શરીરને સારી રીતે ચલાવું હોય તો શરીરમાં જરૂરી પોષકતત્વો, વિટામિન અને પ્રોટીન ની માત્રા હોવી જરૂરી છે. શરીરના કોઈ એક તત્વની ઉણપ જણાય તો પણ શરીરમાં તમને તેની અસર જોવા મળે છે. કોઈ પણ માણસ માટે જરૂરી વિટામિનના કુલ 13 પ્રકાર છે.
પરંતુ ઘણા નિષ્ણાતો જણાવે છે કે વિટામિનના કુલ 14 પ્રકાર છે. ઘણા ઓછા લોકો જાણે છે કે વિટામિનનું કામ શરીરમાં શું છે. તો તમને જણાવીએ કે વિટામિનનું મુખ્ય કામ શરીરમાં રહેલા તત્વોનું બેલેન્સ બનાવી શરીરના વિવિધ અંગોને સ્વસ્થ રાખવાનું છે. જો શરીરમાં વિટામિનની ઉણપ જણાય તો શરીરના વિવિધ અંગમાં તકલીફ થાય છે.
ટોટલ વિટામિનના 13 પ્રકાર જણાવવામાં આવે છે જેમાં વિટામિન A, C, D, E, K અને વિટામિન B ના 8 પ્રકારનો સમાવેશ થાય છે. મોટા ભાગના લોકો જાણતા હશે કે વિટામિન B ના કુલ 8 પ્રકારના છે. તો ચાલો જાણીએ શરીરમાં વિટામિનની ઉણપ ન થવા દેવી હોય તો કઈ વસ્તુનું સેવન કરવું જોઈએ.
દાળ: શાકાહારી લોકો માટે દાળનું સેવન શરીરમાં પ્રોટીન, ફાઈબર, વિટામિન્સ અને અન્ય જરૂરી પોષક તત્વો માટેનો સારો સ્ત્રોત છે. દાળ પણ ઘણા બધા પ્રકારની હોય છે. 100 ગ્રામ ચણામાં 25 ગ્રામ પ્રોટીન હોય છે. તુવેર, વટાણા, મગ જેવા કઠોળમાંથી પણ તમે સરળતાથી પ્રોટીન મેળવી શકો છો.
અખરોટ: અખરોટ છોડ આધારિત પ્રોટીન માટે સૌથી સારો વિકલ્પ છે. અખરોટ પ્રોટીન ઓમેગા -3 ફેટી એસિડ્સ, પોલિસેચ્યુરેટેડ ફેટ, ફાયબર અને વિટામિન્સનો સારો સ્ત્રોત છે. અખરોટનું સેવન કરવાથી સ્નાયુઓ અને હાડકાં તંદુરસ્ત રહે છે સાથે સાથે તે વજનને નિયંત્રિત કરવામાં પણ ફાયદાકારક છે.
પનીર: શરીરમાં પ્રોટીનની ઉણપ પનીર ખાવાથી પણ દૂર કરી શકાય છે. 100 ગ્રામ પનીરમાં 40 ગ્રામ જેટલું પ્રોટીન હોય છે. નાના બાળકોને પનીર વધુ ભાવતું હોય છે. પનીર માં કેલ્શિયમ, પ્રોટીન, વિટામીન,અને ફોસ્ફરસ ભરપૂર માત્રામાં મળી રહે છે. પનીર ખાવાથી દાંત અને હાડકા પણ મજબુર રહે છે સાથે સાથે તે હાર્ટથી જોડાયેલી બીમારીઓ થવાનો ખતરો ઓછો થાય છે.
સોયાબીન: સોયાબીન શાકાહારી લોકો માટે પ્રોટીનનો સારો સ્ત્રોત છે. શરીરમાં જરૂરી દૈનિક પ્રોટીનની માત્રા સોયાબીનમાંથી પૂરી કરી શકાય છે. દૈનિક 30 ગ્રામ સોયાબીનનો ઉપયોગ કરવામાં આવે તો દૈનિક પ્રોટીનની જરૂરિયાત પુરી કરી માણસને થતા ઘાતક રોગો જેવા કે હદયરોગ, મધુપ્રમેહ, હાડકાંની નબળાઈ વગેરેથી દૂર રહી શકાય છે.
ડ્રાયફ્રુટ્સ: ડ્રાયફ્રુટ્સમાં બદામ, પિસ્તા, કાજુ, ખજૂર, કિસમિસ, અંજીર વગેરેનો સમાવેશ થાય છે. ડ્રાયફ્રુટ્સ ખાવાથી શરીરમાં ઓમેગા 3 ફેટી એસિડ્સ અને પ્રોટીનની ઉણપને સરળતાથી દૂર થઈ શકે છે. ડ્રાયફ્રુટ્સ ખાવાથી શારીરિક વૃદ્ધિ અને માનસિક વૃદ્ધિ માં પણ વધારો થાય છે.
તમને આ માહિતી મદદરૂપ લાગી હોય તો આ માહિતીને આગળ મોકલો જેથી બીજા લોકો પણ જાણી શકે. આવી જ માહિતી સાથે કિચન ટિપ્સ, બ્યુટી ટિપ્સ વગેરે જેવી માહિતી મેળવવા માટે રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો.