pudina chutney recipe gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ખાવાની સાથે જો ચટણી મળી જાય તો ખાવાનો સ્વાદ અનેકગણો વધી જાય છે અને એમાં જો ચટણી ફુદીનાની હોય તો સોને પે સુહાના. ફુદીનાની ચટણીનો સ્વાદ ખૂબ જ સારો હોય છે અને કેટલાક લોકોને તો આ લેખ વાંચતા જ મોંમાં પાણી આવી ગયું હશે.

ફુદીનાની ચટણીને શાક – રોટલી,દાળ – ભાત અથવા કોઈપણ નાસ્તા સાથે ખાઈ શકાય છે. પરંતુ જો તમે ફુદીનાની એક જ પ્રકારની ચટણી ખાઈને કંટાળી ગયા હોય તો તમારે કંઈક નવું ટ્રાય કરવું જોઈએ. આજે અમે તમારા માટે એક નહિ પણ ફુદીનાની ચટણી બનાવવાની ઘણી રીતો જણાવીશું. તો ચાલો જાણીએ કે ફુદીનાની ચટણી કેવી રીતે અલગ-અલગ રીતે બનાવી શકાય છે જાણો રેસિપી. .

(1) દહીં ફુદીનાની ચટણી : દહીં અને ફુદીનાની ચટણીનો સ્વાદ એકદમ ટેસ્ટી હોય છે. દહીંની ચટણી ના માત્ર તે ખાવામાં સ્વાદિષ્ટ હોય છે પરંતુ તે જોવામાં પણ સારી લાગે છે. તો ચાલો જાણીએ દહીં સાથે કેવી રીતે બનાવવામાં આવે છે ફૂદીનાની ચટણી.

જરૂરી સામગ્રી : 3-4 ચમચી દહીં, 1 ઇંચ આદુ, 3-4 લસણની કળી, 1 ચમચી જીરું પાવડર, 1 ચમચી ચાટ મસાલો, સ્વાદ મુજબ મીઠું, 1 ચમચી આમચૂર પાવડર, 1 કપ કોથમીર, 1.5 કપ ફુદીનાના પાન અને પાણી

દહીં ફુદીનાની ચટણી બનાવવાની રીત : દહીં પુદિના ચટણી બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલ લો અને તેમાં 3-4 ચમચી દહીં નાખો. હવે તેમાં 1 ટીસ્પૂન ચાટ મસાલો, 1 ટીસ્પૂન જીરું પાવડર, 1 ટીસ્પૂન આમચૂર પાવડર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીને બધી વસ્તુઓને મિક્સ કરી લો.

પછી મિક્સરમાં 1.5 કપ ફુદીનાના પાન, 1 કપ કોથમીર, 3-4 લસણની કળી અને 1 ઈંચ સમારેલ આદુ નાખીને, મિક્સરમાં થોડું પાણી નાખીને પીસી લો. હવે જ્યારે તમે તેને પીસી લો ત્યારે ચટણીમાં દહીં ઉમેરીને ચમચીથી બધું બરાબર મિક્સ કરો. તમારી દહીં ફુદીનાની ચટણી તૈયાર છે.

(2) ડુંગળી ફુદીનાની ચટણી : જે રીતે ડુંગળીને ખાવાથી કોઈ પણ ખોરાકનો સ્વાદ બમણો થઇ જાય છે તેવી જ રીતે તમે તેનો ઉપયોગ ફુદીનાની ચટણી બનાવવામાં પણ કરી શકો છો. તો ચાલો જાણીએ કે ડુંગળી ફુદીનાની ચટણી બનાવવાની રીત.

