પંજાબી લસ્સીનો સ્વાદ જ અલગ હોય છે બીજી સામાન્ય લસ્સી કરતા અને જે તેને એકવાર પી લે છે તે તેનો સ્વાદ કોઈ પણ વ્યક્તિ ઝડપથી ભૂલી શકતો નથી. આવો તો અમે તમને જણાવીએ કે પંજાબી લસ્સી બનાવવાની સાચી રીત શું છે અને કેટલીક ટિપ્સ પણ જાણીયે.
ભારતના ઉત્તરના ભાગમાં લોકો તેને મોટે ભાગે પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં વધારે લોકો પીવે છે અને આ સ્થળોએ લસ્સી માટીના વાસણોમાં એટલે કે કુલળીમાં બનાવવામાં આવે છે અને વેચવામાં આવે છે.
મુખ્યત્વે લસ્સીના ત્રણ પ્રકાર છે, જેમ કે ખારી લસ્સી, મીઠી લસ્સી અને મસાલા લસ્સી. મીઠી લસ્સીમાં દૂધ અને ખાંડનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં લસ્સી બનાવતી વખતે તાજા અને ઘટ્ટ દહીંનો ઉપયોગ કરવામાં આવે છે, જેને ઠંડુ થયા પછી હાથથી ફેટવામાં આવે આવે છે.
દહીંમાં ખુબ જ સારા ન્યુટ્રીશન હોય છે જેમ કે પ્રોટીન, મેગ્નેશિયમ, વિટામિન B-6, કેલ્શિયમ અને વિટામિન B-12. આ તમામ પોષણ આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. દહીં ખાવું પાચનમાં પણ મદદરૂપ છે અને સાથે જ તે દાંત અને હાડકાંને પણ મજબૂત બનાવે છે.
તમે સીધું દહીંનું સેવન પણ કરી શકો છો અથવા લસ્સી બનાવીને પણ પી શકો છો. તમે લસ્સીને દહીં શેક પણ કહી શકો. ભારતના જુદા જુદા ભાગોમાં અલગ અલગ પ્રકારની લસ્સી બનાવીને સર્વ કરવામાં આવે છે.
ઉત્તર ભારતના લોકો અને પંજાબી લોકો મીઠી લસ્સી જ પીવે છે અને ગુજરાત અને દક્ષિણ ભારતીય લોકો ખારી લસ્સી વધારે બનાવીને પીવે છે જેમાં ફુદીનો અને જીરું પણ ઉમેરવામાં આવે છે. ગરમીના દિવસોમાં લોકો તેને એનર્જી ડ્રિંક તરીકે પીવે છે. તમે કોઈપણ સિઝનમાં લસ્સી બનાવીને પી શકો છો. તો આવો જાણીયે કે લસ્સી ઘરે કેવી રીતે સરળતાથી બનાવી શકાય.
પંજાબી લસ્સી બનાવવા જરૂરી સામગ્રી : દહીં 2 કપ, ખાંડ અડધો કપ, જરૂર મુજબ બરફના ટુકડા અને જરૂર મુજબ ફ્રેશ એટલે તાજી ક્રીમ
પંજાબી લસ્સી બનાવવાની રીત : દહીં અને ખાંડને હાથથી સારી રીતે મિક્સ કરો. હવે તેમાં બરફના ટુકડા ઉમેરો અને 1 મિનિટ માટે ફરીથી સારી રીતે મિક્સ કરી દો. જો આ મિશ્રણ ખૂબ જાડું હોય તો તેની સુસંગતતા ઘટાડવા માટે થોડું દૂધ ઉમેરો. હવે તેને ધીમે ધીમે રહીને ગ્લાસમાં નાખો. ગ્લાસમાં નાખ્યા પછી ઉપરથી થોડી મલાઈ નાખીને ઠંડી લસ્સી સર્વ કરો.
કેટલીક ટિપ્સ : દહીં અને દૂધ ઠંડું જ હોવું જોઈએ. દહીંને હાથથી ફેટવાની બદલે હેન્ડ મિક્સર અથવા મિક્સરનો પણ ઉપયોગ કરી શકો છો. લસ્સી બનાવતી વખતે ઉપયોગમાં લેવામાં આવતું દહીં હંમેશા તાજું અને ઘટ્ટ જ હોવું જોઈએ.
જો દહીંની જાડાઈ ઓછી કરવી હોય તો તમે થોડું પાણી પણ ઉમેરી શકો છો. લસ્સી બનાવતી વખતે માત્ર ઘટ્ટ મિલ્ક અને દહીંનો જ ઉપયોગ કરવો, તેનાથી લસ્સી ક્રીમી બની જશે. લસ્સીને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તમે એક ચપટી કેસરનો ઉપયોગ કરી શકો છો.
લસ્સીમાં તમે ઇચ્છો તેટલી ફ્રેશ મલાઈ ઉમેરી શકો છો. તમે ઈચ્છો તો ફ્રોઝન દહીંનો પણ ઉપયોગ કરી શકો છો.
તમારે મલાઈને ફેટવાની જરૂર નથી, તમે સીધી જ લસ્સીના ગ્લાસ ઉપરથી ક્રીમ રેડી શકો છો. એનાથી તમારા મોઢામાં પણ તેનો સ્વાદ આવશે.