ખાવાનું સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનાવવાની ઘણી રીતો છે. પરંતુ ભારતમાં સૌથી પ્રખ્યા છે ચટણી. જી હા, ચટણી ખોરાકનો સ્વાદ વધારવા માટે સૌથી વધુ પ્રખ્યાત છે. ચટણી એક એવી વાનગી છે જેને લગભગ દરેક વસ્તુ સાથે ખાવામાં આવે છે. તે સ્વાદ વગરના ખોરાકને પણ મસાલેદાર બનાવે છે.
ચટણીની રસપ્રદ વાત એ છે કે જેટલી તે ખાવામાં સ્વાદિષ્ટ હોય છે એટલી જ તેને બનાવવામાં પણ સરળ હોય છે. જો કે ચટણી ઘણા બધા પ્રકારની હોય છે પરંતુ આજે અમે તમને ડુંગળી અને ફુદીનાની ચટણી બનાવવાની રીત વિશે જણાવીશું, જેને તમે પરાઠા, સમોસા સાથે ખાઈ શકો છો.
સામગ્રી
- 1 કપ ઝીણી સમારેલી ડુંગળી
- અડધો કપ કોથમીર
- અડધો કપ ફુદીનો
- 3 લીલા મરચાં
- 1/2 ચમચી જીરું પાવડર
- સ્વાદ મુજબ મીઠું
- 1 નાની ચમચી લસણ
- અડધું લીંબુ રસ
ફુદીનાની ચટણી રેસીપી
ડુંગળી અને ફુદીનાની ચટણી બનાવવા માટે તમારે સૌથી પહેલા કોથમીર અને ફુદીનાને સારી રીતે ધોઈ લો. આ પછી લીલા મરચાં, લસણ, સમારેલી ડુંગળી અને બીજી બધી સામગ્રીને મિક્સર જારમાં નાખીને સારી રીતે પીસી લો.
જો તમે ઈચ્છો તો તેમાં થોડું પાણી ઉમેરી શકો છો.જ્યારે બધી સામગ્રી બરાબર પીસી જાય ત્યારે તેમાં લીંબુ રસ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. હવે તેમાં મીઠું મિક્સ કરીને થોડીવાર માટે ફ્રીજમાં રાખો. તો તમારી ડુંગળી અને ફુદીનાની ચટણી તૈયાર છે. હવે તમે તેને સમોસા, પરાઠા સાથે સર્વ કરો.
અમને આશા છે આ રેસિપી જરૂર થી ગમી હશે, તો આ રેસિપી વિષે બીજી મહિલાઓને પણ જણાવો, જેથી ત પણ તેમના રસોઈનો સ્વાદ બમણો કરી શકે, આવી જ વધુ રેસિપી અને કિચન ટિપ્સ જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.