પુડલા બનાવવાની રીત : હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું ગળ્યા પુડલા જેને તમે મીઠા પુડલા પણ કહી શકો છો. જે ખાવામાં એકદમ ટેસ્ટી અને બનાવામાં એકદમ સરળ છે. જો તમને ગળ્યું ખાવાનું મન થાય તો તમે આ પુડલા ને બનાવી શકો છો. આજે તમને એક સિક્રેટ રીત બતાવાના છીયે, જેથી તમાંરા પુડલા જાળીદાર અને સોફ્ટ બનશે. તો ચાલો પુડલા રેસિપી (Pudla banavani rit) શરૂ કરીએ, જો પુડલા રેસિપી સારી લાગે તો મિત્રો સાથે શેર કરવાનું ભુલતા નહીં.
પુડલા બનાવવા માટે જરૂરી સામગ્રી:
- ૧ કપ ઘઉં નો જીણો લોટ.
- અડધો કપ ગોળ
- ૧ કપ પાણી
- અડધી ચમચી ઇલાયચી પાઉડર
- એક ચમચી વરિયાળી નો પાઉડર
- ૧ ચમચી ખાંડ
- તલ
- ઘી
આ પણ વાંચો
પુડલા બનાવવાની રીત (Pudla banavani rit ): સૌ પ્રથમ પુડલા બનાવા માટે ગળ્યું પાણી તૈયાર કરવું. તો એની માટે ઍક પેન માં ઍક કપ પાણી લઈને તેમાં અડધો કપ ગોળ ઉમેરવો.( અહીં ૧ કપ લોટ માંથી પુડલા બનાવાના છે, તો ગોળ અડધો કપ લીધો છે.). ગોળ ને પાણી માં ૨-૩ મિનિટ માટે હલાવી, ગોળ વારું પાણી તૈયાર કરો.
પાણી તૈયાર થઈ ગયાં પછી તેને ૧૦ મિનિટ માટે ઠંડુ થવા દો. (ગરમ પાણી માં ખીરું તૈયાર કરવાનું નથી). પાણી ઠંડુ થયા પછી તેણે ગાળી લો. જેથી ગોળ માં રહેલો કચરો દુર થઇ જાય.
એક બાઉલમાં એક કપ ઘઉં ના જીણા લોટ ને એડ કરો. તેમાં અડધી કપ ઇલાયચી પાઉડર, વરિયાળી પાઉડર, અને ખાંડ નાખો. ઠંડું થયેલું ગળ્યું પાણી લઈને બાઉલમાં થોડુ થોડુ ઉમેરતાં જાઓ અને ખીરુ તૈયાર કરો. આ ખીરુ એકદમ પાતળું કે જાડું હોવું ના જોઇએ. ખીરુ ચમચી થી નીચે પાડો એવું તૈયાર કરો.
ખીરુ તૈયાર થયા પછી તેને ૧ કલાક માટે મુકી રાખો.( તમે ૨૦-૩૦ મિનિટ સુધી પણ રાખી શકો). ૧ કલાક પછી જો તમને ખીરું જાડું લાગે તો તમે થોડું પાણી ઉમેરી કરી શકો.
એક ઉતપમ પેન લો અને તેનાં દરેક ખાના માં ખીરું એડ કરો. (નોરલ તવા માં પણ પુડલા બનાવી શકો છો.). મીડિયમ ગેસ પર પુડલા ને ૩-૪ મીનીટ માટે એકબાજુ થવાં દેવો. પૂડલાનો કલર બદલાય એટલે સાઇડ માં ધી એડ કરો. તમે પુડલા પર તલ પણ લગાવી શકો, જેથી દેખાવ માં સારા લાગે.
ધી લગાવ્યા પછી પુડલાને ૩-૪ મીનીટ માટે થવાં દો. ૩-૪ મિનિટ પછી તમે પુડલા ની સાઇડ બદલી દો. સાઇડ બદલતી વખતે જો પુડલા ચોટતા હોય તો ૧ મિનિટ વધું રવા દો. બીજી બાજુ પણ પુડલા ને ૩-૪ મિનિટ માટે થવા દો. એક પ્લેટ માં પુડલાને લઈ લો. તો તૈયાર છે ગરમા ગરમ સોફ્ટ અને જાળીદાર પુડલા.