જરૂરી સામગ્રી : 1 નાની ડુંગળી ઝીણી સમારેલી, 3-4 લસણની કળી ઝીણી સમારેલી, સ્વાદ અનુસાર મીઠું અને ફુદીના ના પત્તા

ડુંગળી ફુદીનાની ચટણી બનાવવાની રીત : પહેલા ફુદીના અને કોથમીરને સારી રીતે ધોઈ લો. હવે મિક્સરમાં ફુદીનો નાખો અને પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી, લસણ અને મીઠું નાખીને હવે આ બધી સામગ્રીને મિક્સરમાં પીસી લો. તમે ચટણી કેટલી જાડી જોઈએ છે તે પ્રમાણે ચટણીને પીસતી વખતે પાણી ઉમેરી શકો છો. તો ડુંગળી ફુદીનાની ચટણી તૈયાર છે. સમોસા અને પરાઠા સાથે સર્વ કરો.

(3) સાદી ફુદીનાની ચટણી : આ ફુદીનાની ચટણી બનાવવાની સૌથી સરળ રીત હોય છે. જ્યારે તમને વધારે મહેનત કરવાનું મન ના થાય અને કંઈક મસાલેદાર ખાવાનું મન થાય તો તમે ઘરે ફુદીનાની ચટણી બનાવી શકો છો.

જરૂરી સામગ્રી : ફુદીના ના પત્તા, 1-2 લીલા મરચાં, 1 ઇંચ આદુ, સ્વાદ મુજબ મીઠું, આમચુર પાવડર, આ નાની ચમચી કાળું મીઠું, જીરું પાવડર, 1/2 ચમચી લીંબુનો રસ અને પાણી

ફુદીનાની ચટણી બનાવવાની રીત : સૌથી પહેલા મરચા, ફુદીનો અને આદુને સારી રીતે ધોઈ લો. પછી મરચાં અને આદુને મોટું મોટું સમારી લો. જો તમે ઇચ્છો તો તમે તેને કાપ્યા વગર પણ ચટણીમાં મરચું નાખી શકો છો. હવે મિક્સર લો અને તેમાં ફુદીનાના પાન, ઝીણું સમારેલું આદુ અને મરચું ઉમેરો.

જો તમને મસાલેદાર ચટણી જોવે છે તો તમે લીલા મરચા વધારે ઉમેરી શકો છો. હવે તેમાં આમચૂર પાઉડર, સ્વાદ અનુસાર મીઠું, કાળું મીઠું અને જીરું પાવડર, એક ચમચી લીંબુનો રસ ઉમેરો. આ પછી તેમાં 1-2 ચમચી પાણી નાખીને પીસી લો. આ ચટણીને તમે બ્રેડ પકોડા અને કટલેટ સાથે સર્વ કરો.

બેસ્ટ ફુદીનાની ચટણી બનાવવા માટેની ટિપ્સ : શ્રેષ્ઠ ફુદીનાની ચટણી બનાવવા માટે ફક્ત પાંદડાનો જ ઉપયોગ કરો. જો તમે દાંડીનો ઉપયોગ કરો છો તો તે ચટણીનો સ્વાદ કડવો થઇ જાય છે. ફુદીનાની ચટણી બનાવવા માટે હંમેશા તાજા ફુદીનાનો જ ઉપયોગ કરો.

તાજા અને ફ્રેશ ફુદીનાના પાન ચટણીનો સ્વાદ અને સુગંધ બંનેમાં વધારો કરે છે. ચટણી હંમેશા ઘટ્ટ જ સારી લાગે છે. તેથી ચટણીમાં વધારે પાણી ઉમેરવાનું ટાળો. વધારે પાણી ઉમેરવાથી ચટણીનો સ્વાદ ઓછો થઇ જાય છે. ફુદીનાના પાન અને બીજી સામગ્રીને એકદમ બારીક પીસી લો. તેને દરદારૂ ના રાખો.

ઉનાળાઓ ચાલી રહ્યો છે તો ફુદીનો બજારમાં સરળતાથી મળી જશે. તમે પણ આ ચટણી ઘરે બનાવીને એકવાર જરૂર ટ્રાય કરજો. આશા છે આ રેસિપી પસંદ આવી હશે. આવી જ બીજી અવનવી રેસિપી અને વાનગીઓ વિશે જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા