હોઈ શકે છે જેમ કે તમે વધારે પાણી ઉમેર્યું છે અથવા તમે ફ્રોઝન ફૂડ સીધું કૂકરમાં નાખ્યું છે, લીકવીડ ખૂબ જાડું છે અથવા પાણી પૂરતા પ્રમાણમાં નથી વગેરે.
આવું થાય ત્યારે તમારે કૂકરમાંથી તમામ પ્રેશર દૂર કરીને અંદરની સ્થિતિ જોવી જોઈએ. જો તમને પણ આમાંની કોઈપણ સમસ્યા દેખાય છે તો તેને ઘરે ઠીક કરવાનો પ્રયત્ન કરો.
5. કૂકરનું ઢાંકણું બહાર નથી આવતું : જો પ્રેશર કૂકરની અંદર વધારે પ્રેશર બની ગયું હોય અને તેનું ઢાંકણું બહાર ખુલતું ના હોય તો તેની પાછળ ઘણાં કારણો હોઈ શકે છે. કાં તો તમારું ઢાંકણું ડેમેજ થઇ ગયું હોય, વાલ્વ ભરાયેલા હોવાને કારણે વરાળ બહાર આવતી નથી અથવા તમારા કૂકરનું પાણી સંપૂર્ણપણે સુકાઈ ગયું હોય.
આવા કિસ્સામાં સિટીને ઉપર ઉઠાવીને વધારાની પ્રેશરને નીકળવાની કોશિશ કરો અને ત્યારે જ પ્રેશર કૂકરના ઢાંકણ પર ઠંડુ પાણી રેડો. તેનાથી પણ ઘણો ફરક પડશે.
આ તમામ હેક્સ તમને પ્રેશર કૂકરનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં તમને સારી રીતે મદદ કરશે. જો તમને આ ટિપ્સ ગમી હોય તો આવી જ કિચન ટિપ્સ વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.